SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યારે તેને કહ્યું કે એમના પુસ્તકમાં મૂંગારરસ આપને વધારે પડતું નથી લાગે? કહ્યું કે એ લેખકના - બે ચાર પુસ્તકનાં થઈને 25-50 થી વધુ પાનાં જોવાનું મારાથી બન્યું નથી. તેને કહ્યું હું થોડાં પુસ્તકો આપી જઉં, જોઈને જવાબ આપજે. મેં કહ્યું કે ખીચડીના દાણાની જેમ તપાસી શકીશ. તેમને સંમતિ આપી. બે દિવસ પછી પાછો આવ્યો ત્યારે મેં કહ્યું કે તારી વાતમાં તથ્ય છે. લેખકે સ્ત્રી પાત્રને વધુ પડતા વર્ણવી ચગાવ્યા છે એમ મારી પ્રાથમિક નજરે મને લાગ્યું છે. નક્કર અભિપ્રાય તે પુસ્તક પૂરૂં વાંચ્યા બાદ જ આપી શકાય. પણ જે કહી રહ્યો છું તે તેની મર્યાદા પૂરતું તથ્ય છે. ' આ સાંભળી પિતાના મનને મળતે અભિપ્રાય સાંભલી તેને તૃતિ અનુભવી. એ જ એક ત્રીજો પ્રસંગ બીજા એક મારા પુરાણા લેખક મિત્ર જેમનું નામ ન લખતાં એમના માટે ટ્રકે નિર્દેશ કરે કે તેમના પુસ્તકનું ભોગી અને ત્યાગી બંને વર્ગમાં એક સરખું આકર્ષણ વધી રહ્યું છે. જો કે મેં તે એમની નવલકથા થોડી ઘણી પણ વાંચી ન હતી. આ જમાનાના વાતાવરણ વચ્ચે લખાએલી નવલકથાઓ , ઉગતા, ભણતા કે યુવાન સાધુ સાધ્વીજીઓ વાંચે તે મારી દષ્ટિએ જાણેલા અનુભવોના કારણે અનેક રીતે અયોગ્ય હોઈ, હું અમુક અપેક્ષાએ વિરોધી વિચાર ધરાવતું હતું. આ કથાઓ કઈ ઉમ્મરના કયા અને કેવા સાધુઓ વાંચવાનો અધિકાર ધરાવી શકે તે માટે હું એક સ્વતંત્ર અભિપ્રાય ધરાવતે હતે. પણ આ પુરત ઘણા સાધુ-સાધ્વીજીઓ પણ વસાવતા થયા છે. તે રસ પૂર્વક વાંચે છે. મારા કેટલાક મિત્રો પ્રસ્તુત લેખકના ઘણીવાર વખાણ પણ કરતા હતા. તેથી મને રવાભાવિક લાગ્યું કે જરૂર એમાં કંઈક આકર્ષણનું તત્વ જરૂર છે? આકર્ષણ છે એટલે વિવિધ કારણે સર મને તે પુસ્તક પર નજર નખવી જરૂરી લાગી, અને એક વખત નિમિત્ત મળતાં લેખકના બે ત્રણ પુસ્તકનાં પાનાનું સિંહાવલેકન પણ કરી ગયો. ઉપરોક્ત લેખકેના કથાગ્રના અવલોકનથી મારા પર એવી છાપ પડી કે પ્રસ્તુત લેખકે મૂંગારરસના જ્યાં જ્યાં પ્રસંગે ઊભા થયાં ત્યાં ત્યાં, તે રસને બહેલાવવા શબ્દો, ઉપમા, અલંકાર અને તેને લગતી અન્ય સામગ્રીઓને સારો એ ઉપયોગ કરીને વાતાવરણને જે રીતે ઉત્તેજનાજનક બનાવ્યું છે તે જોતાં લાગ્યું કે તેઓએ મર્યાદાની લક્ષ્મણ રેખાને ઓળંગી લે છે જ. જો કે ચારેય બાજુ વાતાવરણ દુષિત બન્યું હોય, પૂર બહાર જાતીયવૃત્તિનું ઝેર ઉછળી રહ્યું હોય, વાસનાના વંટોળીઆએ ઘુમરીઓ લઈ રહ્યા હોય, ત્યારે સિદ્ધાન્તનિષ્ઠ અને ઉચ્ચ વિચારધારા ધરાવનારા લેખકોને બચવું એ કાજળ ની કેટડીમાં રહેવું અને જરાય ડાઘ ન લાગવા દે, એના જેવું વિટ અને કપરૂં છે એમ છતાં એ કાર્ય હરગીજ અશક્ય નથી. જેને રણજીવિકા સતાવતી ન હોય, આર્થિક પ્રલોભનથી જે પર હોય, સસ્તી પ્રસિદ્ધિથી ૫રાંગમુખ હેય, એવા વાચકેના હિતેચ્છુ અને સત્ત્વશીલ લેખકે, ઉપરોક્ત સુગરકેટેજ ઝેર પીરસવાના પાપથી અસ્પૃશ્ય રહી શકે. પણ એવા લેખકે કેટલા? વળી જે હોય તે પૈસા આગળ અને પ્રકાશકની ઇચ્છા આગળ પિતાનું વિચાર સ્વાતંત્ર્ય જાળવી શકે છે ખરા? આ બધાય પ્રશ્ન લેખકોને માટે મૂંઝવનારા છે. હું જાણું છું ઘણીવાર સંગેના શિકાર બનીને:લેખકને પિતાની સ્વતંત્રતા અને વિચારોને પણ
SR No.004341
Book TitleVairagyarati
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1969
Total Pages316
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy