SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ 15 હશિયારીને ફાંકા રાખનારાઓ, કઈ કઈ વખતે સારા કથાકાર પ્રત્યે કે કથા-વાર્તાપ્રધાન વ્યાખ્યાન વાંચનારાઓ પ્રત્યે એક પ્રકારને હીણો ભાવ રાખતા હોય છે. આજકાલ સમાજમાં એવું માનસ કેળવાઈ ગયું છે કે કથા કહેનારા સાધુ હોય તે તેના માટે એમ બેલી નાંખે કે- એમને શું આવડે છે, બિચારા વાર્તા કથા કરી જાણે છે. ઠીક છે મારા ભાઈ' આ રીતે સામાની લઘુતા થાય અને એના વિકાસમાં રૂકાવટ થાય અને શ્રોતાઓને અલાભ થાય, એવું બોલીને નિરર્થક, હાનિકર અને અનિચ્છનીય વર્તાવ કરે છે. આપણે ત્યાં કથાકાર એટલે સામાન્ય કેટિને, આવી માન્યતા ઘણી ઘર કરી ગઈ છે. આ કારણે ઘણા સુગ્ય સાધુઓની ઉપદેશક પ્રવૃત્તિને ધક્કો પણ પહોંચે છે. અલબત્ત ઘણીવાર કથાકાર અરય હોય, કથા કહેવાનો ઢંગધડે ન હોય, એના માટે હીણ દૃષ્ટિ સેવાય તે સમજી શકાય તેવું છે. પણ અચ્છા-કુશળ અને શ્રોતાઓને સતત ખેંચી રાખનારા કથાકારો માટે પ્રસ્તુત વલણ ધરાવવું તે અનચિત, અને અન્યાયકર્તા છે. ધર્મકથાકારને તે આઠ પ્રભાવક પૈકીને એક પ્રભાવક કહ્યો છે. કથાશ્રવણને રસ હવા અને પ્રકાશની માફક દુનિયાના ખૂણે ખૂણે સર્વત્ર વ્યાપ્ત છે. આમ સર્વ સામાન્ય જનતાના રસને વિષય કથાવાર્તા જ છે. હવે આ કથાએાના વિવિધ પ્રકારે આગમશાસ્ત્ર અને આગમેતર ગ્રંથમાં જે જોવા મળે છે તેને અંગે વિચારી લઈએ કથાના વિવિધ પ્રકારે ત્રીજો આગમ “ઠાણાંગ' છે. એમાં ક્રમ વ્યત્યય કરીને કથાના ત્રણ પ્રકાર બતાવ્યા છે. 1. અર્થ કથા 2. ધર્મકથા અને 3. કામકથા. 1444 ગ્રન્થના કર્તા મહાન અને અજોડ ભારતીય ગ્રન્થકાર શ્રી હરિભદ્રસૂરિજીએ ‘સમરાઈકહા” ના નામના ગ્રંથમાં ચાર પ્રકાર નાંધ્યા છે. ત્રણ તે આગમક્ત ઉપર કહ્યા તે જ અને ચોથા પ્રકારમાં - ‘સંકીર્ણકથાને ઉમેરતાં ચાર.. સિદ્ધહસ્ત, અભુત કલ્પનાકાર શ્રી સિદ્ધર્ષિજીએ “ઉપમિતિભવપ્રપંચકથા ' માં શ્રી હરિભદ્રસૂરિજી કથિત ચાર પ્રકારને જ સ્વીકાર્યા છે. દક્ષિયાંકચિહ્ન, રસપૂર્ણ સંકીર્ણકથાને કહેનારા ઉદ્યોતનસુરિજીએ પણ કુવલયમાલાની પીઠિકામાં હરિભદ્રોકત ચારેય પ્રકારને માન્ય રાખ્યા છે. એમ છતાં એમને બીજી રીતે પાંચ પ્રકારે પણ વર્ણવ્યા છે. 1. સંપૂર્ણ કથા 2. ખંડકથા 3 ઉ૯લાપકથા 4 પરિહાસકથા અને 5 વશકથા. આમ કહીને તેઓશ્રી નોંધે છે કે આ પાંચેય પ્રકારોને જે વાર્તામાં સ્થાન મળ્યું હોય તેવી વાર્તાને “સંકીર્ણ કથા " કહેવાય છે. બીજી રીતે એમને એમ પણ કહ્યું કે, ધમકથા માત્ર ધર્મકથારૂપે ન રહેતાં, વચમાં અર્થ અને 1. સિવિદ્દા #aa,........... જરથા , ધર્મદા, મr. . -ઠાણુગસૂત્ર ઉ. 3. સ. 189 2. જુઓ “સમજાફરો '- ભવ પહેલે. 3. જુઓ “કુવલયમાલા ને પ્રારંભને પ્રસ્તાવ. 4. શું સંપૂર્ણ કથા અને સકલકથા બંને સમાનાર્થક છે ખરી?
SR No.004341
Book TitleVairagyarati
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1969
Total Pages316
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy