________________ 11 અમર પંક્તિઓ અને માર્મિક શ્લોકો વારંવાર સાંભળવા મળે છે. તેઓશ્રીના પરિચયમાં આવનારા શક્તિશાળી આત્માઓને તેઓશ્રી પૂ. ઉપાધ્યાયજી ભગવંતના ગ્રંથોના અધ્યયન અને વિસ્તરણ માટે ખાસ ભારપૂર્વક પ્રેરણા કરતા હોય છે. આવા પૂ. ઉપાધ્યાયજી ભગવંતના ઉપાસક પૂજ્ય સુવિશાલગચ્છનાયકશ્રીના અધિકૃત હસ્તે પૂ. ઉપાધ્યાયજી ભગવંતના ગ્રંથરત્નનું સંપાદન થઈ રહ્યું છે તે અતિ ગૌરવ અને આનંદનો વિષય બની રહે છે. તેઓશ્રીએ ગ્રંથસંપાદનમાં ગ્રંથના પદાર્થોને આવરી લેતી વિશાળ સામગ્રી મૂકી છે તેથી આ ગ્રંથના પદાર્થોને પ્રસ્તાવનામાં પ્રસ્તુત કરવાની પુનરુક્તિ હું કરતો નથી. પ્રસ્તાવના લખવાનો આદેશ કરીને પૂ. ગચ્છનાયકશ્રીજીએ મને પૂ. ઉપાધ્યાયજી ભગવંત અને તેઓશ્રીના આ ગ્રંથરત્નનું અવગાહન કરવાનો અવસર આપ્યો છે તે ઉપકાર મને જીવનભર યાદ રહેશે. પદાર્થના મર્મ સુધી પહોંચવાની તાલીમ આપતા પૂ. ઉપાધ્યાયજી ભગવંતના આ ગ્રંથના અધ્યયન દ્વારા સૌના હૃદયમાં પ્રવચનરાગ પ્રગટે, તેથી સમ્યગ્ગદર્શન અને સંયમ દ્વારા સિદ્ધિગતિના સૌ સ્વામી બને તેવી શુભકામના. આચાર્ય વિજયજયદર્શનસૂરિ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય , - વાલકેશ્વર, મુંબઈ-૬, વિ.સં. 2068, અષાઢ વદ-૩ શુક્રવાર, તા. 6-7-2012