________________ પ્રકાશકીય નિવેદન પરમ પૂજ્ય ગચ્છાધિપતિ મૂલીનરેશપ્રતિબંધક વાત્સલ્યસિંધુ આચાર્યશ્રી માણિક્યસાગરસૂરીશ્વરજી મહારાજના શુભ આશીર્વાદથી તેમજ વિદ્રર્ય બાલદીક્ષિત મુનિરત્નથી સૂર્યોદયસાગરજી મહારાજની શુભ પ્રેરણાથી વિસં. 2010 માં કપડવંજ મુકામે આગમોઠારક ગ્રંથમાલાની સ્થાપના થઈ છે. આ સંસ્થાએ 14 વર્ષના આ ટુંક સમયમાં 35 પ્રકાશને પ્રગટ કર્યા છે. સૂરીશ્વરજીની પુણ્યકૃપાએ, આ સટીક સબાલાવબેધ “સર્વત્તશતકનામનો ગ્રંથ આગદ્ધારક ગ્રંથમાલાના 36 મા રત્ન તરીકે પ્રગટ કરતાં અમોને અત્યંત હર્ષ થાય છે. આ ગ્રંથમાં મૂલ-વૃત્તિ અને બાલાવબોધ એ ત્રણેયને સમાવેશ છે. આ સંસ્થાના પ્રથમ રત્ન તરીકે પ્રતાકારે સટીક સર્વજ્ઞશતક પ્રગટ થઈ ચૂક્યો છે. પ્રાચીન ગુર્જરભાષાની જાણકારી માટે બાલાવબોધમાં તેજ-પ્રાચીન ભાષા જ રાખી છે. તેમજ બીજા અધિકારના પહેલા છેલ્લા પાંચ પાના મલતા ન હોવાથી પૂજ્ય ગચ્છાધિપતિશ્રીને તેનું ગુજરાતી કરી આપેલ છે. તે બદલ અમો તેઓશ્રીના ખૂબ જ ઋણી છીએ. - આ ગ્રંથના પ્રકાશનમાં પૂ૦ શાસનકંટકોદ્ધારક ઉપાધ્યાયશ્રી હંસસાગરજી ગણિવર્યશ્રીના શિષ્યરત્ન તિવિંદ ગણિવર્ય શ્રી નરેન્દ્રસાગરજી મહારાજે આ ગ્રંથની સ્વહસ્તલિખિત સાત પુસ્તિકાઓ આપવાની ઉદારતા બતાવી છે. અને પ્રેસપી પૂ૦ મુનિરાજશ્રી શશીપ્રભસાગરજી મ. કરેલી છે. તેમજ ઉપાટ શ્રી હંસસાગરજી ગણિ મહારાજે આમુખ તથા મુનિરાજશ્રી પુણ્યદયસાગરજી મહારાજે ઉપોદઘાત લખી આપ્યો તે બદલ તેઓ સર્વેનો તેમજ આ પુસ્તકનું સંશોધન 50 50 ગચ્છાધિપતિ આ. શ્રી બાબગર જરછ મા ની પવિત્ર દષ્ટિ નીચે શતાવધાની લાલસાગરજી ગણિએ કરેલ છે તે આ બદલ તેઓશ્રીને તેમજ જેઓએ દ્રવ્ય આદિની સહાય કરી છે. તે બધા મહાનુભાવોને ઉપકાર માનીએ છીએ. લિ. પ્રકાશક