SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ [ 5 ] काव्ये श्रीमुनिदेवसूरिकविना, श्रीशान्तिवृत्ते कृते. श्रीप्रद्युम्नमुनीन्द्रधीरुचिशुचिः, सर्गोऽगमत् सप्तमः // 15" શ્રીમુનિભદ્રસૂરિજીએ પણ સ્વરચિત શ્રીશાનિતનાથ મહાકાવ્યની પ્રશસ્તિમાં જણાવ્યું છે કે "पूज्यश्रीमुनिदेवसूरिरचित - श्रीशान्तितीर्थेश्वर प्रख्याताद्भुतकाव्यदर्शनतया, काव्यं मयेदं कृतम् / " આ કાવ્ય અંગે હન-જેબીએ બે ક્ષતિઓ કરી છે. H Jacobi, શ્રી સમરાદિત્ય સંક્ષેપની પ્રસ્તાવનામાં લખે છે કે "Devasuri his Upamiti bhava prapancha Katha saroddhara ( in samvat. 1298) and his Shantinath Chaitra." ઈત્યાદિ ઉલ્લેખ કરીને તેઓ આ ચરિત્રના કર્તાનું નામ ' ' શ્રી દેવસરિજી જણાવે છે. વળી તે દેપસૂરિજી ઉપમિતિ ભવ પ્રપંચ કથા સારોહારના કર્તા છે–એમ પણ કહે છે. આ બન્ને તેમની ભ્રમણા છે. એક તે મુનિ શબ્દને છૂટા પાડીને દેવસૂરિ એ પ્રમાણે કર્યું, એ બરાબર નથી, એટલું જ નહિ પણ ઉપમિતિ ભવ પ્રપંચ કથા સારોદ્ધારના કર્તા જે દેવેન્દ્રસૂરિજી છે તેમને પણ ઈન્દ્ર શબ્દ તરફ લક્ષ્ય રાખ્યા વગર દેવસૂરિ સમજીને બન્નેને એક ગયા. અને એમ થતાં સંવતમાં ગોટાળે કર્યો. હર્મન્ જેકેબીએ આવી રભસ વૃત્તિથી સંખ્યાબંધ અસંતવ્ય ક્ષતિએ સાહિત્ય ક્ષેત્રમાં કરી છે. એ સર્વનું પરિમાર્જન કરતાં અનેક લખાણ પણ થયાં છે. અહિં તે પ્રાસંગિક હેવાથી સામાન્ય નિર્દેશ માત્ર કરેલ છે. –શ્રી શાન્તિનાથ ચરિત્ર 4890 એટલે પાંચ હજાર શ્લોક પ્રમાણ આ ચરિત્ર છે. આના કર્તા પૂર્ણિમા છીય શ્રી અજિતપ્રભસૂરિજી મહારાજ છે. બ્લેકબદ્ધ આ ચરિત્રમાં પ્રાસંગિક અવાન્તર કથાઓ પણ સારા પ્રમાણમાં છે. આ ચરિત્ર છ સર્ગમાં છે. પઠન-પાઠન, વાચન, વ્યાખ્યાન આદિમાં આ ચરિત્ર સારી રીતે પ્રચલિત છે. આ પ્રસ્તુત પુસ્તકના બીજ પરિશિષ્ટમાં આ ચરિત્રમાંથી ઉપયોગી શ્રી શાંતિનાથ પ્રભુના જીવનચરિત્રને ભાગ આપ્યો છે. આ ચરિત્રની રચના વિ. સં. 1307 માં થઈ છે. ૬–શ્રી શાંતિનાથ ચરિત્ર આ ચરિત્ર એક મહાકાવ્ય છે. 19 સર્ગમાં વહેંચાયેલા આ ચરિત્રના લેકે ૬૨૭ર છે. આના કર્તા આચાર્ય શ્રી મુનિભદ્રસૂરિજી છે. એમની વિદ્વત્તા અને કવિત્વ શક્તિને સુન્દર પરિચય આ ચરિત્રથી સ્પષ્ટ થાય છે. આ મહાકાવ્ય રચવાનું મુખ્ય પ્રયોજન તેઓશ્રીએજ છેવટે પ્રશસ્તિમાં જણાવ્યું છે. તેમના સમયમાં પણ સંસ્કૃતની વ્યુત્પત્તિ માટે રઘુવંશ, કુમારસંભવ, કિરાત, શિશુપાલવધ, અને ઔષધીય ચરિતને અભ્યાસ પ્રચલિત હતું. એ અભ્યાસથી ઈતર દોષ આવવાની સંભાવના હતી–તેથી જે જૈન શાસનમાં વ્યુત્પત્તિ માટે આ મહાકાવ્ય ભણાવવામાં આવે તો એક સાથે બે કાર્ય સરે. આ હકીકત તેઓશ્રીએ આ પ્રમાણે કહી છે.
SR No.004339
Book TitleShantinath Charitram
Original Sutra AuthorAmrutsuri
AuthorAbhaydevsuri
PublisherJain Sahitya Vardhak Sabha
Publication Year1965
Total Pages388
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy