________________ યોગને આચારમાં કઈ રીતે લાવવો તે સાધકને સમજાવવા માટે ચૈત્યવંદનાદિ ક્રિયા સાથે જોડી બતાવ્યો છે અને એની સાથોસાથ આ ક્રિયા અને તેનાં સૂત્રો પણ કોને આપવાં-ન આપવાં તે પણ દર્શાવ્યું છે. આગમીકશૈલીએ અપ્રધાન દ્રવ્યાનુષ્ઠાન, પ્રધાન દ્રવ્યાનુષ્ઠાન અને ભાવાનુષ્ઠાનની વાતોને યોગગ્રંથોની પરિભાષામાં ઢાળતાં અનુષ્ઠાન પંચકની વાત પણ અદ્ભુત રીતે વણી લીધી છે. જેમાં વિષાનુષ્ઠાન, ગરાનુષ્ઠાન, અનનુષ્ઠાન, તહેતુ અનુષ્ઠાન અને અમૃત અનુષ્ઠાનનું સ્વરૂપ સમજાવીને વિષ, ગર અને અનનુષ્ઠાનને અહિત કરનારા જણાવી ‘ઢય’ તરીકે અને તહેતુ, અમૃત અનુષ્ઠાનને હિત કરનારાં જણાવી “ઉપાય' તરીકે વર્ણવ્યાં છે. અહીં “અનુષ્ઠાનના વિષ-ગર વગેરે આ પાંચ પ્રકારો તો પાતંજલ દર્શનના છે, જૈનદર્શનને એની સાથે શું લાગે વળગે ?" એવી કોઈ ભ્રમણા ન થાય તે માટે “સ્વતને સંવાદિતા' પદ દ્વારા મહર્ષિ પતંજલિએ વર્ણવેલ પાંચેય અનુષ્ઠાનોને ગ્રંથકાર પૂ.આ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજે જૈન દર્શન સાથે સંવાદિત કરીને રજૂ કર્યા છે. એમ સ્પષ્ટ કર્યું છે અને યોગબિંદુ ગ્રંથની વૃત્તિનું આ પદ જોતાં આ વાતની યથાર્થતામાં કોઈને કોઈ વિકલ્પ કરવાનો અવકાશ રહેતો નથી. જેઓ માત્ર કિયાના જ પક્ષપાતી છે. તેમને વિધિશુદ્ધિ કે આશયશુદ્ધિ સાથે જેમને લાંબો સંબંધ નથી, જેઓ ઠિયા માત્રમાં જ તીર્થની રક્ષા અને પ્રવર્તન થવાનું જોઈ રહ્યા છે, તો વળી વિધિશુદ્ધિ કે આશયશુદ્ધિની વાત રજુ કરવામાં કે તેનો આગ્રહ રાખવામાં તીર્થનો નાશ થવાનું જુવે છે, તેમને સવિસ્તરે સમજ આપવા અને તેમની તે માન્યતા કેટલી ખોટી, ભ્રામક અને તીર્થલોપ કરનારી છે. તેને સવિસ્તર સમજાવીને છેલ્લે છેલ્લે જેઓ એવી અતિરેકભરી ભ્રમણામાં રાચતા હોય કે, “કરવી તો વિધિશુદ્ધ - આશયશુદ્ધ ક્રિયા જ કરવી, નહિ તો ન કરવી તેમને પણ માર્મિક હિતશિક્ષા આપીને - “શુદ્ધિના લક્ષ્યવાળી અશુદ્ધ ક્રિયાઓ પણ અંતે શુદ્ધ જ બનતી હોય છે.” અશુદ્ધ ક્રિયાને તાંબાની ઉપમા, સદાશયને - શુદ્ધિના ભાવને રસાયણની ઉપમા અને શુદ્ધકિયાને સુવર્ણની ઉપમા આપીને જણાવ્યું કે, “તાંબા જેવી પણ અશુદ્ધ કિયા જો સદાશય-શુદ્ધિના ભાવરૂપ રસ (પારા)થી વેધ પામે તો તે અશુદ્ધ પણ કિયા સુવર્ણ જેવી શુદ્ધ થાય છે.” .. પહેલેથી દરેકની દરેક ક્રિયા દરેક રીતે શુદ્ધ જ હોય એમ બનવું શક્ય નથી અને કરવી તો શુદ્ધ જ કરવી, નહિ તો ન જ કરવી - એવો આગ્રહ રખાય તો કિયાનો જ ઉચ્છેદ થઈ જશે અને શુદ્ધિના આગ્રહરૂ૫ સદાશય વિના ગમે તેવી ક્રિયાને ગમે તે રીતે કરવા-કરાવવાનો આગ્રહ રખાશે તો પણ તીર્થનો ઉચ્છેદ થઈ જશે. આ વાતને સવિસ્તર સમજાવી શુદ્ધ કિયા અને શુદ્ધ કિયાના આગ્રહવાળી અશુદ્ધ પણ ક્રિયા દ્વારા તીર્થની રક્ષા, તીર્થનો અનુચ્છેદ થઈ શકશે તે વાત સિદ્ધ કરી આપી અને એ દ્વારા ધર્મોપદેશકે કેવો ધર્મોપદેશ આપવો ? એણે પોતાના ઉપદેશની દિશા અને ઢાળ કયો રાખવો ? એ માટે પણ સુંદર, સ્પષ્ટ, પારદર્શક માર્ગદર્શન આપ્યું છે. આ પછી આગળ વધતાં યોગના પ્રીતિયોગ-ભક્તિયોગ-વચનયોગ અને અસંગયોગ એમ ચાર પ્રકાર બતાવ્યા અને અસંગયોગમાં અનાલંબન યોગનો સમવતાર કરતાં આલંબનયોગ-સાલંબનધ્યાન અને અનાલંબનયોગઅનાલંબનધ્યાનનું નિરૂપણ કરતાં “પડશક, યોગદષ્ટિ સમુચ્ચય, વિશેષાવશ્યક ભાષ્ય, પ્રવચનસાર” વગેરે ગ્રંથોના આધારે સાધનાજીવનની પરાકાષ્ઠાઓનું નિરૂપણ કરીને અનાલંબન યોગને અદ્ભુત રીતે વર્ણવ્યો છે. તે તો છેલ્લે છેલ્લે અન્ય દર્શનોમાં વર્ણવેલ યોગમાર્ગને જૈનશાસનના યોગનિરૂપણ સાથે સાપેક્ષ રીતે તોળી આપીને ગ્રંથકારશ્રી અને વૃત્તિકારશ્રીએ પોતાના જ્ઞાનગર્ભિત વૈરાગ્યનો પ્રતીતિકર પરિચય આપ્યો છે.