________________ પ્રસ્તાવના in બપ્પભટ્ટસૂરીશ્વરજી મહારાજે પણ યમકબદ્ધ સ્તુતિ ચતુર્વિશિકા રચી છે તેમજ પૂ. શોભન મુનિના ઉત્તરકાલીન પૂ. મેરુવિજય ગણીએ તેમજ પૂ. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે પણ યમકબદ્ધ સ્તુતિ ચતુર્વિશિકાઓ રચી છે. આ દરેક ચતુર્વિશિકાઓ કોક ને કોક અપેક્ષાએ પરસ્પરથી મહાન છે. સર્વત્ર કશુંક વૈશિષ્ટ્રય રહ્યું છે તેમ છતાં વ્યાપક અભ્યાસ વડે એટલું નક્કી કરી શકાય છે કે શોખન સ્તુતિ તુર્વિશિકા ને જેટલી પ્રસિદ્ધિ મળી છે તેટલી પ્રસિદ્ધિ અન્ય ચતુર્વિશિકાઓને કદાચ નથી મળી. શોભન સ્તુતિ ચતુર્વિશિકા ઉપર જે રીતે શૃંખલાબદ્ધ ટીકાગ્રંથોની રચના થઈ છે એટલી ટીકારચનાઓ અન્ય ચતુર્વિશિકાઓ ઉપર નથી થઈ. * શોભન સ્તુતિ ઉપર ટીકા રચનારાં મહાપુરુષો : શોભન સ્તુતિ ચતુર્વિશિકા ઉપર નવ જેટલાં પૂર્વપુરુષોએ ટીકાગ્રંથ અથવા અવચૂરિગ્રંથ રચ્યાં છે. જેની સૂચિ નીચે મુજબ છે. (1) ધનપાલકવિ કૃત ટીકા... (2) પૂ. ધર્મચન્દ્રગણીના શિષ્ય પૂ. રાજમુનિ કૃત અવચૂરિ... (3) પૂ. જયવિજયજી ગણી. કૃત ટીકા... (4) પૂ.આ. સૌભાગ્યસાગર સુ.મ. કૃત ટીકા.... (5) પૂ. સિદ્ધિચન્દ્ર ગણી કૃત ટીકા.. (6) પૂ. દેવચન્દ્ર ગણી કૃત ટીકા... (7) પૂ. કનકકુશલ ગણી કૃત ટીકા... (8) ચિરન્તનાચાર્યે રચેલી અવસૂરિ... . (9) પૂ.આ. અજિતસાગર સૂ.મ. કૃત ‘રા' ટીકા.. આમ, અવચૂરિઓ સહિત નવ ટીકાઓ પ્રસ્તુત સ્તુતિ વતુર્વશિક્ષા ઉપર પ્રાપ્ત થાય છે. ‘અવચૂરિ અંગે અમારો અભિપ્રાયઃ નવ ટીકાઓ પૈકી બે તો અવચૂરિ ગ્રંથો છે. ઇતિહાસ સંશોધકોના મત અનુસાર પહેલી અવચૂરિ વિક્રમના બારમા સૈકામાં પૂ. પૂર્વર્ષિ શ્રી ધર્મચન્દ્રમુનિના શિષ્ય પૂ. રાજમુનિએ રચેલી છે. આ અભિપ્રાય નિસંદેહ સત્ય છે કેમ કે ઉપર્યુક્ત અવચૂરિની હસ્તપ્રતિઓમાં આ પ્રમાણેની પ્રશસ્તિઓ દષ્ટિગોચર બની છે. હવે વાત રહી બીજી અવચૂરિ અંગેની પ્રસ્તુત શોખનતુતિ - વૃત્તિમાના માં જે અવચૂરિ પ્રગટ થઈ રહી છે તે અવસૂરિ ઇતિહાસ શોધકોના મત મુજબ પૂ. રાજમુનિએ રચેલી અવસૂરિ નથી પરંતુ વિક્રમના બારમા સૈકાના ઉત્તરકાલીન સૈકાઓમાં કોક ચિરંતનાચાર્યે રચેલી અવચૂરિ છે.