________________ સુકૃતના સહભાગી ગત સાલ પાટણું જવાનું થયું. ત્યાં પૂ. પં. મ. શ્રી ચિદાનંદવિજયજી ગણિવર્ય બરાજમાન હતા. તત્વજ્ઞ મુનિશ્રી નંદીઘોષવિજયજી મહારાજ શ્રાવકપ્રજ્ઞપ્તિ ગ્રંથ વાંચતા હતા. સુશ્રાવક નંદલાલભાઈ પણ ત્યાં જ હતા. (જેઓ સંસ્કૃતિના સારા અભ્યાસી તેમજ શાસનને વફાદાર છે.) જીર્ણ થયેલ ગ્રંથને પુનરુદ્ધાર કરવાની સૂચના કરી. પૂજ્ય પંન્યાસજી મ. ની પ્રેરણા તથા સુશ્રાવક નંદલાલભાઈની શુભ ભાવના આજે સાકાર બની છે. શ્રાવકોનાં વ્રતોનું સુંદર સ્વરૂપ આ ગ્રંથમાં અનેખી રીતે જ જોવા મળશે. તજો મનનપૂર્વક આ ગ્રંથને ભણે અને યોગ્ય ઉપયોગ કરે. પ્રાચીન ગ્રંથોના ઉદ્ધારની ખૂબ જ જરૂર છે. સુકૃતના સહભાગી જેનાથી જેટલા બનાય તેટલા બનવું આવશ્યક છે. ગ્રંથ પૂર્વાચાને છે. એટલે એ વિષે એ ગ્રંથ વાંચનથીજ ગ્રંથની ગંભીરતા સમજાશે. પ્રેસ યા દષ્ટિદોષથી જે કંઈ ક્ષતિ રહી હોય તેની ક્ષમા. અસાઢ શુ. 11 શનિવાર રર-૭-૭ર ભાભર છે રાજેન્દ્રવિજય. લિ