________________ અંતમાં એ કે પ્રસ્તુત પુસ્તકના રચયિતા પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીજીને તેમ ઉપદર્શક પૂજ્ય ઉપાધ્યાયજી મ. ને પ્રકાશનમાં સહાય કરનાર મહાનુભાવે, સંશોધન સંપાદકમાં સહાયક મુનિવરે, તેમ પ્રથમ તેમ બીજીવારના મુદ્રણ પત્રે તપાસવાનું કાર્ય કરનાર પંડિત શ્રી સુબેધભાઈને તેમ છેવટના મુદ્રણપત્ર તપાસવાનું કાર્ય તે ગ્રન્થકાર પૂજ્ય આચાર્યશ્રીજીએ કઈ સ્મલના રહેવા ન પામે તે લક્ષ્યપૂર્વક કરેલ હોવાથી તેઓશ્રીને તેમ મુદ્રક શ્રીધેર્યકુમાર સી. શાહ વિગેરેને આ પ્રસંગે યાદ કરવાની અમે અમારી ફરજ સમજીએ છીએ. શાસનદેવને એક જ પ્રાર્થના કે ઉસહનાહચરિયની જેમ પૂજ્ય આચાર્ય ભગવંતને ત્રિષષ્ઠિનું સંપૂર્ણ પ્રાકૃત રૂપાન્તર કરવા સહાયભૂત થાય. હવે પછી ઉપરોક્ત આચાર્યશ્રીએ “ચંદ્રરાજાનારાના આધારે પ્રાકૃતમાં રચેલે ગ્રન્થ નામે–ચંદરાય ચરિય” પ્રકાશિત કરવાની ભાવના રાખીએ છીએ. એજ. લી. સં. 2024 ના શ્રીનેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરિ જ્ઞાનમંદિર વૈશાખ સુદ 10 બુધવાર સુરતના સંચાલક શાંતિલાલ ચીમનલાલ સંઘવી