________________ [18] તથા ધર્મમૂર્તિસૂરિ ભ, વિ. કરાવ્યા હતા. ભીનમાલના ચાતુર્માસ દરમ્યાન ઉપાધ્યાય દેવસાગરજી ગણિવર્યે ખંભાતમાં ચાતુર્માસ બિરાજમાન શ્રી કલ્યાણસાગરસૂરિજીને સંસ્કૃત શ્લેકબદ્ધ વિસ્તૃત પત્ર લખ્યું હતું. તેમાં ભીનમાલ ગડીજી તીર્થ અને ખંભાત અંગેનાં વર્ણને અને ગચ્છને પ્રચાર ખાસ ધ્યાન ખેંચે છે. શ્રેષ્ઠિ શ્રી નાગજી શાહ અંગે તેમાં વર્ણન છે કે તેઓની કીર્તિ પારકર, મેવાડ, માળવા આદિમાં ગૂંજતી હતી. ઉક્ત શ્રેષ્ઠિઓએ ખંભાતમાં જિનબિંબ પ્રતિષ્ઠા, ઉપાશ્રય નિર્માણ, ગ્રંથલેખન આદિ કાર્યોમાં અઢળક ધન ખસ્યું હતું. જામનગરના રાજા લાખાજી કલ્યાણસાગરસૂરિના પરમ ભક્ત હતા. વિનયસાગરજીકૃત પટ્ટાવલીમાં ઉલ્લેખ છે કે જામલાખાજીએ સૂરિજીની નવરંગપૂજા કરી હતી. શ્રી કલ્યાણસાગરસૂરિના શિષ્ય પરિવારમાં અમરસાગરસૂરિ, વિનયસાગરસૂરિ, મહો. રત્નસાગરજી, મહો. દેવસાગરજી, પં. ભાવશેખરગણિ, વા. વિજયશેખરગણિ, વા. વિજયમૂર્તિગણિ, સુમતિવર્ષગણિ, મુનિ થાનપુ. આદિ અનેક નામે પ્રાપ્ત થાય છે. શ્રી કલ્યાણસાગરસૂરિજીની પ્રૌઢપ્રતિભા અને પ્રભાવક નેતૃત્વથી તે વખતે ગ૭માં સાધુ સમુદાય વિશાળ હતું. તેઓનાં શિષ્યોએ રચેલા ગ્રંથરચનાનાં સ્થળેથી જાણી શકાય છે કે અચલગચ્છીય શમણે પણ તે વખતે ભારતના મુખ્ય પ્રદેશનાં વિસ્તારમાં વિચરતા હતા. તેઓનાં શિષ્ય મહા વિનયસાગરજી પ્રકાંડ વિદ્વાન હતા. વિચિસ્તામણી ગ્રંથની પ્રશસ્તિના “તેષાં શિશ્ચ વરાચાર્યસૂરિ વિનયસાગરે” આવા ઉલ્લેખ પરથી લાગે છે કે તેઓ સૂરિપદ ધારક હશે...પઢાવલી સમેત પ્રમાણ ગ્રંથમાં તેઓને “સૂરિ' તરીકે ઉલ્લેખ પ્રાપ્ત થતી નથી જેથી આ હકીકત સંશનીય છે. તેઓની કૃતિઓ આ મુજબ છે. (1) વૃદ્ધચિંતામણિ યાને વિચિતામણિ ગ્રંથ (2) અનેકાર્થ રત્નમેષ ગુર્જર પદ્યમાં, (3) ભેજ વ્યાકરણ સંસ્કૃત પદ્યમાં મહારાઓ ભારમલ્લના કુંવર ભેજરાજની તુષ્ટિ માટે એની વિનંતિથી 2028 શ્લેક પ્રમાણને આ પદ્યબદ્ધ વ્યાકરણ ગ્રંથ છે. (4) વિધિપક્ષગચ્છ બૃહત્પટ્ટાવલી. આ ગ્રંથ અલ્પસમય પહેલા જ પ્રાપ્ત થયેલ છે. પ્રાયઃ પ્રથમાદર્શ પ્રત હોય. આ પ્રતની અન્ય નકલે શેધવી ખૂબ જ જરૂરી છે. આ ગ્રંથ પાંચ ઉલ્લામાં વિભક્ત છે. અને સંસ્કૃત પદ્યબદ્ધ છે. ગચ્છપ્રવર્તક શ્રી આર્યરક્ષિતસૂરિથી માંડી શ્રી કલ્યાણસાગરસૂરિ સુધીના ગચ્છનાયકોનાં જીવનવૃત એમાં વર્ણવે છે. (5) હિંગુલ પ્રકરણ (6) નામમાલાપૂર્તિ વિગેરે. મહે. વિનય સાગરજીના સૌભાગ્યસાગરજી ગણિ આદિ અનેક શિષ્ય હતા. શ્રી કલ્યાણસાગરસૂરિના વખતમાં થયેલા મહોપાધ્યાય શ્રી દેવસાગરજી ગણિવર્ય પણ પ્રકાંડ વિદ્વાન હતા. ગચ્છનાયક શ્રી કલ્યાણસાગરસૂરિને તેમણે લખેલા સંસ્કૃત-પદ્યમાં નિબદ્ધ બે અતિહાસિક પત્રે પ્રસિદ્ધિમાં છે, તેની યાદગાર કૃતિ તે છે વ્યુત્પતિ રત્નાકર