SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ જાય છે. આ ભાવનાધિકાર બહુધા સામાન્ય તથા પંદરથી ત્રીસ મિનિટને હોય છે પણ એટલી મિનિટ જે કુશળ કથાકાર જે કુશળ હોય તે શ્રોતા એક તાઝગી અનુભવીને જાય છે. છેવટે પ્રજા ઘરે કથાનાં જ સંસ્મરણે લઈને જાય છે : બીજે એક આપણા સહુને અનુભવ લખું કે વ્યાખ્યાન ઊઠતાંની સાથે જ શ્રેતાઓના મુખમાંથી . બહુધા 40-50 મિનિટ સુધી ચાલેલા પ્રથમ વ્યાખ્યાતના ઉપદેશમાંની કેઈ ચર્ચા કે અનમેદના (પ્રાયઃ) એ વખતે ભાગ્યેજ હોય, પણ ભાવનાધિકારના વાર્તાના રસથી સભર થઈ ગએલા હૈયામાંથી ઝટ ઉદગાર એવા નીકળી પડશે કે-વાહ! કેવી સુંદર વાર્તા, દૃષ્ટાંત બહુજ સરસ આપ્યું, કેમ ખરું ને! કમાલ કરી ? શ્રોતાઓમાં પસ્પર આ રીતે વાર્તાને આનંદ લૂંટા હોય છે અને આલેચનાની ધરખમ લેવડદેવડ થતી હોય છે. વળી જે અનિયમિત આવનારા હોય તે લેકેને કથારસિયાઓ કાલે પાછા વખતસર જરૂર આવજો, જો જો ભૂલતા નહિ વગેરે. આવું ભાવભીનું આમંત્રણ પણ પાઠવતા હોય છે વળી ઘરે જશે ત્યારે પણ એજ વાર્તા–કથાની બાબતને વાગોળતા કે સ્મરણ કરતે જતા. હોય છે. જેટલું યાદ રહ્યું હોય તેટલું ઘરે જઈને પણ સંભળાવશે, કદાચ રાતના પણ કુટુંબ આગળ કહેશે. જરૂર પડે બીજે પણ કહેશે. આમ વાર્તાદેવીને જયજયકાર ગવાશે. તે ઉપરાંત “વાહ મહારાજ સાહેબ વાહ ! સચોટ દૃષ્ટાંત ! આરપાર ઉતરી જાય તેવું '...આમ મુનિવક્તાની પણ વાહવાહોલાશે. ઘણીવાર તારિક મુનિ વક્તાઓ કરતાં, પિતાની યોગ્યતા, મર્યાદા અને મોભો જાળવીને, વાર્તા -કથાને રસસભર બનાવી, વાણી-ભાષાને સંયમ જાળવવાપૂર્વક જાતજાતના મસાલાઓ ભભરાવીને સુંદર રીતે ઘટાવનાર મુનિરાજે (કે ગ્રહ) મેદાન મારી જાય છે. અને તેમના પ્રવચનમાં ચીકાર હાજરી હોય છે. સામાન્ય જનતાના રસને વિષય શું છે તેને આ એક પ્રગટ પુરાવે છે. બાળકને કથા પ્રેમ અનેકને જાણુતે એક અનુભવ કહું–શહેર હોય કે ગામડાં હોય, પણ બાળકેની એક રુચિમાં તે લગભગ સમાનતા જોવા મળી છે અને એ રુચિ છે કથા-વાર્તાની. જ્યાં જુઓ ત્યાં બાળકે એક જ માગણી કરશે: “મહારાજ સાહેબ વાર્તા કહેને, એક વાર્તા કહે ને!” એમ બેલે છે. એમની આ માંગ સર્વત્ર હોય છે. જોરદાર હોય છે અને તે રેજ થતી હોય છે, અને બાળકે વાર્તા કહેવડાવે જ છે કરતા હોય છે. જે સાધુસાધ્વી સુંદર વાર્તા કથાકાર હોય તેને, મધને માખીઓ વળગે તેમ છોકરાંછોકરીઓ ટોળે મળીને વળગતા હોય છે અને આ ઉપકાર કરનારા મુનિએ તેમના માતા-પિતાની વિશેષ ચાહના મેળવતા હોય છે. યદ્યપિ મેં અગાઉ જણાવ્યું તેમ કથાની રુચિ, રસ, સહાનુભૂતિ અને તે પ્રત્યેના શ્રવણ અને શ્રાવણનું વલણ માત્ર બાળકોને જ નહિં, કિન્તુ બાળથી માંડીને વૃદ્ધ સુધીના ગૃહસ્થ અને સાધુ-સંતે સહુને હોય છે એ હકીકત છે. આમ સુલભ, સુધિ અને વિવિધ રસેથી મિશ્રિત કથાઓ એ આમ જનતાના મનનું, બુદ્ધિનું કે હદયનું અતિપ્રિય ભજન છે. રકૃતિ અને આનંદથી સમય વિતાવાનું એક અજોડ સાધન છે. દેશકાળના ભેદ વિના, આ સ્વાનુભવનાં નિર્વિવાદ સત્ય છે. તમામ ધર્મોમાં કથાને થયેલે સમાન આદર આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને દુનિયાના લગભગ તમામ દેશના તમામ ધર્મના કેએ, લેખકેએકલમજીવીઓએ પોતપોતાની રીતે થાસાહિત્ય સજર્યું છે અને આજે સજાઈ રહ્યું છે અને આ સાહિ.
SR No.004341
Book TitleVairagyarati
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1969
Total Pages316
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy