________________ - આનંદની વાત આનંદની વાત છે કે પૂજ્યપાદ શાસનસમ્રા શ્રી વિજય નેમિ-વિજ્ઞાનસૂરીશ્વરજી મ. સા. ના પટ્ટધર પ્રાકૃતવિશારદ, ધર્મરાજા પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય કસ્તૂરસૂરીશ્વરજી મ. સા. પ્રાકૃત ભાષાના પુનરુદ્ધાર કાજે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અનુકૂળ રહે તેવી વિઠ્ઠલ્મોગ્ય પ્રાકૃતભાષામાં “પવિત્રાણિી મ-૨-૨ "ની રચના કરી હતી. વિદ્વાનોના ખૂબ જ ઉપયોગને કારણે પહેલા છપાયેલી બન્ને આવૃત્તિ પૂરી થતા ભા-૧ અને ભા-૨ બન્ને મુદ્રિત થાય તો વાચકને અનુકૂળ રહે, તે દૃષ્ટિએ તેઓશ્રીના પટ્ટધર ગચ્છાધિપતિ પ. પૂ. આથાર્ય શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા સૂરિમંત્રસમારાધક ૫.પૂ.આચાર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી, પૂ. આ. શ્રી વિજય સોમચંદ્રસૂરિ મ. ના સંપાદનથી, પૂજ્યશ્રીના પરિવારના પૂજ્ય મુનિભગવંતોના સતત પ્રયાસથી, વિવિધ શ્રીસંઘોના સહયોગથી, ભરત ગ્રાફિક્સના સહકારથી આ સચિત્ર પુસ્તક પ્રકાશિત થઈ રહ્યું છે. અમારા શ્રીસંઘનું સદ્ભાગ્ય છે કે પૂજ્યશ્રીના શિષ્યો દ્વારા જે જે પુસ્તકો સંશોધિત-સંપાદિત થઈ રહ્યા છે, તેના પ્રકાશનની જવાબદારી સંભાળવાનો અમોને લાભ મળે છે. આ ગ્રંથ વિદ્વાનોના-વિદ્યાર્થીઓના કરકમળમાં સમર્પિત કરતા અમારું હૈયું આનંદથી પુલકિત થઈ રહ્યું છે. લિ. શ્રી શંદેશ શs જૈન સંઘ સુરત, (