________________ योगविंशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-१९ - तस्मादूपिद्रव्यविषयं ध्यानं सालम्बनं अरूपिविषयं च निरालम्बनमिति स्थितम् / / 19 / / ઉપરથી બધી ચર્ચાનો નિષ્કર્ષ એ આવ્યો કે - રૂપીદ્રવ્યને લગતું ધ્યાન તે સાલંબન-ધ્યાન છે અને અરૂપીદ્રવ્યને લગતું ધ્યાન તે નિરાલંબન-ધ્યાન છે. 19 તાત્પર્ય: આ પૂર્વેની ગાથાઓમાં સ્થાનયોગ, ઊર્ણયોગ, અર્જયોગ અને આલંબનયોગનું વર્ણન કર્યા પછી આ ૧૯મી ગાથામાં અનાલંબનયોગનું વર્ણન કર્યું છે. એમાં છેલ્લા બે યોગની અપેક્ષાએ વિચારીએ તો - યોગ બે પ્રકારનો છે : 1 - સાલંબનયોગ અને 2 - નિરાલંબનયોગ. - એ જ રીતે ધ્યાન પણ બે પ્રકારનાં છે : 1 - સાલંબનધ્યાન અને 2 - નિરાલંબનધ્યાન. - જે આલંબન-સહિત હોય તેને સાલંબન' કહેવાય છે અને જે આલંબન વિનાનું હોય તે નિરાલંબન' કહેવાય છે. - જે ધ્યાન કેયોગમાં સમવસરણમાં રહેલ તીર્થંકર પરમાત્મા કે તેમની પ્રતિમાનો સહારો લેવાય તેને “સાલંબનધ્યાન” કે “સાલંબનયોગ' કહેવાય. - જે ધ્યાન કે યોગમાં પરમાત્માની સિદ્ધાવસ્થા, અરૂપી અવસ્થા કે સિદ્ધાવસ્થાના કેવળજ્ઞાન વગેરે ગુણોનો સહારો લેવાય તે નિરાલંબન ધ્યાન” કે “નિરાલંબનયોગ' કહેવાય છે. - પરમાત્માની રૂપી અવસ્થાનો સહારો લઈને કરાતો યોગ કે ધ્યાન એ“સાલંબનયોગ', “સાલંબનધ્યાન' છે અને પરમાત્માની અરૂપી અવસ્થાનો સહારો લઈને કરાતો યોગ કે ધ્યાન એ નિરાલંબનયોગ', નિરાલંબનધ્યાન છે. - પરમાત્માની અરૂપી અવસ્થાનો સહારો એ નામ માત્રનું આલંબન હોઈ એને અનાલંબન કે નિરાલંબન માનવું એ ઉચિત જ છે. - આ અનાલંબનયોગ સામર્થ્યયોગ સમયે હોય છે. - “યોગદષ્ટિસમુચ્ચયમાં જે 1- ઈચ્છાયોગ, 2- શાસ્ત્રયોગ અને ૩-સામર્ણયોગનું વર્ણન કર્યું છે, તે પૈકીના ત્રીજા ‘સામર્થ્યયોગમાં આ અનાલંબન યોગ પ્રગટે છે. - સામર્થ્યયોગ પણ મુખ્ય અને ગૌણ, એટલે કે તાત્વિક અને અતાત્વિક એમ બે પ્રકારનો છે. એમાંનો તાત્ત્વિક કોટિનો સામર્થ્યયોગ પણ 1 - ધર્મસંન્યાસ યોગ અને 2 - યોગસંન્યાસ યોગ, એમ બે પ્રકારનો છે. ક્ષપકશ્રેણી કાળમાં આઠથી બારમા ગુણસ્થાનક સુધીમાં થતો સામર્થ્યયોગ એ ધર્મસંન્યાસરૂપ સામર્થ્યયોગ હોય છે અને તેરમાં ગુણસ્થાનકના અંતે “આવર્જીકરણ’ પછીના સમયમાં પ્રગટતો સામર્થ્યયોગ એ યોગસંન્યાસરૂપ સામર્થ્યયોગ હોય છે.. - અહીં જે સામર્થ્યયોગની વાત કરી છે, તે તાત્વિક કોટિના ધર્મસંન્યાસરૂપ સામર્થ્યયોગની વાત છે. - ક્ષપકશ્રેણી કાળમાં થતાં બીજા અપૂર્વકરણ સમયે જે ક્ષયોપશમભાવના ક્ષમા વગેરે ધર્મોનો ત્યાગ કરાય ' છે, તે ક્ષયોપશમ ભાવના ક્ષમાદિ ધર્મોના ત્યાગરૂપ આ સામર્થ્યયોગ હોય છે અને એ સામર્થ્યયોગના કાળમાં નિસંગ અને અનવરત (અખંડપણે) પ્રવૃત્ત થયેલ એવી પરતત્ત્વના દર્શનની - કેવળજ્ઞાનાદિ સ્વભાવવાળી શુદ્ધાત્મ પ્રદેશસ્વરૂપ - સિદ્ધાવસ્થાના દર્શનની ઈચ્છારૂપ આ અનાલંબનયોગ હોય છે. - આવા ક્ષપકશ્રેણીના સાધકને જ્યારે કેવળજ્ઞાન થાય છે, ત્યારે પરતત્ત્વ-પરમાત્મતત્ત્વનું દર્શન થાય