SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ આ એક રૂપકકથા છે. કથાને નાયક છે દ્રમક, એક સંસારી જીવ. દ્રમક એટલે ભિખારી, દ્રમક એટલે રેગી; દિલને. ધનથી કદાચ એ સમૃદ્ધ પણ હોય, તનથી કદાચ એ પુષ્ટ પણ હોય, કૌટુમ્બિક સુખથી એનું જીવન સરવરિયું કદાચ છલકાઈ ગયું પણ હોય, માન-મરતબાના સર્વોચ્ચ શિખરેને કદાચ એણે પગની એડી તળે ચગદી પણ નાંખ્યાં હોય. છતાં...દિલને એ ભિખારી હોય તે આ રૂપકથાનો એ દ્રમક જ છે. દ્રમક હોઈ શકે, કોટાનકોટિ સમૃદ્ધિને સ્વામી એન્ડ્રુઝ કાર્નેગી. દ્રમક હોઈ શકે, તેલના કૂવાઓને “કિંગ’ કુંવંતને શેખ. દ્રમક હોઈ શકે, સાત સાગરને તરવૈયે મિહીર સેન. દ્રમક હોઈ શકે, અંતરિક્ષયાત્રી ગ્રેગેરીન. ગમે તેની પાસે ગમે તે પ્રકારનું અઢળક ઐશ્વર્ય ભલે હોય. ભલે રહ્યું; પણ જે તે માણસ પાસે દિલ નથી; દિલમાં દયાનું કેઈ સંગીત નથી. રે! એ સંગીતને એકાદ પણ સૂર નથી તે એ માણસ આ રૂપકકથાને નાયક દ્રમક જ છે એમ અવશ્ય સમજી લેવું જોઈએ. દયનીયને જોઈને દયાને અંકૂર ન કટ અંતરમાં .તે એ અંતર ભિખારી છે. એવા અંતરને સ્વામી પણ ભિખારી છે. વિનાશી જગતની ક્ષણિક્તા અનુભવ્યા છતાં રૂવાંડે ય એનું કેઈ કમ્પન ન થાય તે એ હજારે રૂંવાડાને સ્વામી દ્રમક નહિ તે બીજે કયું છે? જડ પુદ્ગલના અવનવા સપ્તરંગી આકર્ષણના ઝબકારાઓમાં જેના નેત્ર યુગલે અંજાઈડઘાઈ જાય; અને જેને મૃત્યુની પેલે પારની ઉઘાડી દુનિયાના એક પરમાણનું ય દર્શન ન થાય એ દ્રમક નહિ તે બીજે કયું છે? સત્યને સ્પર્શી જ ન શકે, અસત્યને સર્વાગે આશ્લેષ આપ્યા વિના પળભર પણ જે જીવી ન શકે એ દ્રમક. દ્રમક શબ્દનું આ જ અર્થઘટન છે. સંપાદકીયઃ..... વિનાશીના પ્યારમાં ભાન ભૂલીને, અવિનાશીની મહેમ્બતને વીસરતે, રે! ધિક્કારતે સ્વાર્થચકચૂર કઈ પણ આત્મા; શેઠ કે નેકર, પ્રધાન કે પટાવાળે, કરેડપતિ કે રોડપતિ, સુરૂપ કે કુરૂપ, સબળ કે નિર્બળ, જ્ઞાની કે અજ્ઞાની; બધાય ય કમકના જ વિવિધ સ્વરૂપો છે. - જગત એક છે. દ્રમુકના બહુમુખી રૂપથી એ ખીચખીચ ભરેલું છે. પળભર ચાલ્યા જાઓ અંતરની કેટડીમાં અને આકાશગંગાઓને ય પિતાની ગાદમાં સમાવી લેવાની અદ્ભુતશક્તિ ધરાવતાં દૂરદર્શક દૂરબીનને હાથમાં લે. અને લગાડો અંતરની આંખે. તમને અગણિત આત્માઓ દેખાશે દમકના સ્વરૂપે. દૂર દૂરના ક્ષિતિજેમાં દ્રમક દેખાશે; મધ્યમાં પણ કમકે દેખાશે, તમારા દેશમાં, ગામમાં, અને તમારા ઘરમાં પણ તમને અનેક દ્રમનાં દર્શન થશે અને જરા આગળ વાત કરું? તમે તમારી જાત તરફ પણ જરા જોઈ લેજો. કદાચ એમાંય કમકનું જ હૂબહૂ સ્વરૂપદર્શન થઈ જાય તો નવાઈ નહિ. દિલના ભિખારી બધા દ્રમક. અઢળક સંપત્તિને સ્વામી! કેડેટ કારમાં જ ફરતે એક ધનાઢય ગર્ભશ્રીમંત!પણુ સહુનું હજમ કરી જવાની સ્વર્ધાન્યવૃત્તિના વિષથી જ ભરેલ કેઈ નાગ, જે અંતરમાં બેસીને ફંફાડા મારતા હોય તે એ શ્રીમંત ભિખારી ન કહેવાય શું? નાયલેનની સાડી પહેરીને ચાલી જતી એક રૂપગર્વિતાના દિલમાં અનેકના જીવન લૂંટી માણવાની વૃત્તિઓની આગ ભભૂકી ઊઠેલી હોય તે તે રૂપગર્વિતાની દ્રરિદ્રતામાં કઈ શંકાને સ્થાન છે ખરું? સત્તર સત્તર ભાષાઓને જાણ પણ જેને જીવને ચાહવાની જ ભાષા નથી આવડતી. સાવ જ મૂંગે છે એ ભાષાના ઉચ્ચારથી તે એને ભાષાને સ્વામી કહે કે ભિખારી? વિશ્વને ખૂણે ખૂણે ભલે કઈ ખૂંદી નાંખે પણ આતમના એક પ્રદેશે પણ જે સ્થિર ઊભે ય રહી ન શક્તિ હોય;
SR No.004358
Book TitleUpmitibhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year
Total Pages306
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy