________________ પિર . ર૮૬. ખરેખર જે પ્રથમ દેખતાં જ અતુલ્ય પ્રેમ ઉત્પન્ન થાય તે વચનથી પણ ન કહી શકાય એ હોય છે તેમાં જન્માંતરનું કારણ સંભવે છે જ. સ્ત્રી પુરૂષના પ્રેમને અધિક બલવાન બનાવે છે. ર૮૭. આ પ્રમાણે કહીને તે પુરૂષ ગયે છતે ગુણવર્મા કુમાર ચિત્તમાં વિચારવા લાગે કે કેટલીક સ્ત્રીઓના પ્રેમને જાણવા માટે મનુષ્યો સમર્થ થતા નથી. બ્રહ્માએ કામિનીઓના ચંચલ મનને શું વીજળીથી બનાવેલા હોય છે? વા સંધ્યાના રાગથી? વા મેઘ ધનુષ્યથી બનાવેલા હોય છે? 288 એને સિદ્ધ કરનાર કે મંત્ર નથી, તેવું કઈ ઔષધ નથી. તે કઈ યંત્ર નથી. તેમજ ત્રણે લેકમાં કઈ તંત્ર નથી. વાયુથી ઉડતી મહેલના ઉપર રહેલી ધજના છેડા જેવું સ્ત્રીઓનું ચંચલ મન કેઈથી પકડી રખાતું નથી. ર૮૯ જે (કનકવતી) ના પ્રેમબંધનથી સદગુરૂને સંગમ મેં છોડે. અરે તે પણ આવી વિવેક રહિત થઈ કેવી ભાગ્યની રમત છે. છતાં તેના મામાનું નગર અત્યંત નજીક છે. એમ સંભળાય છે તે પહેલાં તે નગરીમાં આને મૂકી હું પિતાનો જન્મ સફલ કરું. ર૦ આ પ્રમાણે વિચારી તે જ નગરમાં તે સ્ત્રી સાથે દ્વારપાલ વડે જણાવી તેના મામાના ઘરમાં પ્રવેશ કર્યો. તે માને આનંદ દેખાડતે તે ભાણી અને જમાઈને મહોત્સવ પૂર્વક લાવી મહેલ અને વચ્ચેથી સન્માન કર્યું. 291 એક દિવસ રાત્રિમાં તે સુતી એવી કનકવતી સ્ત્રીને છોડી, ઉત્તમ ગુરૂ પાસે જઈ દીક્ષા લઈને શુદ્ધ ચારિત્રનું પાલન કરી અંતે અણસણ આદરી કાલ કરી દેવલેકમાં ઉત્પન્ન થયો. - ર૯ર તે દેવલોકથી વી. પવિત્ર કુલ શીલવાળે ફરી મનુષ્ય જન્મ મેળવી, દીક્ષા લઈ તપશ્ચર્યા કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી અંતે મોક્ષને પામશે. ર૭ આ બાજુ નિદ્રારહિત થયેલી કનકવતીએ પતિને જોય નહિ. તેથી વપણુએ વિલાપ કરવા લાગી. તેને મામે તેને રોતી સાંભળી ઉતાવળે આવેલે બોલ્ય. ર૯૪ હે પુત્રી! તું રોઈશ નહિ. તે જમાઈ કઈ કામ વાસ્તે ગયો હશે. તેને દેવ પણ અનિષ્ટ કરવા સમર્થ નથી. આ પૃથ્વી પર પિતાના અંગત માણસો મોકલી શોધીને તેને હું બોલાવીશ. તું સુખીથા–અને ધર્મધ્યાન કર. તારે જરા પણ દુઃખી થવું નહિ. ર૯૫ આ પ્રમાણે કહી પોતાના અંગત માણસો મોકલી ચારે બાજુ ચૌટામાં નગરમાં બધે શોધ ચલાવી. પરંતુ કયાંય પણ ગુણવર્માકુમારને જે નહીં તેથી લોકેએ આવીને રાજાને જણાવ્યું. તેણે કીધું કે ભાણે આગળ કેઈએ આ વાત કહેવી નહિ. ર૯૬ તે સ્ત્રી પણ વિચાર કરવા લાગી કે મારી વર્તણુંક જાણતે હેવાથી નિચ્ચે મનમાં દઢ વૈરાગ્ય ધારણ કરી પ્રથમ પણ ઉત્તમ ગુરૂની વાણી વડે સંસારમાં રાગ રહિત હતો. ને હમણું મારૂ ખરાબ આચરણ જેવાથી વૈરાગી બન્યા હશે. - 297 તેણે નિચે વિદ્વાન મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરી હશે. હમણાં ખોટા વિચારથી સર્યું. હું મારા સ્વાર્થ સિદ્ધ કરૂં એમ વિચારી મામા રાજાને છેતરી દુષ્ટ વિચારવાલી તે ક્ષણે કાંતિ વડે ચંદ્ર જેવા ગુણચંદ્રની પાસે જઈ તેને પતિ બનાવ્યું.