________________ મૂલ્યવાન, અતિ મહત્વપૂર્ણ સેંકડો કૃતિઓના સર્જકે આ દેશમાં ગણ્યા ગાંઠયા પાક્યા છે. તેમાં ઉપાધ્યાયજીને નિક સમાવેશ થાય છે. ભાવી વિરલ શક્તિ અને પુણ્યા કોઇના જ લલાટે લખાએલી હોય છે. આ વ્યક્તિ ખરેખર ! ઇદગુરૂ કૃપા, જન્માનને તેજસ્વી જ્ઞાનસંસ્કાર, અને સરસ્વતીનું સાક્ષાત પ્રાપ્ત કરેલું વરદાન, મા ત્રિવેણી સંગમને આભારી છે. તેઓશ્રી “અવધાનકાર' (એટલે બુદ્ધિની ધારણા શક્તિના ચકારવાળા) હતા. અમદાવાદના શ્રી ધ વચ્ચે અને બીજીવાર અમદાવાદના મુસલમાન સમાની રાજયસભામાં માં અવધાનના પ્રયોગો કરી બતાવ્યા હતા. તે જોઈને સૌ આશ્ચર્યમુગ્ધ બન્યા હતા. માનવીની બુદ્ધિ-શકિતને અદ્દભૂત પરચો બતાવી જૈન ધર્મ અને જૈન સાધુનું અસાધારણ ગૌરવ વધાર્યું હતું. તેઓશ્રીની શિષ્ય હપતિ અલ્પ સંખ્યા હતી. અનેક વિષયોના તલસ્પશી વિદ્વાન છતાં નવ્ય ન્યાય’ને એવો આત્મસાત કર્યો હતો કે “નવ્યન્યાય'ના અવતાર લેખાયા હતા. આ કારણથી તેઓ તાર્કિક શિરોમણિ' તરીકે વિખ્યાત થયા હતા. જેન સંધમાં નવ્યન્યાયના આ આઘ વિદ્વાન હતા. જેને સિદ્ધાતે અને તેના ત્યાગ-વૈરાગ્ય પ્રધાન માયારાને નવ્યન્યાયના માધ્યમ દ્વારા તબાહ કરનાર માત્ર એક મને અદ્વિતીય ઉપાધ્યાયજી જ હતા. એમનું અંતિમ અવસાન ગુજરાતના વડોદરા શહેરથી 19 માઈલ દૂર આવેલા પ્રાચીન ભાવતી, વર્તમાનમાં “હાઈ' શહેરમાં વિ. સં. ૧૭૪૩માં થયું હતું. આજે એમની દેહાન્તભૂમિ ઉપર એક ભવ્ય સ્મારક ઉભું કરવામાં આવ્યું છે. જ્યાં એમની વિ. સં. ૧૭૪૫માં પ્રતિષ્ઠા કરેલી પાદુકા પધરાવવામાં અાવી છે. ડભાઈ એ રીતે બડભાગી બન્યું છે. ઉપાધ્યાયજીના જીવનની અને તેઓશ્રીને સ્પર્શતી બાબતોની આ અલપ ઝાંખી છે.” લેખ સંતા. 16-2-66 વિ. સં. 2022 નમિનાથ જૈન ઉપાશ્રય પાયધુની મુંબઈ યશવિજય વિશેહના નામના ગ્રંથમાંથી ઉદ્દધૃત ]