________________ પવિત્ર નારી જગતની થઈ રહેલી દર્થના આજના કલાકારો, ચિત્રકાર, વિવિધ ધંધાદારીઓ, પત્રકારે, લેખકે, પ્રકાશકે વગેરે વગેએ નારી જાણે જાહેર પ્રદર્શન માટેનું મોડેલ કે રમકડું હોય એમ પિસ્ટરો, જાહેરખબરે, સીને સામાયિકે, પત્રો, પુસ્તકના જેકેટ, ફેટ, ચિત્રો અને પિતાની વેચાણુ ચીજો ઉપર ચિત્ર-વિચિત્ર અને અદશનીય, અશ્લીલ, ઉત્તેજક અને બીભત્સ રીતે ચમકાવવામાં કયાં કયાશ રાખી છે? આજે જાણે * ગત નારીમચું ન હોય એવી પરિસ્થિતિ ખડી થઈ ગઈ છે. સહુ કોઈ એને જ પ્રતીક બનાવીને આગળ વધે છે. સમાજમાં જાતીયતા–સેકસ) કામુકતાને જવર ઈન્ફલ્યુએન્ઝાની જેમ કેવો વ્યાપક બની રહ્યો છે એની આ પારાશીશી છે-પ્રમાણપત્ર છે. કેવા તમાસા આજે જાહેરમાં ઉજવાઈ રહ્યા છે, ' અરે! એને પ્રબળ પુષ્ટિ આપે એવી બીજી વાત યાદ આવી. આજે મીસ ઈ ડ્યિા (ભારત સંદરી ) મીસ વર્ડ ( વિશ્વસુંદરી)ની પસંદગીના શરમ તીન કેવા કેવા તમાસાઓ ભજવાઈ રહ્યા છે અને તે પછી દુનિયામાં ડાહ્યા અને બુદ્ધિશાળી ગણાતા નેતાઓના પ્રમુખપદે! શું આ દેશની આ, ઓછી કરૂણ અને કલંક કથા છે? સ્ત્રી હવે જાણે બજારૂ ચીજ બની રહી છે કે બનાવવામાં આવી રહી છે. ભારતની સનારીને આત્મા જાગશે ખરો? પણ જે ભારતની આર્ય અને પવિત્ર ગણાતી નારીને આત્મા સાચી રીતે જાગી જાય તે આ દેશના ઘણા પ્રશ્ન હલ થઈ જાય. પણ આજે તે તે પુરુષોને ખુશ કરવામાં જ પિતાના દેહ-સૌન્દર્ય અને જીવનની ઇતિકતા સમજી બેઠી છે. પૈસાને મેહ, વાસના, સ્ત્રીસુલભ નબળાઈ એ અને અજ્ઞાનતા આ કારણે તે અસત અને અનાચારની ગર્તામાં ધકેલાઈ રહેલી છે. સ્ત્રી ગમે તેવી હુંશિયાર હોય તે પણ તેનામાં સરળતા, દયા, અને કરૂણનું જે તત્ત્વ છે તેથી તે ભરમાઈ-ભેળવાઈ ગમે તેવા રસ્તે કંટાઈ જાય છે. એથી જ એને “મુગ્ધા' કહેવામાં આવી છે. કેટલીક ચપલા પિતાના વ્યક્તિત્વ, સવ અને શીલ પ્રત્યે જાણી બુઝીને બેવફા બની રહી છે. કયાં 100, વરસ પહેલાંની નારીનું સર્વ, શીલ અને સંયમ! આપણું દુર્ભાગ્ય છે કે દેશમાં થઈ રહેલી ચારિત્રની કરૂણ હોનારતમાં જાણે-અજાણે તે નિમિત્ત કે ભાગીદાર બની રહી છે. અને મહાન પાપ બાંધી રહી છે. નારીએ બરાબર સમજી લેવું ઘટે કે જાહેર જીવનમાં તેની ચોક્કસ જવાબદારીઓ છે જ. આ બાબતમાં સમાજને રખેવાળ ગણાતે વર્ગ સુષુપ્ત છે. કાંત રક્ષક જ ભક્ષકેના પાઠ ભજવતા હોય છે. જેની મુખ્ય ફરજ છે એવા મહિલા મંડળે પણ નિષ્ક્રિય છે. આ એક અસાધારણ બાબત છે. એટલે હવે તે નારીના હૈયામાં ભગવાન વસે, એના અંતરને રામ જાગે, અને કોઈપણ પ્રકારના અનુચિત કાર્ય માટે પિતાને ઉપયોગ કરનારને સાફ સાફ ના સુણાવી દે, રોકડે રોકડું ફરકાવી દે કે અમે તમારી કઠપુતલીએ બનવા જમ્યા નથી. તમારૂં ગમે તેવું રમકડું બનવા હરગીજ તૈયાર નથી. શું તે આવી હિંમત કેળવશે ખરી? જે તે કેળવે તે જાતે દિવસે એકલી ચારિત્રની હોનારતથી જ નહિં પણ બીજી અનેક બદીઓથી આ દેશને-આ દેશની પ્રજાને બચાવી લેવાનું મહાન પુણ્ય હાંસલ કરશે. આથી પ્રજાને આત્મા, તેનું મન અને તેનું તન સ્વસ્થ અને તદુરસ્ત બનશે. પરદેશી ચિત્ર કથાઓ શું શીખવાડે છે ? આ દેશના ઘણાખરા છાપાઓમાં લગભગ પરદેશથી મંગાવામાં આવતી ચિત્રમય સળંગ કથા ચિત્રો દ્વારા જ થતી હોય છે, આ સળંગ ચિત્રપટ કથાની વેશભૂષા પરદેશી, બહુધા ભાષા પરદેશી,