SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ એક જ સમયમાં અસંખ્ય માઈલે કાપી નાખવાની પ્રચંડ શક્તિ ધરાવતે એક માણસ કલાકના ફક્ત સેળ હજાર માઈલના વેગે ચાલ્યા જતાં સ્કૂટનિકને જોઈને હેરત પામી જાય છે! સમયાગ્રમાં ચૌદ રાજલકની સફર કરવાની શક્તિ ધરાવતે આત્મા પાંચમે મળે પહોંચવા માટે લિફટની રાહ જેતે એશિયાળે થઈને ઊભું રહે છે! - અધ્યાત્મ–ગના સમૃદ્ધ જીવનના એકેકા એડકારની વર્ણનાતીત સુધાને માણવાનું સર્વોચ્ચ સૌભાગ્ય પામેલે આણુયુગને માનવ કેક-કલાની બાટલીના પીણામાં ડોલી વિવિધ અધર્યના ઝાકઝમાળે જગતને ભલે કઈ આંજી દે પણ અંતરને ઝાકઝમાળ જેની આંખને અડી પણ શક્તો ન હોય; સમગ્ર વિશ્વને સરમુખત્યાર શાસક ભલે બની ચૂક્યો હોય પણ આંતર વાસનાઓની પોતાની ઉપરની મુખત્યારીની જે કલ્પના પણ કરી શકતા ન હોય એ ગમે તે કહેવાતે હેય....પણ. આ ચરિત્રકથાને તે દ્રમક જ છે. આ વિધાન શું આશ્ચર્યજનક લાગે છે? જાતને લાગુ પડતું જાણીને? એમાં શું આશ્ચર્ય છે? આ તે તદ્દન સીધી સાદી વાત છે. વિશ્વના બધા રાજકારણના તમામ પ્રવાહને જ્ઞાતા પિતાની જ જાતથી સાવ અજ્ઞાત હોય! વિશ્વમાં બધે જ પોતાના બાહ્ય વૈભવને પથારે ફેલાવવાનું કૌશલ ધરાવતે માણસ પોતાની જાતથી જ નિર્વાસિત થઈ ચૂકેલે હોય? સેન્ડવીચના બધા જ પ્રકારોને જીગરથી ચાહત અને આરામથી આસ્વાદતે એક ગુલાબી માણસ પોતાના સ્વરૂપની વર્ણનાતીત સ્વાદમસ્તીથી જ સદા માટે વેગળે રહી ગયે હોય! - જેને આંતરજગતનું કેઈ ઐશ્વર્ય સાંપડયું નથી. જે શાશ્વત સૃષ્ટિના ઝાકઝમાળની કઈ મસ્તીને કદી પામી શક્ય નથી; જેને પિતાના જ અખૂટ વૈભવસાગરનું સ્વરૂપદર્શન કદી થયું નથી, જે અનંતનું રસદર્શન સ્વમમાં પણ પામે નથી એને બિચારે' ન કહે તે શું કહેવું? દ્રમક ન કહે તે શું કહેવું? - જેનામાં સામર્થ્ય છે સિદ્ધશિલા ઉપર પલાઠી લગાવીને બેસી જવાનું અને ત્યાંથી એકી સાથે અનંત અપરિમેય નાટકે જોવાનું. આવી અપૂર્વ રસમસ્તી માણવાનું પરમ સૌભાગ્ય ધરાવતે એક આત્મા “કલીપેટ્રા’ ફિલ્મના દ્રશ્યને સિને પડદા ઉપર જોવા માટે દોડધામ કરતે રહે તેની ટિકિટ લેવા! સિને ટોકિઝના પગારદાર ઝાડૂ કાઢનારાની દાઢીમાં હાથ નાંખતા ન લાજે એક ટિકિટ મેળવી લેવા! અરે એ રીતે ય એક ટિકિટ મળી જાય તે એની ખુશનસીબીને પાર ન રહે! કેવી કમનસીબી ! છે. અંતરમાં અફાટ ઊમટો છે પ્રકાશને નિરવધિ સાગર! અરે હેલે ચડ્યું છે હેલે! છતાં ય કેવી અકસની વાત કે માધિયારી રાતે પેશાબ કરવા ઊઠતાં જ એ અથડાય કેક શિલાલે! ટિચાય ક્યાંક, અને દબાઈ જાય બટન! “પ્રકાશ” કાશ' ની અંતરમાં ઘૂમતી બૂમ કે'ક દી જે સંભળાઈ છે તે શરમાઈ જશે પ્રકાશના પંજની થએલી એ દુર્દશા પર આત્મા. રત્નત્રયીને સ્વામી ફક્ત પાંચ હજારની ધૂળ જેવી લેટરીના વિજ્યમાં ગાંડો ઘેલો બની શકે છે! અનંત વિશ્વના અનંત એશ્વર્યને બેતાજ બાદશાહ લેનથી ઊભા કરેલા સોસાયટીના એક કેટેજનું આધિપત્ય મેળવીને તેમાં ગલગલિયાં અનુભવી શકે છે! તદ્દન સ્વાધીન આત્મા! બેરીવલીથી સેન્ટલનીલેલ ટ્રેન પકડે છે! એક પગ બહાર લટો રાખીને, દરવાજાને વળગી રહીને, ગાળો દેતે અને અશ્લીલ ગીતે ગાતે હવામાં અદ્ધર ઊડે છે! અનંતબલી ! માખી પણ ઉડાડી ન શકે! અનંતજ્ઞાની ! માથા પાછળ પડેલી ચીજને પણ જાણી ન શકે! અનંત પ્રકાશ! અંધારે અટવાય! અનંત આનંદ સાગર ! શેકના ખાબોચિયે અકળાઈ ઊઠે? જેની પાસે કાંઈ જ નથી છતાં એ “કાંઈ જ નથી” માં જ બધું સમાઈ ગયું છે; કશું ય બાકી રહેતું નથી એને હવાઈનટાપુના અનનાસથી માંડીને ઈટલિની ચેરીઝ નાસ્તાની રકાબીમાં જોઈએ છે! જે સ્વરૂપે અરૂપ છે, અરૂપનું કશું કઈ બગાડી શકતું જ નથી છતાં એ અરૂપને પણ ટેબલ કલોથ અને નેપકીનના રંગનું મેચીંગ ન થયું હોય, સાડી અને રિબીનના કલર્સ મેચ ન થયા હોય, તે એ (શ્રીમાન કે શ્રીમતી) ની પાર્ટી બગડી જાય છે! અરે! બધું જ બગડી જાય છે! જેની ટચલી આંગળીએ કેટાનકેટિ બ્રહ્માડે ખડે પગે ઊભા રહી શકે છે એ આત્માને જડપરમગુની કાંધે ચડાવીને એની સ્મશાનયાત્રા કાઢવામાં આવે છે!
SR No.004358
Book TitleUpmitibhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year
Total Pages306
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy