________________ પ કોઈને પણ બાધક ન બનવાનો તેમનો અભિગ્રહ હતો. ક્યારેય તેમણે ટેકો લીધો ન હતો. કોઈ ઉપર તેઓ રોષ ન કરતા. 1 વિકથાથી તેઓ દૂર-દૂર રહેતા. | સર્વવિદ્યામાં તેમની કુશળતા હતી. એઓ કુશળ અધ્યાપક હતા. શિષ્યોને તેઓ નિપુણ બનાવતા હતા. I વ્યાકરણ, સાહિત્ય, આગમ, જ્યોતિષ, તર્ક અને વાદવિદ્યામાં તેઓની અદ્ભુત હથોટી હતી. I સર્વત્ર તેમની પ્રતિભા પ્રસિદ્ધ હતી. I જ્ઞાનનો પ્રચંડ પુરુષાર્થ હતો. || નિત્ય અપ્રમત્ત હતા. 1 સ્મરણ શક્તિ અતુલ હતી. - અનેક વિશદ ગ્રંથના તેઓ રચયિતા હતા તેમના ગ્રંથો જોતાં ગુરુભાઈ સૂરિજીએ તેમની કરેલી સ્તુતિ સર્વથા સાર્થક છે; એવું સ્પષ્ટપણે જણાઈ આવે છે. એમનું વિહાર ક્ષેત્ર ગુજરાત, રાજસ્થાન હતું. એમના હાથે જિનપ્રતિમાની અંજનવિધિ થયાના પ્રમાણો પણ મળ્યાં છે. એમના સમય નિર્ણય અંગે ખાસ સાધન મળતાં નથી. છતાં જે તૂટક સાધનો મળ્યાં છે. તેના આધારે તેમનો જીવનકાળ વિ.સં. 1400 થી 1475 સુધીનો હોવો જોઈએ. તેમને સૂરિપદ વિ.સં. 1442 માં પ્રાપ્ત થયું હતું. એવો આધાર મળે છે. તેમના ગુરુભાઈ પૂ.આ.શ્રી કુલમંડનસૂરિજી મહારાજાની સાથે જ તેમને સૂરિપદે પ્રસ્થાપિત કરાયા હતા એવો ઉલ્લેખ પંચાશક ટીકાની વિ.સં. ૧૪૪૨માં જ લખાયેલ પ્રતિની પ્રશસ્તિમાંથી પ્રાપ્ત થયો છે. એમણે વિવિધ ગ્રંથોની સંરચના કરી હતી. તેમાંના કેટલાકનો સંક્ષિપ્ત પરિચય આ મુજબ છે. ૧-કલ્પાંતર્વાચ્ય : (રચના વિ.સં. 1457) આ ગ્રંથમાં પર્યુષણ પર્વના મહિમાનું નિરૂપણ છે. કલ્પ શ્રવણની વિધિ અને વિવિધ કથાઓ આપવા ઉપરાંત અનેક વિષયો ઉપર ચર્ચા અને નિર્ણય કરેલા છે. ૨-ક્રિયારત્ન સમુચ્ચય : (રચના વિ.સં. 1499) કલિકાલ સર્વજ્ઞ પૂ.આ.શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજાના શબ્દાનુશાસનના આધારે ધાતુઓનું વિભાગીકરણ કરીને આ ગ્રંથ બનાવેલ છે. બધા કાળના ધાતુઓના રૂપોના પ્રયોગો તેમજ ઉદાહરણો આપ્યાં છે. આમાં શ્રી સુધર્માસ્વામીજીથી લઈ નિજ ગુરુદેવ સુધીનો પર્વક્રમ પ્રશસ્તિમાં અપાયો છે. આ ગ્રંથ મુદ્રિત છે. 18 ટીકાકાર મહર્ષિઓનો પરિચય