SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ કરવામાં કે જીવનયાત્રાના પથપ્રદર્શનમાં તે મહત્વનો ભાગ ભજવે છે. ટૂંકમાં કથા એ સહુ કોઈ માને *એક મૂક સધ્યા છે. : ત્રીજું કારણ એ પણ છે કે કેટલાક વિશે શુષ્ક હેય છે-નિરસ હોય છે, જ્યારે કથા માટે ' 'એવું નથી. કથા સરસ હોય છે– મૃદુ હોય છે. એટલું જ નહીં અનેક ર યાવત નવેય રસેથી ભરપૂર * પણ હોય છે. સામાન્ય મનુષ્ય બહુધા બધાય રસેને પિપાસુ હોય છે. એટલે એને નવરામિણ થી ને પેાતાના મનને આનંદ ઉલ્લાસ-ઉત્સાહ અને આશ્ચર્યથી ભરી દેવાની સુલભતક પણ મળે . - કથાસાહિત્યના ખડકાતા ગંજ, એટલે જ આજે દેશ પરદેશમાં જ્યાં જુઓ ત્યાં કરોડોની સંખ્યામાં કથાસાહિત્ય ખડકાઈ રહ્યું છે અને આજે બહુધા એની જ બોલબાલા છે. આ ક્ષેત્રના જાણકારોના કહેવા મુજબ સેંકડે કટકા - પુસ્તકે કથાસાહિત્યના પ્રગટ થઈ રહ્યા છે, જ્યારે 10 ટકામાં બાકીનું બધું સાહિત્ય પ્રગટ થઈ રહ્યું છે. આ ઉપરથી કથા સાહિત્યને આમ જનતા ઉપર કે જબરજસ્ત પ્રભાવ છે તેને ખ્યાલ મળી રહે છે. અમદાવાદને એક પ્રસંગ . જા. છે. ઉપરોક્ત વિધાનની પુષ્ટિમાં એક પ્રસંગ ટાંકું કેટલા વર્ષો ઉપર ભારે અમાવાદની શોઠ માણેકલાલ જેઠાલાલ લાયબ્રેરીની મુલાકાતે જવાનું થયું. - લાયબ્રેરીનું અવકન કર્યા બાદ લાયબ્રેરીના મુખ્ય સંચાલક જે વાર્તાલાપ થશે, એમાં મેં એક પ્રશ્ન કરી કે અહીંઆ ધાર્મિક પુસ્તકોને સંગ્રહ કે છે? જવાબ મળ્યો કે સંગ્રહ, ઠીક છે. જનતા તેને લાભ કેવક ઉઠાવે છે એમ પુનઃ પ્રશ્ન કર્યો, જવાબ મળ્યો કે ખાસ નહીં. 90 ટકા લોકે કથા, વાર્તા નેવેલો, નવલિકાઓ અને ડીટેક્ટીવ કથાઓનું સાહિત્ય વાંચે છે. બાકીના માત્ર દસ ટકામાં ઇતિહાસ, વિજ્ઞાન વગેરે તમામ વિષયના વાંચકે આવી જાય છે. જો કે આ જવાબો આપણું ધર્મભૂમિથી. એાળખાતી ધરતી માટે દુખદ હતા પણ બીજી રીતે આ જવાબે ધાર્મિક લેકે માટે ચેતવણીરૂપ પણ હતા. આ વાત ટાંકવાને ઉદ્દેશ, આપણી નવી પેઢી કઈ બાજુ ઢળી રહી છે તે, અને વાર્તા-સ્થાએ ': ' - '""' આ * તરફ જનતાને અભિગમ કેવો જલદ છે તે તરફ લક્ષ ખેંચવાને છે. 80 ટકા સાહિત્ય કથાનું પ્રગટ થાય છે. સામાન્ય જનતાની અભિરુચિ કથા પરત્વે સાહજિક રીતે જ વધુ હેય છે. એ એક સનાતન સત્ય જેવી બાબત છે. એટલે જ આજે કથા દ્વારા અપાતો બેધ કે જ્ઞાન માનસ ઉપર સીધી, ઊંડી કે મામિક અસર ઉત્પન્ન કરે છે. એથી એવા કથાકારની પણ બેલબાલા સ્વાભાવિક રીતે જ થવા પામે છે. વિશ્વભરના પ્રકાશન ખાતાના આંકડા પણ એ જ બેલે છે કે પ્રતિ વર્ષ છપાતાં પુસ્તકમાં સેંકડ ૮૦થી વધુ ટકા પુસ્તકે વિવિધ પ્રકારની કથાઓ વાર્તાઓ નાટકોનાં છે. ઉપાશ્રયના અનુભવો હવે આપણા સહુના રોજિંદા જીવનમાં થતા પ્રત્યક્ષ અનુભવની વાત કરું કે ઉપાશ્રયાદિ સ્થળે થતા ', પ્રવચનોના તાત્ત્વિક વાર્તાલાપના પ્રસંગે માં, જ્યાં સુધી તાવિક કે દર્શનિક, અથવા આચારાદિના પાલના બાબતને બધ ઉપદેશ કે શિખામણ ચાલતી હોય ત્યાં સુધી શ્રોતા વર્ગના ચહેરાઓ બહુધા અંતિ
SR No.004341
Book TitleVairagyarati
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1969
Total Pages316
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy