________________ 51 બની ગયા. એમની પ્રભુભક્તિ એવી હતી કે દેરાસરમાંથી બહાર નીકળતા કેટલીયે વાર ફરી ફરીને દરવાજે આવીને પાછા ભગવાન પાસે જાય. જાણે કે કલાકની ભક્તિ કર્યા પછી પણ ભગવાનથી જુદા થવું મુશ્કેલ થઈ જતું. અને 87 વર્ષની જૈફ ઉમરે પણ ખમાસમણ પર ખમાસમણ દીધે જ જાય તે જોઈને જુવાન સાધુઓ પણ અચંબો પામી જતા. બુદ્ધિના ખાં હોવા છતાં પરમાત્માની ભક્તિમાં આટલા ઓતપ્રોત થઈ ભગવાન પાસે સાવ નાના બાળક જેવા બની જવું એ બે પરસ્પર વિરોધી વાતો (બુદ્ધિ અને ભક્તિ)નો એમના જીવનમાં સમન્વય થયો હતો અને એ એમની અદ્ભૂત વિશેષતા હતી. તેમજ તેઓ માતા અને પિતાના પણ પરમભક્ત હતા. તેઓ અમને કોઈ વાત કરતાં હોય તો વારંવાર એમના પિતાશ્રીને યાદ કરીને કહેતા કે મારા પિતાશ્રી મ. આમ કહેતા હતા. એમણે મને તૈયાર કરવામાં પોતાની જાત ઘસી નાંખી હતી. માતા પિતા મારા માટે ઘરમાં રહેતા જીવતા જાગતા ભગવાન છે. આ માતા પિતા સિવાય મારે હવે કોઈ ભાવમાં બીજા કોઈને મા બાપ બનાવવા નથી. એક જ ઝંખના છે કે બસ ક્યારે હું મારા સ્વર્ગસ્થ માતા પિતાને મળું અને એમના દ્વારા મોક્ષની આરાધના કરું. હું એમનામાં સમાઈ જાઉં. શ્રતભક્તિ પણ એમની અદ્દભૂત હતી. શાસ્ત્રોના સંશોધન સંપાદમાં કેટલીયેવાર પોતાના મનમાં સાચો પાઠ જુદો છે એવું લાગવા છતા શાસ્ત્રાધાર વિના પોતાની મતિથી કોઈપણ કાના માત્રામાં કે શબ્દમાં ફેરફાર કરતા નહીં. કોઈ પાઠ ન બેસે તો એ જયાં સુધી ન બેસે ત્યાં સુધી ખાતા પિતા હરતા ફરતા અને ઉઘમાં પણ એ જ વિચારો ચાલતા હોય અને જયારે કોઈ ફુરણા થાય ત્યારે કોઈ અલભ્ય ચીજ મળી હોય તેવો આનંદ થતો. અમને પણ એ આનંદના સહભાગી બનાવતા. દ્વાદશાર નયચક્ર... આટલી પ્રચંડ વિદ્વત્તા હોવા છતાં અમને તો તેનો અણસાર પણ આવવા દેતા નહીં. બાપ દિકરા વચ્ચે હોય તેવા સહજ સંબંધોથી જ અમારી સાથે વર્તન કરતા. દુનિયા આખી નમતી હોય એવા વડાપ્રધાન પણ પુત્ર પાસે તો સામાન્ય બાપ જેવા જ હોય તેમ અમારી સાથે પણ તેમનું તેવું વલણ હતું. એકવાર શિખરજીના યાત્રા પ્રવાસમાં અને બનારસ પહોંચ્યા. વારાણસી એટલે વિદ્વાનોની નગરી. વિદ્યાનું ઐતિહાસિક ધામ. ત્યાં સારનાથમાં બૌદ્ધ યુનિવર્સિટી છે. ત્યાં મુલાકાત લેવા માટે હું અને પૂજ્યશ્રી પહોંચ્યા. તે સમયે ત્યાંના મુખ્ય ચાન્સેલર તરીકે પ્રફોસર સામટન હતા. અમે ઓફીસની બહાર મુલાકાતીઓ રાહ જોઈને બેસે ત્યાં એક બાંકડા પર બેઠા હતા. 15-20 મિનિટની પ્રતિક્ષા પછી એક પટાવાળો અંદરથી આવ્યો તેણે અમને કહ્યું કે માફ કરજો અત્યારે યુનિવર્સિટીનો દીક્ષાન્ત પદવીદાન સમારંભ છે. તેથી કોઈ મળી શકશે નહીં. એ વાત પૂરી કરે એટલામાં પ્રો. સામટને પોતે ઓફિસમાંથી બહાર આવી સાહેબજીને કહ્યું કે અત્યારે અમે ઘણા વ્યસ્ત છીએ મળવાનો સમય નથી પછી આવજો. એટલે અમે ઉભા થયા ત્યારે પ્રો. સામટને કુતુહલથી એક પ્રશ્ન પૂછ્યો કે તમે કોણ છો? સાહેબજીએ જણાવ્યું કે હું મુનિ જંબૂવિજયજી છું. આ નામ સાંભળવા જ પ્રો. સામટન અત્યંત ગળગળા થઈ ગયા. કે ઓહો! આપ પોતે મુનિ જંબૂવિજય છો? તમે તો સરસ્વતીપુત્ર છો. તમારું દ્વાદશાર નયચક્ર વાંચ્યા પછી ભાવ હતો કે તમને ક્યારેક રૂબરૂ મળશું. તમે અદૂભૂત કામ કર્યું છે. અને પછી પોતાના બધા કામોને ગૌણ કરી કાશીના વિદ્વાન પંડિતોને ફોન કરી જણાવ્યું કે મુનિ જેબૂવિજયજી પધાર્યા છે. જલ્દી આવો. ઘર આંગણે ગંગા આવી છે. અને લગભગ 15-20 મિનિટમાં પ્રોફેસર સામટનની ઓફિસમાં કાશીના વિદ્વાન પંડિતોનો મેળો જામ્યો. તેમાં વેદાંતના પ્રકાંડપંડિતો