________________ નો તિન્થસ il આ પ્રકાશકીય નિવેદન જીવવિચારનવતત્વ દંડક આ ત્રણે પ્રકરણને ટીકા સાથે પ્રકાશિત કરતા અમે અત્યંત આનંદ અનુભવીએ છીએ. આ ત્રણે પ્રકરણ જૈન સંઘમાં સુપ્રસિદ્ધ છે. આજે પણ પાંચ પ્રતિક્રમણ પછી આ પ્રકરણોને અભ્યાસ કરવામાં આવે છે. આ પ્રકરણ પર અનેક ગુજરાતી વિવેચને પ્રસિદ્ધ થયા છે, પરતુ પ્રાકૃત-સંસ્કૃતના અભ્યાસીઓનું ભાષાજ્ઞાન સમૃદ્ધ બને તથા વિશેષ પદાર્થોને બંધ થાય તે માટે સંસ્કૃત ટીકા સહિત આ ત્રણે પ્રકરણે વિશેષ ઉપયોગી બનશે. પ્રસ્તુત ત્રણે પ્રકારની ટીકાઓની મુદ્રિત તેમજ હસ્તપ્રત જુદા જુદા ભંડારમાંથી મેળવી મુનિશ્રી મહાબોધિ વિજયજીએ આનું સંપાદન કરેલ છે. શ્રતભક્તિના આ પુરુષાર્થની અમે ભાવભરી અનમેદના કરીએ છીએ તેમજ શ્રતભક્તિના અન્ય અનેક કાર્યો તેમના હાથે થાય એવી અમે આશા રાખીએ છીએ. પ્રાન્ત આ અતિમહત્વના ઉપયોગી ગ્રન્થને સ્વાધ્યાય કરી અનેક પુણ્યાત્માએ આત્મકલ્યાણ સાધે એકમેવ શુભાભિલાષા. પ્રસ્તુત ગ્રન્થનું ઝડપી તથા સુઘડ મુદ્રણ કરી આપનાર છગી પ્રિન્ટર્સના માલિક જીતુભાઈ બી. શાહના અમે અત્યંત આભારી છીએ. પૂજ્યપાદ ગીતાર્થ મૂર્ધન્ય, સકળસંઘહિત-ચિન્તક, કલિકાળ " કલ્પવૃક્ષ, સિદ્ધાન્ત મહોદધિ વ, આચાર્યદેવ શ્રીમદવિજ્યપ્રેમ સુરીશ્વરજી મહારાજાની દિવ્યકૃપાથી તથા તેઓશ્રીના પટ્ટાલંકાર વર્ધમાનતપિનિધિ, ન્યાયવિશારદ, દ્વિશતાધિક મુનિગણાધિપ, પૂજ્યપાદ