________________ 5 આજના યુગમાં સચિત્ર પુસ્તકો વાંચવા-જોવા સહુને ગમે છે. તેથી મુનિ શ્રી જિનેશચંદ્ર વિજયજીએ દરેક સ્થાને અનુરૂપ ચિત્રો તૈયાર કરાવ્યા, તે આ આવૃત્તિમાં લીધા છે. # કથાઓમાં આવતી ગાથાઓનો અકારાદિક્રમ પરિશિષ્ટમાં લીધો છે. કથામાં આવતા કઠીન શબ્દોનો સંગ્રહ અર્થ સાથે પરિશિષ્ટમાં લીધો છે. સૌના સહકારની સાથે સાથે : પ્રૂફ તપાસવા આદિ માટે પં. શ્રી શ્રીચંદ્રવિજય ગણી, મુનિ શ્રી જિનેશચંદ્ર વિ., મુનિ શ્રી સુયશચંદ્ર વિ.નો પૂરો સાથ રહ્યો, અન્ય કાર્યો માટે સહવર્તી પં. શ્રી ધૂલિભદ્ર વિ.-પં. પુષ્પ-કૈલાસ-રાજ-શ્રમણચંદ્ર વિ., ગણિ શ્રી કુલ-પ્રશમચંદ્ર, પ્રવર્તક શ્રી કલ્યાણચંદ્ર વિ. મુનિ શ્રી અમર-પ્રકાશ-સુધર્મ-શશી-સમકિત-પ્રિય-સંઘ-સિદ્ધ-શ્રેય-શ્રુત-સંવેગ-નિર્વેદ-નિરાગ-સંયમ-સત્યસુજસ-સુનય-કલ્પ-ભક્તિ-જિગ્નેશચંદ્ર વિ. આદિનો સહવાસ, 5. પૂ. આ. શ્રી વિજય અજિતચંદ્રસૂરીશ્વરજી મહારાજ, પં. વિનીતચંદ્ર વિજય ગણીના ઉપદેશથી વિવિધ સંઘોએ તેમજ પં. શ્રી કૈલાસચંદ્રવિજયજી-મુનિશ્રી પ્રિયચંદ્રવિડના ઉપદેશથી શ્રી ચોપાટી મુંબઈ કલ્યાણ પાર્શ્વનાથ જૈન શ્રી સંઘે મુદ્રણમાં લાભ લીધો. પંડિતજી શ્રી વિષ્ણુકાંત ઝાનો સહકાર પણ ઉપયોગી રહ્યો. પર શબ્દકોષ સાર્થ : પં. અજિતભાઈએ અપૂર્વ પરિશ્રમથી તૈયાર કર્યો. ચિત્ર નિર્માણ : વીરેન્દ્ર પેઈન્ટરે (પાલીતાણા) મહેનતથી કર્યું. - ટાઈપસેટિંગ : જગદીશભાઈ બારીયાએ કર્યું. * મુદ્રણ : ભરત ગ્રાફિક્સ-અમદાવાદના ભરતભાઈ-મહેન્દ્રભાઈ એ ઉત્સાહભેર કર્યું. # સર્વકાર્યોમાં ઉલ્લાસ : રાજારામ-પ્રેમજી-વરસંગ-પંકજ-શાંતારામ-યોગેશ આદિએ બતાવ્યો. પ્રાંતે “આત્મહિતાભિલાષી જીવે કથા કહેવી જોઈએ, પરંતુ વિકથા ક્યારે પણ ન કહેવી જોઈએ; શ્રી જિનેશ્વર ભગવંતની સુકથા કરનાર, સંસારને ઉત્તમ રીતે પાર પામી જાય છે.” એ પ્રમાણે, આચાર્ય શ્રી વિજય ધર્મધુરંધરસૂરીશ્વરજી મહારાજે પ્રાકૃતવિજ્ઞાન કથાના બીજા ભાગના આમુખમાં જે કહ્યું છે, તે મુજબ કથાના વાંચનથી જીવો યોગ્ય જીવન જીવી માનવજીવન સાર્થક કરી શીધ્ર શાશ્વત શાંતિને પામે તેવી શુભભાવના. E વિ.સં. 2061, ભાદરવા વદ-૭, બાબુ અમીચંદ પનાલાલ શ્રી આદિનાથ જિનાલય. વાલકેશ્વર, મુંબઈ. પ.પૂ. આ. શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.ના ગુરુબંધુ પ.પૂ. આ. શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.ના ચરણકિંકર સોમચંદ્ર વિ.