________________ [22] જન્મ શતાબ્દિની સ્મૃતિ નિમિત્તે વિદ્યમાન અચલગચ્છાધિપતિ પૂ. આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરિશ્વરજી મ. સા. ની શુભ પ્રેરણાથી ભારતભરમાં ઠેરઠેર ભવ્ય મહેન્સ, આરાધનાઓ, અઠ્ઠમતપ, આયંબિલ તપ, જાપ અનુષ્ઠાને, પુસ્તક વિવરણ, પુસ્તક પ્રકાશન રંગોળી, તેઓશ્રીનું જીવન-ચરિત્ર પ્રકાશન આદિ થયા હતા. તેઓશ્રીની નિશ્રામાં તથા તેઓશ્રીનાં આજ્ઞાવતિ સાધુ-સાધ્વજીએ ગચ્છના સાધુ-સાધ્વીજીઓની નિશ્રામાં રાજસ્થાન–કચ્છગુજરાત-સૌરાષ્ટ્ર-મુંબઈ-મહારાષ્ટ્ર આદિમાં પણ ભવ્ય મહોત્સવ આરાધનાપૂર્વક થયા હતા. મુંબઈમાં કચ્છી વિશા ઓશવાળ દેરાવાસી જૈન મહાજન દ્વારા ભાત બજાર, લાલવાડી અને ઘાટકોપર જિનાલયોમાં તથા શ્રી કચ્છી દશા ઓશવાળ જૈન જ્ઞાતિ મહાજન અને શ્રી અનંતનાથજી મહારાજ અને તેના સાધારણ ફંડોનું ટ્રસ્ટ દ્વારા ખારેક બજાર અને ભાંડુપના જિનાલયોમાં અને મુલુંડમાં ભવ્ય વરઘેડાનાં આજને અને મહોત્સવ થયા હતા. ઉક્ત મહોત્સવ મુનિ કલાપ્રભસાગરજી, મુનિ મહાભદ્રસાગરજી ઠાણ 4 ની નિશ્રામાં ઉજવાયા હતા. ત્યાંના સંઘે એ પણ આ પ્રસંગે ખૂબ જ લાભ લીધેલ. દાદા શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મ. સા. ની ચતુર્થ જન્મ શતાબ્દિની સ્મૃતિ નિમિત્તે શ્રી આર્યરક્ષિત જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠ હસ્તકના “દાદા શ્રી કલ્યાણસાગરસૂરિ ગ્રંથ પ્રકાશન કેન્દ્ર” દ્વારા 30 જેટલા ગ્રંથે બહાર પડી ચૂક્યા છે. તથા શ્રી આર્ય-કલ્યાણ ગૌતમ સ્મૃતિ ગ્રંથનું પ્રકાશન અલ્પ સમયમાં જ થનાર છે. આ સ્મૃતિમાં ગ્રંથમાં ભગવાન શ્રી મહાવીરદેવથી માંડી વિદ્યમાન અચલગચ્છાધિપતિશ્રીનું જીવનવૃત તથા જૈનધર્મ અને અચલગચ્છને સ્પર્શતા સંશોધનાત્મક લેખે, સંસ્કૃત, ગુજરાતી અને હિન્દીમાં પ્રકાશિત થશે. આ સ્મૃતિ ગ્રંથમાં ગચ્છનાયક આચાર્યદિના તથા ભારતભરના પ્રાણ ગચ્છના જિનાલયે, ત્યાંના મૂળનાયક ભગવંતે, તથા ઐતિહાસિક હસ્તલિખિત પ્રતેની પ્રશસ્તિઓનાં મળી લગભગ 100 જેટલા ચિત્રો (બ્લેક) હશે. કચ્છ પાલિતાણા છ'રી સંઘ તથા સં. 2035 માં પાલિતાણ થયેલ ઐતિહાસિક નવાણું યાત્રાનાં તથા મત્સવેનાં પ્રસંગ ચિત્રો પણ આવશે. દાદાશ્રીની સ્મૃતિમાં શ્રી આર્ય–જય-કલ્યાણ કેન્દ્રની પણ સ્થાપના કરવામાં આવેલ છે. આ કેન્દ્ર હસ્તક પંદર જેટલા પ્રાચીન, અર્વાચીન પ્રકાશને પ્રગટ કરવામાં આવ્યા છે. દાદા શ્રી કલ્યાણસાગરસૂરિ કૃત વ્યાકરણ વિષયક શ્રી લિંગનિર્ણય ગ્રંથ (પરિશિષ્ટશબ્દકેશ વિવરણ સહિત) પણ પ્રકાશિત થનાર છે. તથા દાદાશ્રીનાં ફેટાઓ, સ્ટીકર પણ પ્રકાશિત કરવામાં આવ્યા છે. બાડમેર (રાજસ્થાન) માં સં. ૨૦૩૨-૩૩માં વિદ્યમાન અચલગચ્છાધિપતિશ્રીની નિશ્રામાં દાદા શ્રી કલ્યાણસાગરસૂરિની ચતુર્થ જન્મશતાબ્દિની સ્મૃતિ રૂપે ભવ્ય મહત્સવ, વ્રત પ્રચાર સંસ્કૃતિ સમારોહ, હિન્દીમાં અણુવ્રતની પુસ્તિકા પેલેટ, હિન્દીમાં કલ્યાણસાગરસૂરિ જીવન ચરિત્ર વિગેરે પ્રકાશિત થયા.