________________ श्री चक्षुरप्राप्यकारितावादः શ્લોક-૩૭ : અવતરણિકા : પૃથ્વગ્રતાનું ખંડન કરવા માટે અન્ય યુક્તિ દ્વારા નૈયાયિકનું અજ્ઞાન પ્રદર્શિત કરે છે. निमीलनेन नष्टं चोत्पन्नं चोन्मीलनादिना / कः श्रद्दधीत नयनं विना नैयायिकं पशुम् // 37 // શ્લોકાર્થ : આંખ બંધ થવાથી નાશ પામેલા અને આંખ ઉઘડવાથી ઉત્પન્ન થયેલા નયનની નૈયાયિકરૂપી પશુ વિના કોણ શ્રદ્ધા કરે ? નોંધઃ અહીં સારોપાલક્ષણા મૂલક રૂપક અલંકાર બતાવવા દ્વારા અત્યંત અનુપાદેયતાને વ્યંજીત કરે છે. શ્લોક-૩૮ : અવતરણિકા પૃથ્વગ્રતાની આશ્રયીભૂત ચક્ષુની બહિર્ભતતા માનવામાં પ્રાપ્ત થતી આપત્તિના પરિહારનું ખંડન કરે છે. एतेन गोलकाश्लिष्टासन्निकर्षान्निमीलने। ચક્ષુષાર્થ-પ્રહાપત્તિપરિહારો નિરાવૃri: તે રૂટ , શ્લોકાર્થઃ આથી = ઉન્મીલન-નિમીલન દ્વારા ઉત્પાદ વિનાશને માનવો એ અજ્ઞાન મૂલક છે. એવું સિદ્ધ કર્યું તેનાથી, નિમીલન થયે છતે ચક્ષુથી અર્થગ્રહની આપત્તિનો ગોલક આશ્લિષ્ટ અસક્નિકર્ષરૂપ હેતુથી કરેલો પરિહાર નિરાકરણ કરાયો છે. 52. निमीलनादिना नाशाद्यभावेन / શ્લોક-૩૯ : અવતરણિકા : ચક્ષુની અપ્રાપ્યકારિતાને સિદ્ધ કરવા અપર હેતુનું સમર્થન કરતાં કહે છે. अप्राप्यकार्यधिष्ठानासम्बन्धार्थग्रहादपि / चक्षुर्यदीदृशी व्याप्तिरिन्द्रियेषु न बाधिता // 39 //