________________ પ્રકાશકીય: પૂજ્ય ગુરુદેવની પ્રબળ ઈચ્છા મુદ્રણ કરાવવાની હતી. અને કેટલાક સર્ગોની ટીકાની પ્રેસ કોપી તૈયાર કરાવી હતી. પણ અકસ્માતથી શત્રુ જય મહાતીર્થ ભૂમીમાં પૂર્ણ સમાધિપૂર્વક તેઓશ્રી કાલ ધર્મ પામ્યા. તે પછી કેટલાક ગુરુદેવના ભાગ્યશાળી ભકતની દ્રવ્ય સહાયતા મેળવી આ ગ્રંથનું મુદ્રણ કાર્ય શરૂ કર્યું અને ગુરુકૃપાથી આ મહા કાવ્યનું કાર્ય સમાપ્ત થયું. પરમ પૂજ્ય ઉપાધ્યાય શ્રી પ્રિયંકર વિજયજી ગણીવર્ય મહારાજ સાહેબે ગુર્જર પ્રાંતીય લોક પ્રસિદ્ધિને લક્ષ્યમાં રાખી ગુર્જર ભાષામાં લેક સારાંશ અતિ સંક્ષિપ્તમાં આપી આ કામ સમાપ્ત કર્યું છે. જેથી ચાલું યુગમાં આ ગ્રંથનું મહત્તવ ઘણું સિદ્ધ થશે. સંસ્કૃતને નહિ ભણેલા પણ ગુજરાતીમાં વાંચી આ મહા કાવ્યની પરમાનંદતા પ્રાપ્ત કરશે. પૂજ્ય મહારાજ સાહેબના પ્રથમ પટટાલંકાર અનુપમ પ્રતિભાથી દીપમાન આચાર્ય મહારાજ શ્રી વિજય જયાનંદસૂરિજીના આશિર્વાદ રૂપી સહાયતાથી આ ગ્રંથની શોભામાં તેઓશ્રીની અનુપમ લાગણી અનુભવીએ છીએ. પૂજ્ય મહારાજ શ્રીના બીજા વિનય રત્ન, શિષ્ય હેમલધુ પ્રક્રિયાના સંક્ષિપ્ત ટીકાકાર પૂજ્ય ઉપાધ્યાય શ્રી પ્રિયંકર વિજયજી મહારાજના ઉપદેશથી આ પુસ્તક બહાર પાડવા અમે સમર્થ થયા છીએ. વર્તમાન તપાગચ્છાધિપતિ વયોવૃદ્ધ આચાર્ય શ્રીમદ વિજય ઉદય સુરીશ્વરજી મહારાજના કરકમલમાં અર્પણ કરતાં ખુબ આનંદ અનુભવીએ છીએ. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજના શિષ્ય સરળ સ્વભાવિ સેવા ભાવિ મુનિશ્રી હર્ષચક્ર વિજયજીની કાર્યદક્ષતાજ ગ્રંથ છપાવવામાં અમને સંપૂર્ણ મદદકર્તા બની છે. વાણારસીથી “શ્રી યશોવિજય જૈન ગ્રંથમાલા પ્રકાશિત” શાન્તિનાથ મહાકાવ્યને મૂલ ગ્રંથ રૂપમાં આધાર સ્તંભ બની પ્રધિની નામટીકા યુકત ગ્રંથ પ્રકાશિત કરવાને અપૂર્વ અવસર મળ્યો છે. તથા આ ગ્રંથમાં ઉપકારિ એવા પૂજ્ય આ. ભ. શ્રી. ગુરૂજી તથા ગુરુના-ગુરૂ તથા ઉપાધ્યાયજી તથા મુનિ શ્રી. હર્ષચંદ્ર વિજયજીના ફોટાઓ આપવામાં આવેલ છે. અંતમાં પિતાના દ્રવ્યનો સદ્દઉપયોગ કરનારની સાથે નામાવલી પણ આપી છે. અને આ કામમાં દરેક રીતે સહાયક થનાર જે જે મહાનુભાવો ને સંસ્થાઓ છે. તે દરેકને અમે ધન્યવાદ આપીએ છીએ અને તેને આભાર માનીએ છીએ. દા. ઝવેરી ચુનીલાલ ઉકાલાલ નેમિદર્શન જ્ઞાનશાળાના ટ્રસ્ટી