________________ કઈ પ્રત્યે દ્વેષ નથી. શા માટે હોય? પરંતુ વસ્તુ સમજાવવી પડે ત્યારે, તટસ્થ ભાવે સારૂં –ટું બધું કહેવું પડે છે. કહેવાઈ જાય છે અને જ્યાં સુધી આપણું અજ્ઞાન નાશ પામશે નહી ત્યાં સુધી મતાંતરે રહેવાનાં છે. હવે પ્રસ્તુત સંસ્કૃત સુભાષિતસૂકતરત્નમાલા ગ્રન્થ મેં પિતે બનાવ્યો નથી. તેમ કઈ પ્રાચીન કવિની કૃતિ કે સંગ્રહ પણ નથી. પરંતુ (આલેખક પિત) મેં પિતે મારા અભ્યાસ માટે ગ્ર વાંચતાં જે જે સૂક્ત રત્ન મળ્યાં, તે તે વીણી વીણીને મારી શક્તિ અનુસાર મારા પુસ્તકમાં, મેં પિતે લખી રાખેલાં, ભેગાં થયેલાં, વિષય વિભાગે ગોઠવીને, પ્રત્થરૂપે તૈયાર કરી, વાચક મહાશયના કર કમલમાં મૂકું છું. : આ ગ્રન્થને કેટલોક ભાગ અમે 2007 માં સુભાષિત સૂક્ત સંગ્રહ નામ આપી સંપાદિત કર્યો હતો. ત્યારપછી આ 21 વર્ષના ગાળામાં અમારી પાસે નવા નવા વિષયોને સારે એ સંગ્રહ થયે. તેને પણ ઉપરના ગ્રંથમાં મેળવીને, નાના વિષયોને સાથે કરીને, અને મોટા વિષયોને, તેમના તેમ જુદા પ્રકરણ નંબર આપી છપાવ્યા છે. તેથી કઈ કઈ વિષયો, એકના બે વિભાગે રાખવા પડ્યા છે. આ પુસ્તકના પહેલા મુદ્રણમાં અમે કઠીન શબ્દોને કોષ પણ મુ હતું. જેથી મારા જેવા થોડું ભણેલાઓને કે, સાધ્વીજી મહારાજાઓને, ભણવા-સમજવા સુગમતા રહે. આ વખતે પણ કોષ મુકવા ઇચ્છા હોવા છતાં, બની શકયું નથી. હું કામ કરનાર એકલે છું. શરીરની પણ ખાસ મહેરબાની ન ગણાય. વલી આ ચાલુ કામમાં, ઓપરેશન પણ કરાવવું પડ્યું છે. તેથી શબ્દોષ, વિષય દર્શન, શુદ્ધિપત્રકની પણ ઝીણવટ બની શક્યા નથી.