________________ - 10 વડણવીકાર : 1 સિદ્ધાંતમહેદધિ સ્વ. પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા. 2 વર્ધમાનતનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુ સૂરીશ્વરજી મહારાજા... 3 સમતાસાગર પૂ. પંન્યાસજી શ્રી પદ્ધવિજ્યજી ગણિવશ્રી. 4 વૈરાગ્યદેશના દક્ષ પૂજ્યપાદ ગુરુદેવ શ્રીમદ્ વિજય હેમચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા... 5 રનત્રયીઆરાધક પૂજ્યપાદ ગુરુદેવ શ્રી અક્ષયાધિ વિજ્યજી મહારાજા... જેઓની અનંતકૃપા/અનંત આશીર્વાદના બળે આ લઘુકાર્યને હું પાર પામે છું તે ઉપકારી પૂજ્ય ગુરુભગવતેને હું સદૈવ ત્રણ છું. પ્રસ્તુત સંપાદનમાં જે જે જ્ઞાન ભંડારના સંચાલક તરફથી હસ્તપ્રતે યા તેની પ્રતિકૃતિઓ પ્રાપ્ત થઈ છે તે સહુ ધન્યવાદને પાત્ર છે. તેમજ આ સંપાદનમાં ચતુવિધસંઘની નામી અનામી વ્યક્તિએ તરફથી જે પ્રશસ્ય ગદાન મળ્યું છે તે પ્રશંસનીય છેઅનુમોદનીય છે. પ્રાન્ત પ્રસ્તુત સંપાદનમાં પ્રમાદ યા મતિમંદતાના કારણે કેઈપણ ક્ષતિ રહી ગઈ હોય તે બદલ મિચ્છામિ દુક્કડમ. પ્રસ્તુત ત્રણે કૃતિઓના અધ્યયન દ્વારા જીવવિજ્ઞાન/તત્વવિજ્ઞાન મેળવી 24 દકમાંથી સહુ જી મુક્ત બને એજ અતરેચ્છા. સં. 2045, ભાદરવા સુદ 13 મલાડ (ઈસ્ટ), મુંબઈ મુનિ મહાબધિવિજય