________________ - અમારા આ સુભાષિત સૂક્ત રત્નમાલા નામના ગ્રન્થમાં લગભગ - 195 જેટલા વિષય છે. અરિહંતદેવોની ઓળખાણ આપી છે. સામાન્ય ધર્મ, દાનધમ, શીલ, તપ, ભાવના, રત્નત્રયી, વૈરાગ્ય, - સામાયિક, પ્રતિક્રમણ, જિનપ્રતિમા, જેનાગમ, જિનારા, જૈન સિદ્ધાંત, કષાય, લેસ્પા, પુણ્ય-પાપ, નસીબ આવા અનેક વિષયને આ પુસ્તકમાં - સંગ્રહ કરવામાં આવે છે. આવાં પુસ્તક વાંચનારને, એક પુસ્તકમાંથી અનેક વિષયોનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. નવા કે અનુભવી વિદ્વાનને, જ્યારે જે જોઈએ તે વિષે આમાંથી લભ્ય થઈ શકે છે. વ્યાખ્યાનકાર, ભાષણ કરનાર, પુસ્તકની રચના કરનારને, તે તે વિષયે આ પુસ્તકમાંથી 'થેડા પ્રયાસે મળી શકશે. આ પુસ્તકમાં વિષયાનુક્રમ મુકવામાં આવ્યો છે. તેથી વિષયાનુક્રમ જોવાથી, તે તે જરૂરી વિષે મેળવી શકાય છે. ઉપર ઘણું કહેવાઈ ગયું છે. તે પણું જણાવવાની ઈચ્છા થાય છે કે જે વાચક વગને હવે પછી, ભવભવ સુખ જ જેતું હોય તે, આત્માને સારે બનાવે. આત્મા સારે ત્યારે જ બનશે કે જ્યારે આત્માને સમ્યગદર્શન જ્ઞાન–ચારિત્રની સમજણ મલશે. સમ્યગદર્શને આવ્યા સિવાય આત્માનું પરિભ્રમણ ઓછું થશે નહીં. સમ્યગ્ગદર્શન લાવવા માટે અસાધારણ કારણ વીતરાગની વાણી છે, અને આપણું જેવા અ૮૫ બુદ્ધિવાળા થડે પરિશ્રમ કરી શકે તેવા આત્માઓને, આવા પુસ્તકોમાં પ્રવેશ થાય તે આગળ વધવા ચાન્સ મળે. સમ્યગ્ગદર્શને આવ્યા પછી જ અજ્ઞાન પણ જ્ઞાન બની જાય છે. અજ્ઞાન હોય ત્યાં સુધી રક્ષકે પણ નાશ કરનાર બને છે અને સમ્યગૂજ્ઞાન આવ્યા પછી શત્રુ પણ મિત્ર થઈ જાય છે. મારવા