________________ शिष्यस्तस्य च तीथमेकमवनेः पावित्र्यकृज्जङ्गम, स्याद्वादत्रिदशापगाहिमगिरि-विश्वप्रबोधार्यमा / कृत्वा स्थानकवृत्तिशान्तिचरिते, प्राप्तः प्रसिद्धि परा, सूरि रितपःप्रभाववसतिः, श्रीदेवचन्द्रोऽभवत् // 14 // आचार्यो हेमचन्द्रोऽभूत् , तत्पदाम्भोजषट्पदः / / तत्प्रसादादधिगत-ज्ञानसम्पन्महोदयः / / 15 / / શ્રી દેવચન્દ્રસૂરિજી મહારાજશ્રીજીના જીવનની કેટલીક વાતે મળે છે, પણ બહુ વિગતવાર વૃતા ઉપલબ્ધ નથી. તેથી વિદ્વાન, પવિત્ર, તપસ્વી, ઓજસ્વી, નાની, નિમિત્તના વિશેષ જાણકાર, સાથે વિશિષ્ટ પ્રખ્યકાર હતા. તેઓશ્રીએ સ્થાનક-વૃત્તિની રચના કરી છે, તે પણ ઉપરના ઉલેખમાં સ્પષ્ટ છે. ૨–શ્રી શાન્તિનાથ ચરિત્ર, - આ ચરિત્રના રચયિતા કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય છે. તેઓશ્રીનો સત્તા સમય પણ વિક્રમની બારમી શતાબ્દીનો મુખ્યત્વે છે. આમ તો આ ચરિત્ર ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્રના એક ખંડસ્વરૂપ છે. છતાં પણ 2043 શ્લોક પ્રમાણ આ ચરિત્ર છે. તેમાં સાંગોપાંગ સર્વ હકીકતે વર્ણવી છે. કાવ્ય દૃષ્ટિએ પણ બહુમૂલ્ય આ રચના છે. ત્રિષષ્ટિના પાંચમા પર્વમાં પંચસર્ગાત્મક પંચમચક્રવતીનું આ ચરિત્ર પંચ અંકનો સુમેળ સાધે છે. સાથે સાથે અનેક પ્રકારના બંધને સમૃદ્ધ બનાવે છે. રાજમાર્ગ પર આવેલા વિશાળ સરોવરના એક વિશિષ્ટ ઘાટ જેવું આ ચરિત્ર સંખ્યાબંધ જીવોને વિમળતા- શીતળતા આપવા સાથે પિપાસાને પણ શાંત કરે છે. ૩–શ્રી શાન્તિનાથ ચરિત્ર - આ ચરિત્ર સંસ્કૃતિ છે ને તેના કર્તા આચાર્યશ્રી મણિચન્દ્રસૂરિજી છે. તેઓશ્રી “રાજગરછીય’ હતા. તેઓશ્રી સાહિત્યના સારા વિદ્વાન હતા તે હકીકત - સાહિત્યમાં લબ્ધપ્રતિષ્ઠ-મમ્મટકૃત “કાવ્યપ્રકાશ ગ્રન્થની તેઓશ્રીએ કરેલી “સંકેત' નામની અર્થગંભીર ટીકાથી સ્પષ્ટ છે. તેઓશ્રીએ એક શ્રી પાર્શ્વનાથ ચરિત્રની પણ રચના કરી છે. તેમાં 1276 ની સાલ છે તેથી તેઓશ્રી વિક્રમની તેરમી શતાબ્દીમાં થયા છે. તે ઉલેખ આ પ્રમાણે છે. 'रसर्षिरविसंख्यायां, समायां दीपपर्वणि / समर्थितमिदं वेला - कूले श्रीदेवकूपके // 1 // ૪-શ્રી શાન્તિનાથ ચરિત્ર આ ચરિત્રના રચયિતા શ્રીમુનિદેવસૂરિજી મહારાજ છે. તેઓશ્રીજી શ્રીવાદિદેવસૂરિજી મહારાજ શ્રીના પ્રશિષ્ય છે. આ પ્રસ્તુત ચરિત્રનું સંશોધન સમરાદિત્ય સંક્ષેપના કર્તા સમર્થ વિદ્વાન શ્રી પ્રદ્યુમ્નસૂરિજી મહારાજે કર્યું છે. એ અંગે કર્તા પોતે જ કહે છે કે “यो वादीश्वरदेवसूरिसुगुरो-मूलक्रमे सूरिणा, चक्रे श्रीमदनेन्दुना निजपदे, तेनाप्रवृत्तश्रिता /