________________ 3 ] ડે. ત્રિપાઠીને પણ ફરીવાર નિરીક્ષણ અને પરિમાર્જન માટે સૂચવેલું. આ રીતે આ બંને વિદ્વાનોએ પરિશ્રમપૂર્વક યથાશકય સંશોધન કર્યું અને “વીરસ્તવનું પૂરું ભાષાંતર ડે. ત્રિપાઠીએ કરી પ્રેસકોપી તૈયાર કરી જેનું મુનિરાજશ્રએ નિરીક્ષણ કર્યું અને આવશ્યક સૂચના સાથે મુદ્રણ માટે સ્વીકૃતિ આપી. આજે આ સ્તોત્રાવલી હિંદી ભાષાંતર સાથે મુદ્રિત થઈ પાઠકવર્ગના કરૂકમલેમાં પહોંચે છે. ડો. રુદ્રદેવ ત્રિપાઠીએ ભારે પરિશ્રમપૂર્વક આ કાર્ય સંપાદિત કર્યું છે અને આનું મુદ્રણ-કાર્ય પણ પિતાની દેખરેખમાં કરાવ્યું છે, તે બદલે પૂર્ણ કૃતજ્ઞતા અનુભવીએ છીએ. ચરમ તીર્થંકર પરમોપકારી ભગવાન મહાવીરના ૨૫૦૦માં પરિનિર્વાણુ વર્ષમાં પ્રકાશિત આ ગ્રંથ ભાવુકભકત તથા વિદ્યાનુરાગી વિદ્વજનોને અવશ્ય આનંદિત કરશે. એવી આશા સાથે આનાં પ્રકાશનમાં શાસ્ત્રદષ્ટિ અથવા મતિષથી જે કોઈ ક્ષતિ રહી હૈય, તો તે માટે ક્ષમા પ્રાથી છીએ અને આશા રાખીએ છીએ કે વિદ્વતંગ અમને સૂચિત કરવાની કૃપા કરશે તથા પિતે સુધારી આનાં અધ્યયનઅધ્યાપન વડે શ્રમને સફળ બનાવશે. એજ. - મંત્રી શ્રી યશભારતી જૈન પ્રકાશન સમિતિ, મુંબઈ.