________________ પ્રસ્તુત સંગ્રહમાં જે જે ગ્રંથોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેની નોંધ મૂકવામાં આવી છે તથા તેના સંક્ષિપ્ત નામો પણ મૂકવામાં આવ્યાં છે. જયારે કોઈપણ શબ્દની વ્યાખ્યા રજૂ કરાઈ છે ત્યારે તે વ્યાખ્યા બાદ તે વ્યાખ્યા ક્યા ગ્રંથની છે તે જણાવવા ગ્રંથના સંક્ષિપ્ત નામોનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે વ્યાખ્યા તે ગ્રંથની કઈ ગાથામાં કે ગાથાની ટીકામાં આવેલ છે તે પણ જણાવવામાં આવ્યું છે. અંતે અત્રે રજૂ કરેલા યોગગ્રંથોના પારિભાષિક શબ્દોના સંગ્રહને જાણી તેના ઔદંપર્યાર્થ સુધી પહોંચી આપણે સૌ વહેલામાં વહેલા યોગમાર્ગને જાણી-પામી-અનુભવી મોક્ષસુખના ભોક્તા બનીએ એ જ એક શુભભાવના. રાજનગર જૈનશાસનશિરતાજ વ્યાખ્યાનવાચસ્પતિ પરમપૂજ્ય આચાર્યદેવ મહા સુદ-૫, વસંતપંચમી, શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના ચરણસેવક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્મા વર્ધમાનતપોનિધિ પરમપૂજય આચાર્યદેવ પ્રતિષ્ઠા દિન, શનિવાર શ્રીમદ્વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજાની ચરણરજ તા. ૨૮-૧-૧ર આચાર્યદેવ શ્રીમદ્વિજય કીર્તિયશસૂરીશ્વરજી મ.સા.