________________ योगविशिका प्रकरण सटीक, सानूवाद, गाथा-१९ 61 જજ अयं चांनालम्बनयोगः "शास्त्रसन्दर्शितोपायस्तदतिक्रान्तगोचरः / शक्तत्युरेकाद्विशेषेण, सामर्थ्याख्योऽयमुत्तमः / / 5 / / " [योग० समु०] इति श्लोकोक्तस्वरूपक्षपकश्रेणीद्वितीयापूर्वकरणभाविक्षायोपशमिकक्षान्त्यादिधर्मसंन्यासरूपसामर्थ्ययोगतो निस्सङ्गानवरतप्रवृत्ता या परतत्त्वदर्शनेच्छा तल्लक्षणो मन्तव्यः / आह च - "सामर्थ्ययोगतो या, तत्र दिदृक्षेत्यसङ्गशक्त्याढ्या / - સાડનાડૂનો, પ્રોસ્ત તને યાવત્ " [ 21-8]. 'तत्र' परतत्त्वे द्रष्टुमिच्छा दिदृक्षा 'इति' एवं स्वरूपा असङ्गशक्त्या' निरभिष्वङ्गावनरतप्रवृत्त्या 'आढ्या' पूर्णा 'सा' परमात्मदर्शनेच्छा अनालम्बनयोगः, परतत्त्वस्याऽदर्शनं अनुपलम्भं यावत्, परमात्मस्वरूपदर्शने तु केवलज्ञानेनानालम्बनयोगो न भवति, तस्य तदालम्बनत्त्वात् / अलब्धपरतत्त्वस्तल्लाभाय ध्यानरूपेण प्रवृत्तो ह्यनालम्बनयोगः, स च क्षपकेन धनुर्धरेण, क्षपकश्रेण्याख्यधनुर्दण्डे, लक्ष्यपरतत्त्वाभिमुखं तद्वेधाविसंवादितया व्यापारितो यो बाणस्तत्स्थानीयः, यावत्तस्य न मोचनं तावदनालम्बनयोगव्यापारः, यदा तु ध्यानान्तरिकाख्यं तन्मोचनं तदाऽविसंवादितत्पतनमात्रादेव लक्ष्यवेध અનાલંબન યોગનું જ સ્વરૂપ જણાવે છે કે - “શાસ્ત્ર બતાવેલા ઉપાયોવાળો અને વિશેષ રીતે શાસ્ત્ર દ્વારા ન વર્ણવી શકાય તેવો શાસ્ત્રયોગ પછી આવનારો આત્માની પ્રબળ શક્તિના કારણે પ્રગટેલો “સામર્થ્યયોગ” નામનો ઉત્તમયોગ છે.” (યોગદૃષ્ટિ સમુચ્ચય-૫] 1 - આ શ્લોકમાં જણાવેલ સ્વરૂપવાળી ક્ષપકશ્રેણીકાળમાં જે બીજું - અપૂર્વકરણ આવે છે, તેમાં થતા ક્ષયોપશમ ભાવના ક્ષમા વગેરે ધર્મોના ત્યાગ સ્વરૂપ... સામર્થ્યયોગ હોય છે. એ સામર્થ્યયોગથી નિઃસંગ અને સતત પ્રવૃત્ત એવી પરમાત્મદર્શનની ઈચ્છારૂપ આ “અનાલંબન' યોગ માનવો. " (પંદરમા ષોડશક'ની આઠમી ગાથામાં) કહ્યું છે કે - આ “સામર્મયોગના કારણે ઉત્પન્ન થતી અસંગશક્તિથી પૂર્ણ એવી પરમતત્ત્વને જોવાની ઈચ્છાને “અનાલંબન યોગ” ' કહેવાય છે. તે અનાલંબન યોગ પરમાત્મદર્શન ન થાય ત્યાં સુધી રહે છે.” પરતત્ત્વને (કેવળજ્ઞાનરૂપ આત્મસ્વરૂપને) જોવાની ઈચ્છાને દિદક્ષા' કહેવાય છે. પૌગલિક આશંસાથી રહિત અને સતત એવી પ્રવૃત્તિથી પૂર્ણ એવી પરમાત્માના (કેવળજ્ઞાનરૂપ આત્મસ્વરૂપના) દર્શનની ઈચ્છાને “અનાલંબન યોગ' કહેવાય છે. તે જ્યાં સુધી પરતત્ત્વનું (કેવળજ્ઞાનરૂપ આત્મસ્વરૂપનું) દર્શન ન થાય ત્યાં સુધી હોય છે. કેવળજ્ઞાનના યોગે જ્યારે પરમાત્મ સ્વરૂપનું (કેવળજ્ઞાનરૂપ આત્મસ્વરૂપનું) દર્શન થઈ જાય ત્યારે અનાલંબન યોગ હોતો નથી, કારણ કે, ત્યારે કેવળજ્ઞાન પોતે જ આલંબન રૂપ બની જાય છે. (પરમતત્ત્વ પામવાની ઈચ્છા હોવા છતાં) જે આત્માઓને હજુ સુધી એ પરમતત્ત્વ પ્રાપ્ત થયું નથી, તે આત્માઓ એ પરમતત્ત્વ (કેવળજ્ઞાન) મેળવવા માટે ધ્યાનરૂપ જે પ્રવૃત્તિ કરે છે તે જ અનાલંબનયોગ છે. , ક્ષપકશ્રેણીગત આત્મારૂપી ધનુર્ધારી, ક્ષપકશ્રેણીરૂપી ધનુષ્ય દંડ ઉપર, (ગોઠવેલ) અનાલંબનયોગરૂપી બાણને, * ધ્યાનાંતરિકારૂપી બાણ છોડવાની ક્રિયાથી, પરમતત્ત્વની પ્રાપ્તિરૂપ લક્ષ્યને ઉદ્દેશીને તેને વિંધવામાં નિષ્ફળ ન જાય તે