SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યને કથા ઉપરાંત ઉપકથા, આખ્યાન, આખ્યાયિકા, ઐતિહાસિક ચરિત્ર, અને જીવંત ઘટનાઓ વગેરે પ્રકારો દ્વારા પુષ્ટ બનાવ્યું છે. કથા સાથે ધાર્મિકતાનો સમન્વય કથાની અમાપ, અફાટ અને સર્વદિગગામી વ્યાપક તાકાતને જોઈને, ત્યાગી-વૈરાગી, આધ્યાત્મિક પંથના પ્રવાસી ધર્મનાકે, સાધુસંતે, જ્ઞાની અને લેખકેએ, એ કથાઓમાં તત્વજ્ઞાન, વિજ્ઞાન - અધ્યાત્મ, ત્યાગ, વૈરાગ્ય, નીતિ, પ્રામાણિકતા, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, સંપત્તિ, ક્ષમા, નમ્રતા, સરલતા, વિનય, વિવેક, સંયમ, દયા, કરુણા, મૈત્રીભાવ, ઉદારતા વગેરે વિષયને લગતા - બોધ તેમ જ ઈશ્વર–પરમાત્મા, પુસ્તક- જ્ઞાન, શિક્ષણ, દેવ, ગુરુને ધમની ઉપાસના કેમ કરવી અને બીજા એની સેવા કેમ કરવી તે, અને તેના લાભે શા ? અને એ ગણેથી પ્રતિપક્ષી ગણનું સેવન કરતે એર લાભે છેવગેરે અનેકાનેક બાબતને ગૂંથી લીધી છે. અને તેને તક, દલીલ દાખલા-દષ્ટાંતે સાથે રસપૂણ બનાવી રસિક બનાવી દીધી છે. તે ઉપરાંત એમાં દેવ, નરક, તિર્યચ, મનુષ્ય અને મેક્ષગતિને લગતી પણ હકીકતે હેાય છે. તે ઉપરાંત કથાના વચગાળે વચગાળે ગણિત, ખગોળ, ભૂગોળ, ઘેક, તિષ, શુકન, સામુદ્રિક, સમસ્યા, પ્રહેલિકા, સ્ત્રી-પુરૂષની 64-72 કળાઓ, પ્રાણીશાસ્ત્ર, અષ્ટ નિમિત્ત જ્ઞાન, શૃંગાર કેમ, માત્ર દેશાચાર, રીતિરિવાજ, રહેણી, કહેણી, ભાષાવિજ્ઞાન, અર્થશાસ્ત્ર, કામશાસ્ત્ર, વિવિધ કલા-શિલ્પ, ચિત્ર, નૃત્ય, વાઘની કલા, ગૃહસ્થાશ્રમ, દીક્ષાશ્રમને લગતી, આ લેકને પરલેકને લગતી, વગેરે વગેરે બાબતોની છૂટીછવાઈ છાંટ પણ હોય છે. જીવનનું ઘડતર કરનાર કથા છે આ રીતે આપણી આર્ય ભૂમિના આત્મહિતલક્ષી અને હિતે કથાકા એ કથાના સર્વ સુગમ માધ્યમ દ્વારા, માનવીનું બાહ્ય અને આભ્યનર ઘડતર કેમ થાય? સંસાર કેમ ચલાવવા? અને અન્યના સંસારમાં ઉપયોગી કેમ બનવું? પરસ્પર કેવા સુહંદુ મિત્રભાવ, સંપ અને સહિષ્ણુતાથી જીવન જીવવું, માનવતાની તને કેમ જલતી રાખવી ? ધર્મ અથ અને કામ એ ત્રણેય પુરુષાર્થની યથાયોગ્ય સમયે યથાયોગ્ય કેવી રીતે ઉપાસના કરી આત્મહિત સાધવું, આ બધી બાબતોને શાક દાળમાં નંખાતા સંભાર કે દૂધમાં સાકરની જેમ સરસ રીતે મેળવી લીધી છે. ' વાર્તા ધમકથારૂપે હોય કે ધર્મના રંગથી રંગાએલી સંસારકથા હોય, પણ એ આ માધ્યમ દ્વારા માનવીને, ઉત્તમ અને ઊંચા તરફથી પુષિત સન્માગ તરફ દેરી * શકાય છે. કથાઓ માનવીના મન અને આત્માનું સુંદર ઘડતર કરનાર શિપી છે. માનવીને સાચે માનવી બનાવનાર કુશળ શિક્ષક છે. .. , ધર્મકથાનું ફળ શું? આને જવાબ ઉત્તરાધ્યયન સૂત્ર 29 40 માં જણાવ્યું છે કે અમદા જ भंते कि जणयई ? धम्मकहाए णं निज्जरं जय यइ, आगामिस्स भदत्ताए कम्मं निबंधइ मेटघभयाथी કર્મના નિર્જરા અને ભાવિ ક૯યાણ થાય એવું શુભ કર્મ બંધાય છે. વળી માં ૨-૦માં પણ જણાવ્યું છે કે गय रागदेासमाहा धम्म कहं जे करंति समयन्नू / भणुदिय हमवी संता सव्वपावाण मुच्चंति // 1 // - અપતિ વીતરાગીઓની ધમકથા કરવાથી તે સર્વ પંપથી મુક્ત બને છે,
SR No.004341
Book TitleVairagyarati
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1969
Total Pages316
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy