________________ 159 ને કરેથી ગુપ્ત એ રાજકુમાર પિતાના સુવર્ણ મહેલમાં જઈ સારા પુષ્પના ગંધથી વાસિત પલંગમાં સુઈ ગયો ને બાકીની રાત્રિ વીતાવી. - 16 નામ તેવા ગુણવાળા પિતાના મિત્ર મંત્રિપુત્ર પ્રતિસાગરને કિંકિણી હાથમાં સેંપીને તે રાજપુત્રે આ પ્રમાણે કહ્યું, 161. તારે, હું મારી સ્ત્રીની પાસે હોઉં ત્યારે આ સુંદર રત્ન રૂપ ઘુઘરી મને આપવી. આ પ્રમાણે સમજાવી મંત્રિ પુત્ર સાથે તે કનકવતીના મહેલમાં ગયે. 162. તેણીની સાથે શક્તિશાળી કુમાર સેગઠાબાજી રમવા લાગ્યા. ત્યાં કનકવતીએ તેને જીતી લીધો અને કહ્યું કે હે બુદ્ધિમાન જય પરાજયમાં કાંઈક શરત કરવી જોઈએ. - 163. તે મંત્રિપુત્રે કુમારને વિચાર જાણ કિંકિણીને મૂકી. આ ઘૂઘરી પિતાની છે એમ લક્ષણથી ઓળખી તેણીએ કહ્યું. 164. મારા કંદરાથી પડી ગએલી ઘૂઘરી હે પુણ્યશાળી તમને ક્યાંથી મલી. ત્યારે કુમાર બોલે, હે મૃગાક્ષિ આ કયાં પડી ગઈ હતી તે તમે કહે. 165. ઉપયોગની શૂન્યતાથી હું ચેકસ રીતે જાણતી નથી કે તે ક્યાં પડી ગઈ છે એ પ્રમાણે વિચારીને તેણે વડે કહેવાય છતે હાસ્યથી શોભતા હોઠવાળો કુમાર ફરીથી બોલ્યા. 166. હે પ્રિયે મારો મિત્ર મંત્રી મતિસાગર નિમિત્ત જાણવામાં હોંશિયાર છે. તેને પૂછો. આનું પડવાનું સ્થાન લીલામાત્રમાં ઉત્તમ જ્ઞાનથી જાણું કહી આપશે. 167. ત્યારે સ્ત્રી વડે પૂછાયું હે મંત્રિપુત્ર! મારી આગળ બેલ કે આ ક્યાં પડી હતી. ત્યારે બુદ્ધિશાળી કુમારને વિચાર જાણી તે બોલ્યો કે હું સવારે કહીશ. 168. તેજ દિવસે રાત્રે પણ અત્યંત તેજસ્વિકુમાર પિતાની સ્ત્રી સાથે વિમાનમાં બેસી પહેલાના ક્રમ પ્રમાણે ગુપ્ત રીતે તે જિનાલયમાં ગયે. 169. ત્યારે ત્યાં વીણા વગાડતાં તેના હાથમાંથી સુવર્ણકંકણ પડી ગયું. કુમારે કુશલતા પૂર્વક શીઘ્રતાથી ઘુઘરીની જેમ ગુપ્ત રીતે લઈ લીધું. 170. તે વિમાનમાં બેસી પૂર્વની જેમ પિતાના સ્થાનમાં આવ્યું. પ્રાતઃકાલમાં સુવર્ણ કંકણ મિત્રને આપીને રાણીના ભવનમાં આવ્યો. 171. ભયથી તેણે મંત્રિપુત્રને કિંકિણને પહેલા સંબંધ પૂછો ત્યારે તે બોલ્ય. કે કિંકિણીને પડવાનું સ્થાન મારા વડે આંખથી જોવાયું છે. 172. તારૂ બીજુ કાંઈક ખોવાયું છે? તે ક્યાં પડયું છે તે પણ મેં જોયું છે. અજાણી થઈને તેણે પૂછયું કે શું ખોવાયું છે? ત્યારે મંત્રિપુત્રે કહ્યું કે 173. સુવર્ણકંકણ જેને મલ્યું હતું તેની પાસેથી મેં દ્રવ્ય વડે મેળવ્યું. આ સાંભળી રાજકન્યા હદયમાં વિચાર કરવા લાગી. - 174. જ્ઞાનથી આ બંને વસ્તુ પડવાનું સ્થાન તું જાણે છે તે આશ્ચર્ય નથી પરંતુ મારા મનમાં આશ્ચર્ય છે કે વસ્તુ તારા હાથમાં છે. 175. તેઓમાં ભાવિ નિ કેઈ કારણ છે નહિ તે અદૃશ્ય શરીરની પ્રાપ્તિ વિના સ્વામી પણ કઈ રીતે આવી શકે ?