SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ श्री चक्षुरप्राप्यकारितावादः શ્લોકાર્થ : “તે શાલિકાચાર્યની વાત બરાબર નથી. કારણ કે નહિ દેખાતાં એવા આંખનાં કિરણોથી, દેખાતા એવા આલોકની સાથે મળીને બૃહચ્ચક્ષુની ઉત્પત્તિ ઘટી શકતી નથી. અને ધારો કે તેવી બૃહચક્ષુની ઉત્પત્તિ થાય છે. તેવું માનશો તો તે મોટી એવી આંખથી જોનારને પોતાની પાછળ રહેલી વસ્તુ પણ દેખાવી જોઈએ આ પ્રમાણે વર્ધમાન ઉપાધ્યાય વગેરે કહેતા હતાં. 4. ગી: . વર્ધમાનામૃત: ' શ્લોક-૫ : અવતરણિકા: બીજી ગાથામાં કહેલ દોષનું બીજી રીતે નિરાકરણ કરતાં ઉદયનાચાર્ય જે કહેતા હતાં, તે જણાવે છે. शीघ्रप्राप्त्याभिमानोऽक्ष्णो वेगातिशयतो द्वयोः। यौगपद्ये परिच्छित्योरित्यत्रोदयनो जगौ // 5 // શ્લોકાર્થ ? આ વિષયમાં ઉદયનાચાર્ય “આંખમાંથી નીકળતાં કિરણો એટલાં વેગવાળા છે - કે જેથી તે નિકટસ્થ શાખા અને દૂર રહેલ ચન્દ્ર આ બન્નેને ખૂબ ટૂંકાગાળામાં આંબી જાય છે = પ્રાપ્ત કરી લે છે. તેથી બન્નેનું એક સાથે જ્ઞાન થતું હોય એવો ભ્રમ થાય છે? આવું કહેતા હતા. 6. વસ્તુ છે [2] શ્લોક-૬ : અવતરણિકા : પૂ. ઉપાધ્યાયજી મહારાજ તે ઉદયનાચાર્યના નિરાકરણનું ખંડન કરતા કહે છે. तदप्यसत् यतो नैवमनुव्यवसितिर्द्वयोः / घटेत क्षणिकत्वेन ज्ञानयोस्तव दर्शने // 6 // શ્લોકાર્થ તે ઉદયનાચાર્ય કત નિરાકરણ પણ યથાર્થ નથી. કારણ કે તમારા મનમાં જ્ઞાન બે ક્ષણ રહેનારું છે માટે શાખા અને ચન્દ્ર બન્નેનું જ્ઞાન પણ ક્ષિણ-સ્થાયી તરીકે સ્વીકારાયું છે. તેના કારણે તે બન્નેનું અનુવ્યવસાયાત્મક જ્ઞાન એકી સાથે ઘટી શકશે નહિ.
SR No.004442
Book TitleChakshurprapyakaritawad
Original Sutra AuthorN/A
AuthorPunyapalsuri
PublisherParshwabhyuday Prakashan
Publication Year2009
Total Pages268
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy