SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રસ્તાવમાં સંસારીજીવ રિપદારણ તરીકે આવે છે. ગ્રન્થકાર ભગવંતે શૈલરાજ અને મૃષાવાદ દ્વારા માનકષાય અને જડની ખતરનાક્તાઓ સમજાવી છે. તેની સાથે રસનેન્દ્રિયની લોલુપતાને પણ અવાંતર કથા રૂપે ગજબનાક રીતે વર્ણવીને આ પાપ-ઇન્દ્રિયથી અપૂર્વ વિરાગ જગાડવાને સફળ પ્રયત્ન કર્યો છે. જીર્ણશીર્ણ થઈ ગએલા આ અદ્ભુત સંસ્કૃત ચમ્પકાવ્યને મુદ્રિત કરીને પુનર્જીવન બક્ષવાનું કમલપ્રકાશનસંસ્થાએ સુંદર કાર્ય કર્યું છે. વિશ્વમાં ખ્યાતનામ બનેલા આ ગ્રન્થનું શ્રી મોતીચંદ ગિ. કાપડીઆએ ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે. મેં પણ આ ગ્રન્થના પીઠબન્ધસ્વરૂપ પ્રથમ પ્રસ્તાવને મુક્ત ભાવાનુવાદ કર્યો છે. સંસ્કૃત ભાષાના અજાણુ આત્માઓએ અનુવાદિત ગ્રન્થોથી પણ આ મહાગ્રન્થને રસાસ્વાદ મહદંશે પામી શકશે એવી મારી ધારણા છે. મારી અલ્પમતિના અને સખ્ત પ્રવૃત્તિના કારણે સંભવ છે કે આ ગ્રન્થના સંપાદનને હું પૂર્ણ ન્યાય ન પણ આપી શક્ય હોઉં. સંભવ છે કે તેમાં મુદ્રણદોષે રહી પણ ગયા હોય, છતાં હું મારી એ ભાવનાને પ્રગટ કરતાં મારી જાતને રોકી શક્તો નથી કે તે રીતે પણ એક વાર આવા પુનામધય ગ્રન્થ–સેંકડે ગ્રન્થને એક વાર નાશ પામતાં તે બચાવી જ લેવા. જીવન નાનું છે, કાર્ય વિરાટ છે. એટલે જરા ઝડપી વેગે સંપાદન કાર્ય કરવા જતાં કઈ ઉણપ રહી જાય તે પણ શું? તેટલા જ ભયમાત્રથી સમગ્ર સંપાદન કાર્ય ત્યાગવાની રજૂઆત મને તે રૂચિકર નથી જે લાગતી. એક વાર આ રીતે પણ ગ્રન્થ જીવતે હશે તે આવતી કાલને આપણે મુનિસંઘ એના દ્વારા સ્વાત્માનું અને જગતનું કલ્યાણ સાધશે અને ગ્રન્થની ક્ષતિઓનું નિવારણ પણ કરશે જ. પરંતુ જે ગ્રન્થ જ જીવતે નહિ હોય ? ગ્રન્થને સર્વનાશ અને અલ્પતમક્ષતિયુક્ત ગ્રન્થનું પુનરુજજીવન એ બેમાંથી જ હાલ તે મારે એક વિકલ્પ પસંદ કરવાને આવ્યું છે. મેં બીજે જ વિકલ્પ પસંદ કરીને આ કાર્ય ઉપાડ્યું છે. વિનાશ પામતા જીવનના રેગનાશની ચિંતા કરતાં જીવનનાશની જ ચિંતા મહત્વની બની રહે છે. જીવન છે તે રેગનાશ તે કાલે થશે જ. ઉપમિતિ જેવા સેંકડો ગ્રન્થના વિનાશને કલ્પતાં પણ અંગઅંગમાં વિદ્યુતના ઝાટકા લાગે છે. સર્વકલ્યાણુકર પરમાત્મશાસનના આ અણુમેલ નિધાનના વિનાશ તરફની ધીમંતે અને શ્રીમંતેની ઉપેક્ષા કયું કર્મ બંધાવે છે તે મારા પૂજનીય ગીતાર્થ ભગવંતે જ જાણે. પૂજ્યના ચરણમાં વંદના કરીને વિનંતિ કરું છું કે મારા ઉપરોક્ત ભાવને તેઓ નજરમાં રાખે અને ગ્રન્થરત્નની ત્રુટિઓ ટાળવાને ભીષણ પુરુષાર્થ કર્યો હોવા છતાં એમાં ખામી રહી હોય તે તે બદલ મને ઉદાર ભાવે ક્ષમા આપે. એ સાથે એક વિનંતિ પણ કરી લઉં કે જીર્ણશીર્ણ ગ્રન્થના પુનર્મુદ્રણના કાર્યમાં તેઓ પણ કમલપ્રકાશન સંસ્થાને સાથ આપે અને ગ્રન્થનું સુંદર સંપાદન કાર્ય તેઓ અવશ્ય કરે. ચંદ્રશેખર વિજય.
SR No.004358
Book TitleUpmitibhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year
Total Pages306
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy