________________ " - ક [14] કચ્છના રાજાને પ્રતિબોધ, અમારી પાલન, દીક્ષા પ્રતિષ્ઠાના કાર્યો:-* સંવત 1654 માં કચ્છના પાટનગર ભુજ નગરમાં પધાયા વાત રોગથી પીડાતા કચ્છના મહારાઓ (રાજા) ભારમલ્લ (પ્રથમ) ને મંત્રિત જળથી રેગ રહિત કરી, પ્રતિબોધી આચાર્યશ્રીએ જૈન ધર્માનુરાગી બનેલા રાજા દ્વારા કચ્છભરમાં પર્યુષણ પર્વના આઠ દિવસે દરમ્યાન અમારી (અહિંસા) પળાવવાનું ફરમાન બહાર પડાવેલ, રાજાએ પ્રસન્ન થઈ આચાર્યશ્રીના ઉપદેશથી રાજવિહાર' નામે જિનાલય બંધાવ્યું. રાજાએ. રાજમહેલમાં જે પાટ ઉપર, આચાર્યશ્રીને બિરાજમાન કરેલ તે પાટ આજે પણ ભુજના અચલગચ્છ ઉપાશ્રયમાં વિદ્યમાન છે. સં. 1654 થી સં. 1867 પર્યતમાં આચાર્યશ્રી કચ્છમાં વિચરી 75 પુરુષો અને 127 સ્ત્રીઓને પરમ પવિત્ર દીક્ષા આપી અને તેર પ્રતિષ્ઠા કરાવી આ રીતે કચ્છની ભૂમિ પર એમણે મહાન ઉપકાર કર્યો. ભુજ માંડવીના જિનાલ પણ આચાર્યશ્રીની પ્રેરણાથી નિર્મિત થયેલા છે. વચ્ચે સં. 1665 માં જામનગરથી રાયશીશાહે શત્રુંજય તીર્થને સંઘ કાઢેલ. જામનગરમાં અમુંજય તીર્થ જિનાલય નિર્માણ પ્રેરણ: " સં. 1668 છે. સુ. 3 ને રાયશીંશાહે સૂરિજીની પ્રેરણાથી વિશાળ જિનાલય બંધાવવાનું ખાતમુહૂર્ત કરેલ. સં. 1668 શ્રાવણ સુદ પના આચાર્યશ્રીના ઉપદેશથી અને પદ્ધસિંહ શાહની ભાર્યો કમલાદેવીની પ્રેરણાથી ઉક્ત બાંધવેએ જામનગરમાં મહેસવપૂર્વક બહંતેર જિનાલયવાળા મહાન જિનાલયને પાયે નાખે. આ જિનાલય બંધાવવામાં છસો કારીગરે સલાટો રોકવામાં આવેલા જિનાલય બાંધતાં આઠ વરસ પસાર થયેલા. પાલનપુરના નવાબને પ્રતિબોધઃ - સં. 1669 માં આચાર્યશ્રી પિતાના વયેવૃદ્ધ ગુરુદેવ આ. શ્રી ધર્મમૂર્તિસૂરિને વંદનાર્થે પાલનપુર પધાર્યા ને ગુરુદેવ સાથે જ ચાતુર્માસ રહ્યા. ત્યાંના નવાબની વિનંતીથી નવાબની પત્ની કરીમા બેગમ જે વર રોગથી સંતપ્ત હતી તેણીને રોગ નિવારવા આચાર્યશ્રીએ મહેપાધ્યાય શ્રી રત્નસાગરજીને રાજમહેલે મોકલ્યા. મંત્ર પ્રભાવની બેગમ રેગ રહિત બની, નવાબ અને બેગમ માંસાહાર ત્યાગી બન્યા. નવાબે ત્યાં એક ઉપાશ્રય પણ બંધાવી આપે. ગચ્છનાયક પદ– - સં. 1670 માં સુગપ્રધાન દાદાશ્રી ધર્મમૂર્તિસૂરીશ્વરજી કાળધર્મ પામતાં પાટણના સંઘે શ્રી કલ્યાણસાગરસૂરિને પિષ વદ ૧૧ના “ગશ” પદથી અલંકૃત કર્યા હતા. આચાર્યશ્રી સંઘના આગ્રહથી ત્યાં જ ચાતુર્માસ રહ્યાં.