________________ સંપાદન કાર્ય અંગે કંઈક વિ. સં. ૨૦૧૨ની સાલમાં પ. પૂ. વિદ્વ ધર્મ સ્નેહી આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજને વૈરાગતિ ગ્રંથનું સંપાદન કાર્ય કરવા નમ્ર વિનંતી કરી. તેઓશ્રીએ ઉદાર ભાવે વિનંતી સ્વીકારી અને તે કાર્ય વિદ્વાન અને સ્નેહી મુનિવર પં, શ્રી રમણિકવિજયજી મહારાજને સોંપ્યું. વરસ બાદ તે કાર્ય પુરું થવા પામ્યું અને ગત વરસમાં (2024) ગ્રંથ છપાઈને તૈયાર થવા પામ્યો. અને પ્રસ્તુત ગ્રંથના ફર્મા વગેરે મારા પર જોવા મેકલી આપ્યા, એમાં મારે કરતાવના લખવાની હતી પણ અન્યાન્ય કારણો, ઉપરાંત ચાવેલી અણધારી માંદગીના કારણે આંથી કામ કરવાનું બંધ રહ્યું હતું તેથી પ્રસ્તાવના લખી ન શકાણી, જેથી પ્રકાશન ઢીલમાં મૂકાયું. હવે એ પ્રસ્તાવને મુદ્રિત થતાં તેનું પ્રકાશન થવા પામ્યું છે. સંપાદક મુનિશ્રીએ આના સંપાદનમાં શ્રેષ્ઠ કાળજી રાખી છે. સારા પરિશ્રમ ઉઠાવ્યો છે અને એમના સાથીદારોએ સારે સહકાર આપ્યો છે. પરિણામે અનેક ગ્રંથોમાં ખાસ કરીને સંશોધકોની નળાઈને કારણે મોટા મોટા ભારેખમ શુદ્ધિપત્રો છાપવા પડે છે. તેવું આમાં ન બનતાં-નાનકડું જ શુદ્ધિપત્રક બનવા પામ્યું છે. એ અતિયોગ્ય જ થયું છે. એક વાત મને એ ખંચી કે સંપાદકે આને માટે વિશેષ સમય ફાજલ પાડીને આ ગ્રંથાતાંતના સુભાષિત ગ્લૅકેની તારવણી કરી અનુવાદ સહ પાછળ પરિશિષ્ટ તરીકે જો આપી હતી તે સામાન્ય વાચકોને છેડા સતિષનું કારણ બનત. કાગળ જરા જાડા અને ટાઈપ જરા મોટા પસંદ કર્યા હતા અને પ્રિન્ટીંગમાં વધુ કાળજી લીધી હતી તે મુદ્રણની દૃષ્ટિએ ગ્રંથાકર્ષણ સુંદર થયું હતું. અસ્તુ. - પુ. આગમપ્રભાકરજીના અને સંપાદકશ્રીના મતે તેમ જ આ સંસ્થાને આપેલ હાર્દિક સહકાર બદલ અમે સહુ આભારી છીએ. પણ એક અતિદુ:ખદ વાતની નોંધ લેતાં ખેદની લાગણી અનુભવી પડે છે કે આ ગ્રંથના સંપાદક મહાશય પિતાના પરિશ્રમના ફળરૂપ આ ગ્રંથનું પ્રકાશન જોવા આપણી વચ્ચે નથી, પ્રકાશન થતાં પહેલાં સ્વર્ગવાસી બન્યા છે. - પૂ. આગમપ્રભાકરજીને સાહજિક રીતે ઉદાર અને સહૃદયી સહકાર તે સદાય મને મળશે જ રહ્યો છે તે બદલ આનંદની લાગણી અનુભવું છું. ચેમ્બરતાથ મુંબઈ મુનિ યશવિજય