________________ ussy - જૈનશાસન શિરતાજ તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ આઠ-આઠ દાયકા સુધી પ્રવચન ગંગાનું વહેણ વહેવડાવી ભારતભરના ભવ્યોને જિનાજ્ઞા-મર્મનું મહાપ્રદાન કર્યું હતું. તેના મૂળમાં તેઓશ્રીમદે આજીવન કરેલી આગમાદિ શ્રુતની અપ્રમત્ત ઉપાસના હતી. તેઓશ્રીમદની વ્યુતસિદ્ધિ અને શ્રુતવિનિયોગની હાર્દિક અનુમોદનાના બીજરૂપ તેઓશ્રીમદુની પુણ્યસ્મૃતિને શાશ્વત બનાવવા કાજે અમોએ તેઓશ્રીમદ્ના મંત્રતુલ્ય નામ સાથે સંકળાયેલ ‘પૂ.આ.શ્રી. વિજય રામચંદ્રસૂરિસ્મૃતિ સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથમાળા’ પ્રકાશિત કરવાનો શુભ નિર્ણય કર્યો હતો. તેઓશ્રીમદ્ના પટ્ટાલંકાર સુવિશાલ ગચ્છાધિરાજ પૂ.આ.શ્રી. વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજાના આશીર્વાદથી આ શ્રેણીમાં અમો ઠીક-ઠીક આગળ વધી શક્યા હતા. વર્ધમાન તપોનિધિ પૂ.આ.શ્રી વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજની છત્રછાયા અને તેઓશ્રીના શિષ્યપ્રવર. પ્રવચન-પ્રભાવક પૂ.આ.શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજાના શાસ્ત્રીય માર્ગદર્શનને પામી વિવિધ શ્રુત- સેવી મુનિવરો આદિ દ્વારા વિવિધ વિષયના પ્રતાકાર તેમજ પુસ્તકાકારે અનેક ગ્રંથો છપાયા બાદ આ જ શ્રેણીના ૧૭મા પુષ્પ તરીકે ‘યોગવિંશિકા પ્રકરણમ્' ગ્રંથરત્નનું પ્રકાશન કરતાં અમને સવિશેષ આનંદની અનુભૂતિ થઈ રહી છે. માર્ગદર્શક પૂજ્ય આચાર્યદેવ ઉપરાંત, તેઓશ્રીમદ્ના નિશ્રાવર્તી પૂ.મુ.શ્રી.મતિરત્નવિજયજી મહારાજ, પૂ.મુ શ્રી રત્નયશવિજયજી મહારાજ, પૂ.મુ.શ્રી. મંગલયશવિજયજી મહારાજ આદિ મહાત્માઓએ સંશોધનાદિમાં પુષ્કળ જહેમત લીધી છે. તો વિદૂષી પૂ.સાધ્વીજી શ્રી ચંદનબાલાશ્રીજી મહારાજે પણ મુફ સંશોધનાદિમાં સારી સહાય કરી છે તે બદલ અમો તેમના ઋણી છીએ. પરમ યોગીશ્વરશ્રી અરિહંતપ્રભુ અને તેમના આજ્ઞાશાસનના વર્તતા પ્રત્યેક સૂરિ-વાચક-સાધુવંદના અનુગ્રહ તેમજ શાસનદેવોની શુભ સહાયથી યોગમાર્ગના ભાવના પ્રકાશક આવા વધુને વધુ ગ્રંથોના પ્રકાશનમાં અમે નિમિત્તરૂપ બનીએ એવી ભાવના ભાવવા સાથે સહુ કોઈ યોગસામ્રાજ્યના સ્વામી બની શાશ્વત સુખરૂપ મોક્ષને પામે એ જ શુભકામના. - સંત્સા પ્રદર્શિત