________________ [] શ્રી નેમિનાથ પ્રભુના દેરાસરમાં વિ. સં. 1715 માં પાદુકાની સ્થાપના થઈ છે. (9) કછ-ભદ્રેશ્વર તીર્થ દેરાસરની ભમતીમાં પાદુકાની સ્થાપના છે. (10) કચ્છભુજનગરમાં એ આચાર્યશ્રીના દેહના અગ્નિ સંસ્કારના સ્થળે સં. 1718 માં ત્યાંનાં સંઘે સ્થભ (સ્તૂપ)ને શિખરબંધ મંદિર કરાવી તેમાં પાદુકાની સ્થાપના કરી. ત્યારબાદ એ ગુરુમંદિરનો જીર્ણોદ્ધાર કરાવી સં. ૧૯૭૩માં પરમ ઉપકારી અચલગચ્છ મુનિ મંડેલાગ્રેસર પૂજ્ય દાદાશ્રી ગૌતમસાગરજી મ. સા. ના ઉપદેશથી કચ્છવરાડીઆના શા ગેલા માણેક તથા દેવજી માણેકે કેરી પાંચસેના ચડાવા પૂર્વક ભવ્ય મોટી પ્રતિમાની સ્થાપના કરી. આ ઉપરાંત માંડવી, અંજાર, તેરા, નલીયા, જખૌ, લાલા, જસાપુર, વારાપર, વરાડીયા, સાંયરા, સુથરી તીર્થ સાંધાણ, વઢ, દેઢીઆ, હાલાપુર, કોટડી, કોટડા, દેવપુર, ગઢ, ગોધરા, મેરાઉ, ડેણ, તલવાણા, મોટા આસંબીયા વિગેરે કચ્છના ગામમાં તથા માટી ખાવડી, નવાગામ, દલતુંગી, ગોરખડી, મેડપુર, દાંતા વિગેરે હાલારના ગામમાં કેટલેક ઠેકાણે મોટી દેરીમાં અને કેટલેક ઠેકાણે દેરીઆકાર આરીયાઓમાં આચાર્યશ્રીની પ્રતિમાઓની સ્થાપના થયેલ છે. મુંબઈમાં ભાડું, ખારેક બજાર અને માટુંગાના કરછી જૈન દેરાસરમાં આ આચાર્યશ્રીની પ્રતિમાઓની સ્થાપના થયેલ છે. ઉપરોક્ત પ્રતિમાઓની સ્થાપનાઓમાંથી ઘણીખરી સ્થાપનાએ અચલગચ્છ મુનિમંડલાસર સુવિહિત શિરોમણી પ. પૂ. દાદાસાહેબ શ્રી ગૌતમસાગરજી મ. સાના ઉપદેશથી થયેલ છે. દાદા શ્રી કલ્યાણસાગરસૂરિની પ્રતિમાજીએ: પૂ. અચલગચ્છાધિપતિ આ. ભ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા. ની પ્રેરણાથી આ સ્થળોમાં પણ પ્રતિષ્ઠિત થયેલ છે. સમેતશિખરજી તીર્થ, પાલિતાણામાં કેશવજી નાયક * ધર્મશાળા, નાગલપુર ગામ નાગલપુર વિદ્યાપીઠ, કેડારા, બાડમેર, ભીનમાલ, ભાત બઝાર આદિનાથ જિનાલય, લાલવાડી સુવિધિનાથ જિનાલય, ઘાટકોપર અરાવલ્લા પાર્શ્વનાથ જિનાલય, નાલાસોપારા વિગેરે. દાદા શ્રી કલ્યાણસાગરસૂરિનું જીવનચરિત્ર જાણવા ઉદયસાગરસૂરિકૃત રાસ, અમરસાગરસૂરિ રચિત સંસ્કૃત પટ્ટાવલી તથા વિદ્ધમાન પદ્ધસિંહ ચરિત્રમ્ વિગેરે ગ્રંથ અત્યુપયોગી છે. ન્યાયસાગરજી, ફૂલચંદજી, હંસરાજ કૃત કલ્યાણસાગરસૂરિની પૂજાઓ પણ પ્રસિદ્ધ છે. દાદા શ્રી કલ્યાણસાગરસૂરિ આદિની સ્મૃતિ નિમિત્તે વિદ્યમાન અચલગચ્છાધિપતિ પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા. ની મંગલ પ્રેરણાથી સં. 2030 માં શ્રી આર્ય રક્ષિત જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠ દ્વારા શ્રી કલ્યાણ-ગૌતમ-નીતિ જૈન તત્વજ્ઞાન શ્રાવિકા વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી જેમાં જૈન કન્યાઓ વિધવા-ત્યક્તા એને વિગેરે ધાર્મિક-તત્ત્વજ્ઞાનની તાલીમ મેળવી રહી છે. સં. 2033-34 દરમ્યાનમાં અચલગચ્છાધિપતિ દાદા શ્રી કલ્યાણસાગરસૂરિની ચતુર્થ