SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ આ સ્થિતિમાં આવા સમાજ સામે એ પ્રશ્ન મૂકી જ ન શકાય કે આજે સમાજમાં આટલા બધા દ્રમકે કેમ વસ્યા? એટલે દ્રમુકના સ્વરૂપદર્શન કરવા હોય તે એ સમાજથી પણ તમારે થોડી પળે માટે દૂર થવું પડશે. અને ત્યારે જ તમને દ્રમક બનેલા અબજોપતિ આત્માની થયેલી માનહાનિને આંખે દેખે હેવાલ પ્રાપ્ત થશે. ત્યારે જ એ વાત સમજાશે કે વિરાટ શક્તિને સ્તંભ, ચિદાનંદની છોળો ઉછાળતે રસસાગર, આનંદઘન આત્મા પિતાના સ્થાન, માન અને સન્માન પામવા માટે ધળી પીળી માટી ઉપર જ સમાજ પાસેથી કેવા કેવા સર્ટિફિકેટ લે છે! - ત્યારે જ એ આર્ય સંસ્કૃતિની વર્તમાન કમન સીબીને ખ્યાલ આવશે કે ત્યાં આજે સદાચારનું શિક્ષણ દેતા ગુરુ કરતાં કે નીતિને પાઠ શીખવતા કઈ માતાપિતા કરતાં એક ઉસ્તાદ દાણચોરનું કે બે નંબરના પૈસે બધી રીતે માતબર બનેલા એક શ્રીમંતનું કે સિને પડદે ભજવાતા–એક રૂપગર્વિતાના-અલીલ દૃશ્યનું મૂલ્ય ઘણું વધુ અંકાઈ ચૂકયું છે! જવા દો જગતની કે સમાજની વાતને...... - આપણે આપણા જ દ્રમકની વાત કરે. - દમકે દ્રમક મટી જવું હોય તે એણે પિતાની ખરી શ્રીમંતાઈ તરફ નજર દોડાવવી પડશે. એ માટે તૃષ્ણાની પૂત્તિને રાહ છોડી દઈને તૃષ્ણાની તૃપ્તિના રાહે ડગ માંડવા પડશે. એ તૃષ્ણ પૂત્તિને રાહ દમકને વધુ પ્રમક બનાવશે. તૃષ્ણાતૃતિને (તૃષ્ણાનિવૃત્તિથી સાધ્ય) રાહ દ્રમુકના | અઢળકે એશ્વર્યનું સ્વામિત્વ દાખવીને એને સાચો શ્રીમંત બનાવશે. યાદ રાખજો, રસ્તાને પાટીવાળા હજી સુખી છે પણ લક્ષાધિપતિ તે ખૂબ બેચેન છે. હજી એ ય કાંઇક સુખી હશે પણ એક મિલમાલિક ઘણે બેચેન છે. કદાચ એ પણ છેડે સુખી હોઈ શકે પણ આજના ઉદ્યોગપતિની બેચેનીની કઈ સીમા જ નથી. કદાચ એનેય ચેન સાંપડી જાય પણ વિશ્વના અબજોપતિઓ, માંધાતાઓ અને સત્તાધારીઓને તે કયાં ય ચેન નથી, કોઈ જંપ નથી. જેને જેટલે તૃષ્ણા. પૂર્તિ માટે વધુ પરિશ્રમ એટલે એ વધુ બેચેન.. હાર્ટએટેક, બ્લડપ્રેશર કે સ્ટમક અસર જેવા હાઈપરટેશનના રેગ પણ એમને જ થાય છે ને? એટલે તમારા દ્રમુકને બરાબર નીહાળે લે આજે. એનું સ્વરૂપદર્શન સારી રીતે કરી લે આજે. પછી?......પછી તમને એક પ્રશ્ન લમણે આવીને જરૂર વાગશે કે કમકનું દ્રમકપણું મિટાવી દેવા માટે જે તૃષ્ણાનિવૃત્તિ જરૂરી છે તે પ્રાપ્ત કરવી શી રીતે ? બસ...આ પ્રશ્ન જાગતાં જ તમે આ પુસ્તકની કથા હાથમાં લેજે...જેમ જેમ તમે આગળ વધશે તેમ તેમ તમને તમારા પ્રશ્નનું બહુ સુંદર સમાધાન મળતું જ જશે. છતાં તમે ટૂંકમાં એટલું સમજી લે કે એ તૃષ્ણનિવૃત્તિને એકને એક અને અવંધ્ય ઉપાય છે સદ્દગુરુને સંગ-સત્સંગ. - સત્સંગે સદ્દગુરુની કૃપા પ્રાપ્ત થાય. સદ્દગુરુના સંગે સન્મતિ પ્રાપ્ત થાય. એ કૃપા જ જગસ્વભાવનું દર્શન કરાવે છે. જડપરમાણુના જ જુદા જુદા જોડાણથી બનેલા જગતનું, એના પિતાના જડપરમાણુના સ્વરૂપમાં જ ભાન કરાવી દે છે. રંગરાગ અને ઝાકઝમાળની અંદર છુપાએલા-રંગરાગ કે ઝાકઝમાળ વિનાના-ગોળમટોળ પરમાણુના સ્વરૂપનું સાચું દર્શન એ સદ્ગુરુ કરાવી દે છે. જગસ્વભાવનું સ્પષ્ટ જ્ઞાન આપી દે છે અને એ રીતે ઇંટ મટોડામાં અને રાષ્ટ્રની ઢગલીઓમાં રાચતા કમકને એની તૃષ્ણાથી નિવૃત્ત કરે છે. અને ત્યાર પછી.... ઝળહળતા તેજના જ એકના એક પંજસમાં ચૈતન્યના ઉપર ચડેલા બધા કચરા સાફ કરાવીને એના અપૂર્વ કૌવત, એજસ અને પ્રકાશ પ્રગટ કરે છે. જડ ઉપરથી નજર ઉઠાવી લે. ચેતન ઉપર નજર જડી દો. એટલે.. પ્રમક, દ્રમક મટી જાય છે. એક વખત કહેવાતે બિચારો દ્રમક પછી નરવીર દ્રમક બની જાય છે. પછી જ એને સમજાય છે કે પિટર્ન કે શર્મન ટેન્ક અને મશીનગને કરતાં ય વધુ વીરરસ તો શાન્તરસમાં પછી જ એને ભાન થાય છે કે તત્ત્વજ્ઞાન પાસે વિજ્ઞાન તે સાવ જ વામણું ખાબોચિયું છે. ત્યારે જ એને એ વાતની પ્રતીતિ થાય છે કે બહારનું બધુંય ઐશ્વર્ય ભેગું થાય તે ય અંતરના એક પ્રદેશના એશ્વર્ય પાસે તેનું કાંઈ જ મૂલ્ય નથી. ચેતનનું પુદ્ગલીકરણ એ આત્માનું દ્રમકપણું છે. પદૂગલનું ચૈતન્યીકરણ એ આત્માની શ્રીમંતાઈ છે. આમ સદુગરુને ભેગા થયા પછી જે કૃપા અને સન્મતિ પ્રાપ્ત થાય છે તે જ જગસ્વભાવનાં ચિંતન મંથનની દમકને દેન કરે છે.
SR No.004358
Book TitleUpmitibhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year
Total Pages306
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy