SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ कलिकालकल्पद्रुपम परमप्रभावकश्रीलोढणपार्श्वनाथाय नमः પરમપૂજ્ય, આગમ પ્રભાકર બી પુણ્યવિજયજી મહારાજ અને પૂ. મુનિ શ્રી યશવિજયજી (હાલમાં પૂ. યશેદેવસૂરિજી) વચ્ચે ર૭ વરસ ઉપર થયેલો રેચક અને પ્રેરક વાર્તાલાપ અને ઉપાધ્યાયજી મહારાજ જોડે સંપર્શતી માહિતીની એક ઝલક. નોંધ-આ એક નોંધપાત્ર ઘટના હોવાથી જે એ શબ્દસ્થ થાય અને તે મુદ્રિત થાય તે ભલે નાનકડા પણ એક ઐતિહાસિક અને પ્રેરક ઘટના ચિરંજીવ બની રહે ! એ સદાશયથી (પૂજ્ય સંપાદક ગુરુદેવની અનિચ્છા છતાં, અમે તે નકલ મેળવીને છાપી છે. લેખ લખ્યા સં. 2012 -પ્રકાશક સમિતિ પરમપૂજ્ય આગમપ્રભાકર મુનિવર શ્રીપુણ્યવિજયજી મહારાજને વરસોથી મારા માટે એક ભાવના બેઠી હતી કે, “હું એક ચોમાસું એમની સાથે કરૂં” અને તેથી એક વખતે મને ખૂબ જ લાગણીથી ભાવભીનું આમંત્રણ આપ્યું આ હતી સાલ 2009 ની. પણ આ આમંત્રણ પાછળ ભૂતકાળનું એક અનુસન્ધાન હતું. શું હતું તે જોઈએ. પૂજય પુણ્યાત્માપુણ્યવિજ્યજી મહારાજશ્રીનું આગમન પાલીતાણામાં વિ સંવત 2001 માં થયું સાહિત્યમંદિરમાં ઉતારે કરેલે. એ અવસરે હું મારા દાદાગુરુઓ સાથે રાજકોટથી પાલીતાણા આવ્યો હતો. અને અમે સાહિત્યમંદિરમાં જ ઉતર્યા હતા. તે વખતે જ સાહિત્યમંદિરમાં તેઓશ્રીનું પ્રથમ દર્શન-મિલન થયું. પ્રાથમિક દર્શન-મિલને એકબીજાનાં હૈયાં ભાવવિભોર બન્યાં. કોણ જાણે પરોક્ષમાં મારા પ્રત્યે તેઓશ્રીએ કે ઉંડે આદ –ભાવ કેળવ્યું હશે એટલે પ્રત્યક્ષ રીતે મળતાં મને ખૂબ જ આદર-ભાવથી તેઓશ્રીએ આવકાર્યો. તેઓશ્રી તે શ્રેષ્ઠ કોટિના સમર્થ વિદ્વાન અને તે વખતે હું અલ્પમતિ, છતાંય જાણે હું કંઈક વિશેષ હેઉ તે રીતે આદર-વ્યવહાર કરતા. એક સમયે મેં કહ્યું કે આપની સાહજિક ઉદારતા કોઈ અનેરી છે એટલે ઉદારતા સ્વાભાવિક રીતે જ હરકેઈના પ્રત્યે વ્યક્ત થઇ જાય એ બરાબર છે, પણ મારા પ્રત્યે થતી વધુ પડતી ઉદારતા મારા માટે શરમરૂપ બને છે મારી જોડે મારી મર્યાદા મુજબ વ્યવહાર થાય તે જ મને ગમે. આથી મારો વધુ પડતે આદર મારી પ્રકૃતિથી પણ વિરૂદ્ધ છે. ઉલટું બહું ક્ષોભ-શરમ અનુભવવી પડે છે અને મારો ભાવિ માટે પણ મર્યાદાપૂર્ણ વહેવાર જ યેગ્ય ગણાય. મારા હૃદયને આ ભાવ વ્યક્ત કર્યો ત્યારે તેઓ મીઠું હસ્યા અને ઉલટું મને સામેથી કહે કે મને મારી પ્રકૃતિના અધિકારનો ઉપયોગ કરવા દો, આ બાબતમાં મારી ઉદારતા સામે તો ઉદાર જ રહે તે સારું ! પછી તો અમે રોજ રોજ વારંવાર મળતા, રાતે કલાકો સુધી બેસતા. એમની ઉદારતા અને આત્મીયભાવ અનેરો હતા, બેઠકમાં સાહિત્ય, આગમ, ઇતિહાસ, સંઘ વ્યવસ્થા, સાધુસમાજ, અભ્યાસ, સંશોધન, વિજ્ઞાન અને પિતાના અનુભવો વગેરે ઉપર વિવિધ વાર્તાલાપ, ચર્ચા, વિચારણા અને સમીક્ષાઓ થતી વાર્તાલાપમાં એમની વિનમ્રતા અને ઉંડા જ્ઞાન-વિજ્ઞાન અને અનુભવોની ઝલકે ઝળકતી.
SR No.004308
Book TitleNavgranthi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1981
Total Pages320
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy