SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજની જીવનઝાંખી વિક્રમની સત્તરમી સદીમાં જન્મેલા, જૈન ધર્મના પરમ પ્રભાવક, જૈન દર્શનના મહાન દાર્શનિક, જેન તકના મહાન તાકિક, વડદર્શનત્તા અને ગુજરાતના મહાન જ્યોતિધર, શ્રીમદ યશોવિજયજી મહારાજ જેઓ એક જૈન મુનિવર હતા. યોગ્ય સમયે અમદાવાદના જૈન શ્રીસંઘે સમર્પિત કરેલા ઉપાધ્યાય” પદના બિરુદથી " ઉપાધ્યાયજી' બન્યા હતા. સામાન્ય રીતે વ્યક્તિ “વિશેષ” નામથી જ ઓળખાય છે પણ આમના માટે થોડીક નવાઈની વાત એ હતી કે જૈન સંઘમાં તેઓશ્રી વિશેષ્યથી નહિ પણ વિશેષણ થી સવિરોષ ઓળખતા હતા. " ઉપાધ્યાયજી આમ કહે છે. આ તે ઉપાધ્યાયજીનું વચન છે” આમ " ઉપાધ્યાયજી થી શ્રીમદ્દ યશોવિજયજીનું જ ગ્રહણ થતું હતું. વિશેષ્ય પણ વિશેષણને પર્યાયવાચક બની ગયું હતું. આવી ઘટનાઓ વિરલ વ્યક્તિઓ માટે બનતી હોય છે. એઓશ્રી માટે તે આ બાબત ખરેખર ગૌરવાસ્પદ હતી. ' વળી એઓશ્રીનાં વચને માટે પણ એને મળતી બીજી એક વિશિષ્ટ અને વિરલ બાબત છે. એમનાં વાણી, વચન કે વિચારે “ટંકશાલી " એવા વિશેષણથી ઓળખાય છે. વળી ઉપાધ્યાયજીની શાખ એટલે " આગમશાખ " અર્થાત શાસ્ત્રવચન એવી પણ પ્રસિદ્ધિ છે. વર્તમાનના એક વિદ્વાન આચાર્ય એમને વર્તમાનના મહાવીર' તરીકે પણ ઓળખાવ્યા હતા. - આજે પણ શ્રી સંઘમાં કોઈ પણ બાબતમાં વિવાદ જન્મે ત્યારે ઉપાધ્યાયજીવિરચિત શાસ્ત્ર કે ટીકાની " શહાદત ને અતિમ પ્રમાણ ગણવામાં આવે છે. ઉપાધ્યાયજીને ચૂકાદ એટલે જાણે સર્વાને ચુકાદો. એટલે જ એમના સમકાલીન મુનિવરેાએ તેઓશ્રીને “શ્રુતકેવલી' વિશેષણથી નવાજ્યા છે એટલે કે " શાસ્ત્રોના સર્વજ્ઞ” અર્થાત શ્રતના બળે કેવલી. એને અર્થ એ કે સર્વજ્ઞ જેવું પદાર્થનું સ્વરૂપ વર્ણવી શકનારા. આવા ઉપાધ્યાયજી ભગવાનને બાલ્યવયમાં (આઠેક વર્ષની આસપાસ) દીક્ષિત બનીને વિદ્યા પ્રાપ્ત કરવા માટે ગુજરાતમાં ઉચ્ચ કોટિના વિદ્વાનોના અભાવે કે ગમે તે કારણે ગુજરાત છેડીને દૂર-સુદૂર પિતાના ગુરુદેવ સાથે કાશીના વિદ્યાધામમાં જવું પડયું હતું અને ત્યાં તેમણે દર્શનને તેમજ વિદ્યા-જ્ઞાનની વિવિધ શાખા-પ્રશાખાઓને આમૂલચૂલ અભ્યાસ કર્યો અને તેના ઉપર તેઓશ્રીએ અદ્ભુત પ્રભુત્વ મેળવ્યું હતું. અને વિદ્વાનમાં “પદર્શનના” તરીકે પંકાયા હતા. કાશીની રાજસભામાં એક મહાસમર્થ દિગગજ વિદ્વાન જે અજેન હતું તેની જોડે અનેક વિદ્વાને અને અધિકારી આદિ સમક્ષ શાસ્ત્રાર્થ કરી વિજયની વરમાળા પહેરી હતી. તેઓશ્રીના અગાધ પાણ્ડિત્યથી મુગ્ધ થઈને વિદ્વાનોએ તેઓશ્રીને “ન્યાયવિશારદ' બિરુદથી અલંકત કર્યા હતા. તે વખતે જન સંસ્કૃતિના એક જ્યોતિધરે-જૈન પ્રજાના એક સપૂતે જૈન ધર્મને અને ગુજરાતની પુણ્ય ભૂમિને જયજયકાર વર્તાવ્યું હતું અને જૈન શાસનની શાન બઢાવી હતી. વિવિધ વાલ્મયના પારંગત વિદ્વાન જોતાં આજની દૃષ્ટિએ કહીએ તે તેઓશ્રીને બે ચાર નહિ પણ સંખ્યાબંધ વિષયોના પી. એચ. ડી. કહીએ તે તે યથાર્થ જ છે. ભાષાની દ્રષ્ટિએ જોઈએ તે ઉપાધ્યાયજીએ અસ્પા કે વિશેષત, બાળ કે પંડિત, સાક્ષર છે
SR No.004341
Book TitleVairagyarati
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1969
Total Pages316
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy