________________ અભ્યર્થના -નવીનભાઈસાઈ થરાદ, ઉત્તર ગુજરાત વર્તમાન આચાર્યદેવ શ્રીમદ્વિજય જયન્તસેન સૂરીશ્વરજી મ.સા. ના આજ્ઞાનુવતિની સાધ્વીજી શ્રી કોમલલતાશ્રી મ.સા. ની સુશિષ્યા સાધ્વીજી શ્રી અનેકાન્તલતાશ્રીજી મ.સા.ને પી.એચ.ડી. ની ડિગ્રીથી સન્માનિત થતાં આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ જૈન શાસનમાં સ્વાધ્યાયનું મહત્ત્વ સર્વોત્તમ . એમાંય શ્રમણ જીવન અને સ્વાધ્યાય એક સીક્કાની બે બાજુ સમાન છે. વર્તમાન યુગમાં આપશ્રીએ ઉચ્ચત્તમ સિદ્ધિ પ્રાપ્ત કરીને ગુરુ ગચ્છને દીપાવ્યો છે. આપની ઘગસ, ઉત્સાહ, નિષ્ઠા અને વિદ્યાનુરાણપ્રશંસનીય છે. આપના દ્વારા આચાર્ય હરિભદ્રસૂરિ જેવા મૂર્ધન્ય મેઘાવી અને સારસ્વત મહામાનવના જીવન અને ગ્રન્થોનું સંશોધન કરી આપે “આચાર્ય હરિભદ્રસૂરિજીનું દાર્શનિક ચિંતન' ગ્રન્થ તૈયાર કરી જૈન શાસનને નવી દિશા આપી છે. થરાદના ચાતુર્માસ સમયે જ આ મહાન સિદ્ધિ હાંસલ કરવા માટે આપના પ્રયત્નો, આપની મહત્વાકાંક્ષા હૈયાસુજ લગનની જાંખી થઈ જ હતી..ચાતુર્માસની અનેક જવાબદારીઓ અને પ્રવૃત્તિઓ વચ્ચે પણ આપ હંમેશાં ઉજ્જવળ સફળતા માટે અવિરત ચિંતન કરતાં હતાં. એજ આપની સફળતાનું પરિણામ છે. રાષ્ટ્રસંત પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય જયન્તસેન સૂરીશ્વરજી મ.સા. ના આશિર્વાદ અને પરમ પૂજ્ય સાધ્વીજીરત્નાશ્રી કોમલલતાશ્રીજી મ.સા. ના અમીત વાત્સલ્યથી આ મહાન સિદ્ધિ હાંસલ કરવાને ભાગ્યશાળી બન્યાં છો. આપના દ્વારા તૈયાર થયેલ આ મહાનગ્રન્થભાવિ પેઢી માટે ખૂબજ ઉપયોગી, માર્ગદર્શક અને સંદર્ભગ્રન્થ તરીકે ઉપયોગી રહેશે. આપના દ્વારા ધર્મ અને સમાજ ઉપયોગી અનેકગ્રન્થોંની રચના થાય એજ અભ્યર્થના. આપ ત્રિસ્તુતિક સંઘનું ગૌરવ છ. આપનો જેટલો ઉપકાર માનીએ એ અલ્પ જ છે.