________________ 10 शोभनस्तुति-वृत्तिमाला પ્રસ્તાવના જેને વાંચતાં-વાંચતાં આપણી બુદ્ધિ ચકરાવા લઈ રહી છે એવા જટિલ સાહિત્યની જેમણે રચના કરી છે તેઓ કેટલાં ધન્ય હશે, એમની બુદ્ધિ કેટલી દેદીપ્યમાન હશે, એમની પ્રતિબદ્ધતા અને શ્રદ્ધા કેવા અલૌકિક હશે, જરા કલ્પના કરી જુઓ ! મસ્તક વિનયથી ઝૂકી જશે. હૈયું અહોભાવથી છલકાઈ ઉઠશે. અહીં આપણે તેમને યાદ કરીએ છીએ જેમણે પ્રસ્તુત સ્તુતિવાશિવા ની રચના કરી છે. તેઓશ્રીનું પવિત્ર નામ હતું, પૂ. શોભન મુનિરાજ. વિક્રમની અગ્યારમી શતાબ્દીમાં થયેલાં આ બહુશ્રુત મુનિભગવંતે વર્તમાન ચોવીશીના ચોવીશ તીર્થકરોની એવી સ્તુતિઓ રચી જેની યશોગાથા એક હજાર વર્ષ પછી પણ જૈન સંઘમાં ગવાઈ રહી છે. અઢાર છન્દોમાં અને છનું પઘોમાં ગ્રથિત આ સ્તુતિઓ વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય, છન્દશાસ્ત્ર અને આગમ ગ્રંથોના જ્ઞાનનો અભુત સંગમ છે. આ સ્તુતિઓનું વાસ્તવિક મૂલ્યાંકન પણ તેઓ જ કરી શકે તેમ છે જેમની પાસે કંઇક મૂલ્યવાન બુદ્ધિ રહી છે. આ સ્તુતિ તુર્વિશિકા વ્યાકરણ વિદોની નજરમાં પ્રાયઃ નિર્દોષ છે, સાહિત્યકારોની નજરમાં વિશિષ્ટ છે, કવિઓની નજરમાં સુસમૃદ્ધ છે, ઇતિહાસની નજરમાં વિરલ છે અને જિનભક્તોની નજરમાં ભક્તિરસને પ્રાપ્ત કરાવનારો મંત્ર છે. પૂ. શોભન મુનિરાજે રચેલી પ્રસ્તુત સ્તુતિવતુવૈશિવા ઉપર એમના ઉત્તરકાલીન સમયમાં થયેલાં નવ જેટલાં પૂર્વાચાર્યોએ ટીકાઓ અથવા અવચૂરિ રચી છે. જે ટીકાઓ + અવચૂરિનું શ્લોકપ્રમાણ દશ હજારની સંખ્યાને આંબી જાય છે. આ એક અપ્રતીમ ઘટના છે કેમ કે અન્ય કોઈ સ્તુતિગ્રંથ ઉપર દશ હજાર શ્લોકો જેટલું વિશાળ સંસ્કૃત સાહિત્ય લખાયું નથી. જૈનદર્શનમાં પણ નહી અને ઇતર દર્શનમાં પણ લગભગ ક્યાંય નહિ. ઇતર દર્શનોનું સમગ્ર સ્તુતિ સાહિત્ય એકત્ર કરીએ તો પણ દશ હજાર શ્લોકોના પ્રમાણ સુધી તે પહોંચી શકે તેમ નથી. ઇતર દર્શનો કરતાં જૈનદર્શનનું ભક્તિ સાહિત્ય પણ આગમ સાહિત્યની જેમ વધુ વિશાળ, અર્થગંભીર અને મહાન છે. આ રીતે શોભનમ્નતિ તુર્વિશિકા ને ઉદાત્ત કોટીનું ગૌરવ સાંપડ્યું છે. પૂ. શોભન મુનિરાજે જેમ યમકબદ્ધ સ્તુતિ ચતુર્વિશિકા રચી છે તેમ તેમના પૂર્વકાલીન, શાસનપ્રભાવક, પૂ.આ.