________________ વાયુભૂતિ ભાસ (નાદલડી હો વઈરણ હુઈ રહી - એ દેશી) ત્રીજો ગણધર મુઝ મનિ વસ્યો, વાયુભૂતિ હો ગુણગણ અભિરામ કે; સુત પૃથિવી વસુભૂતિનો, જાયો સ્વાતિ હો ગોબર વર ગ્રામ છે. ત્રીજો 1 વરસ બઈતાલીસ ગૃહીપણ, છઉમલ્યો હો દસ વરસ પ્રમાણ કે; વરસ અઢાર તે કેવલી, સવાય હો સત્તરિ પરિણામ છે. ત્રીજો. ર ગોતમ ગોત્ર સુહામણો, જેહના સોહે હો પણસય વર સીસ કે; જસ સંશય તે મજજીવનો, તે ટાલે હો યુગતે જગદીશ કે. ત્રીજો 3 એહવા ગુરુની ગોઠડી, થોડિ પણિ હો સવિ જનમનો સાર થોડું પણ ચંદન ભલું, હૂં કીજઈ હો બીજા કાઠનો ભાર કે ? ત્રીજો 4 હેજ હઈઆનું ઉલ્લસે, જો બાઝઈ હો ગુણવંતસું ગોઠિ કે; નહીં તો મન માંહિ રહિ નવી, આવે હો મત વાત તે હોઠિ કે, ત્રીજો 5 ચતુર શિરોમણિ સુંદર, મુઝ મિલિઓ હો ગુરુ શિવતરૂકંદ કે; મન મનોરથ સવિ ફલ્યા, વલિ ટલિઆ હો દુઃખદોહગ-દંદ કે. ત્રીજો 6 દૂર રહ્યા પણિ જાણી, ગુણવંતા હો નિજ ચિત્ત હજૂર છે; શ્રી નયવિજય વિબુધ તણો, ઈમ સેવક હો લહે સુખ-પપૂર . ત્રીજો 7