________________ 29 પૂજ્યશ્રીની બીજી પણ કૃતિઓ છે. તેમાંની એક સંસારિછવચરિત્ર બાલાવબોધ છે. તે તે, સમયની ગુજરાતી ભાષામાં છે. આ ગુજરાતી ભાષાની અદ્વિતીય અને મહાન કૃતિ છે. સિદ્ધર્ષિગણિ વિરચિત જે “ઉપમિતિ ભવપ્રપંચા કથા” છે. તેને સાર રૂપ આ ગ્રંથ છે. તેમાંથી સારને ગ્રહણ કરીને પૂજ્યશ્રીએ આ ગ્રંથ બનાવ્યો છે. અદ્યાપિ આ સિવાયનો બીજો ગ્રંથ ગુર્જરભાષામાં હોય તેવું લાગતું નથી. ગુર્જરભાષામાં આના જેવી કૃતિ મલવી અશકય છે. આ ગ્રંથ-સંસારિજીવ ચરિત્ર' બાલાવબોધ નામે આગમેદારક ગ્રંથમાલા તરફથી પ્રકાશિત થઇ ચૂકયો છે. તેથી સુજ્ઞ વાચકોને આ ગ્રંથ વાંચવા ખાસ ભલામણ છે. શ્રી અમૃતસાગરગણિની અન્ય કૃતિઓ વિનય બાલહિતશિક્ષા, કિરણ પરીક્ષા (કિરણાવલી પરીક્ષા ), પંચજ૫, સંતપંડિત વિગેરે ગ્રંથે અપ્રકાશિત છે. ઉપસંહાર–અંતમાં પૂજ્ય ગુરૂદેવશ્રી વિ. સં. 2016 માં નાગપુરનું ચતુર્માસ કરી સમેતશિખરજી મહાતીર્થ તથા રાજગૃહી મહાતીર્થ અંજનશલાકા-પ્રતિષ્ઠા કરાવી કલકત્તા પધાર્યા. અને ત્યાંના ચતુર્માસ દરમીઆન એટલે સં. 2017 માં “ધર્મ સાગરગ્રંથસંગ્રહ” અને “સૂત્રવ્યાખ્યાનધિશતક' આ બે ગ્રંથે છપાયા. ચતુર્માસ બાદ વિહારમાં “ધર્મસાગરગ્રંથસંગ્રહ' નામનો ગ્રંથ કે જેનું પૂજ્ય મનિભગવંતે સાથે બેસી વાંચન કરતા હતા ત્યારે તેમાં હું પણ બેસતા અને સાંભળતો. ત્યારથી હારું મન પૂજ્ય મહોપાધ્યાયજી પ્રત્યે આકર્ષાયું. ત્યારબાદ દરેક ચતુર્માસમાં પૂજ્યશ્રીના ગ્રંથો વંચતા ગયા. અને તેમ તેમ મારો પૂજ્ય મહોપાધ્યાયજી પ્રત્યેનો અનુરાગ વધતો ગયો. છેલ્લે જામનગરન સં. 2022 અને 2023 ના ચતુર્માસમાં “પ્રવચનપરીક્ષા " ના બે ભાગ વાંચનમાં આવતાં પૂજ્યશ્રી પ્રત્યેને ગુણાનુરાગ ઉત્તરોત્તર વધતો ગયો. જ્યારે મારા જાણવામાં આવ્યું કે પ્રવચનપરીક્ષાના પૂર્વાર્ધમાં 156 ગ્રંથની સાક્ષીઓ આપવામાં આવી છે ત્યારે પૂજ્યશ્રી ઉપરના અનુરાગમાં ઘણી વૃદ્ધિ થઈ. વળી પૂજ્યશ્રી વિરૂદ્ધ કેટલીક હકીકતે હાર વાંચવામાં આવી તેથી મને કાંઈક લખવાની ભાવના થઇ. ચોગાનયોગ તે વખતે આ ગ્રંથ પ્રેસમાં છપાઈ રહ્યો હતો. એક તે ઉપાધ્યાશ્રીના ગુણોથી આકર્ષાએલો હતો અને આને ઉપોદઘાત લખવાની પૂજયશ્રી તરફથી સૂચના થતાં. જેમ સેનામાં સુગંધ ભળે તેમ આ ઉપોદઘાત લખવા પ્રેરાયો છું.. આ ઉદઘાત લખવામાં સહાયભૂત થનારાઓને હાર્દિક આભાર માનું છું. આ મારો પ્રથમ પ્રયાસ છે. તેથી ધરથભાવથી જે કાંઈ શાસ્ત્ર અને પરંપરા વિરૂદ્ધ લખાયું હોય તો તેને મિચ્છામિ દુક્કડ માગું છું. અને વિજજને તે ભૂલ સુધારશે તેવી આશા સાથે વિરમું છું. સંધસ્થાપના દિન. વૈશાખ સુદ-૧૧, ગુરૂવાર તા. 9-4-18 સુરત એજ લી. પૂજ્ય ગચ્છાધિપતિ શાંતમૂર્તિ આ. . શ્રી મણિયસાગરસૂરીશ્વરજી મ.ના અંતેવાસી પુણોદયસાગર તા, ક.-વિશેષ * પ્રકાશના પ્રો. હીરાલાલ કાપડીઆના લેખો જુઓ.