SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ મળે છે. અને જો કથાનુયોગ ભાવવિશુદ્ધિથી કથાયોગમાં ફેરવાઈ જાય તો અનાદિ કર્મસંયોગનો ક્ષણોમાં વિયોગ થઈ જાય તો અષાઢાભૂતિની જેમ કથા-નાટક કરતા, પૃથ્વીચંદ્ર-ગુણસાગરની જેમ કથા સાંભળતા કેવલજ્ઞાન પણ પામી શકાય છે. પ્રાકૃત જૈન કથાસાહિત્ય : સંસ્કૃત-પ્રાકૃત-અર્ધમાગધી-અપભ્રંશ આદિ પ્રાચીન-અર્વાચીન વિવિધ ભાષામાં શ્લોકબદ્ધ કે ગદ્યબદ્ધ આલેખાયેલ જૈન કથાઓનો મહાસાગર વિશ્વકથાસાહિત્યમાં મોખરાનું સ્થાન ધરાવે છે. તેમાં પણ પ્રાકૃતકથાસાહિત્ય તો જૈનદર્શન સિવાય બીજે ક્યાંય સંસ્કૃત નાટકોમાં સ્ત્રીપાત્ર સિવાય જોવા કે જાણવા મળતું નથી. જૈનાચાર્યોએ અરિહંતના મુખે બોલાયેલી ગણધર ભગવંતોએ સૂત્રરૂપે ગૂંથેલી, નિર્યુક્તિ-ચૂર્ણિ-ભાષ્યકારોએ વાપરેલી પ્રાકૃત-અર્ધમાગધીને પોતાની ભાષા માની વિપુલ કથાસાહિત્યનું સર્જન કર્યું છે. છેક શ્રીવિમલાચાર્યના પ૩મરિયું થી લઈ વસુદેવદિંહિ, દીવિત્ની, ચંડપન્નમહાપુરુષચરિયું, ઉત્તરાધ્યયનસૂત્ર ઉપર લખાયેલ શ્રીનેમિચંદ્રસૂરિજીની પ્રાકૃત કથાઓ, પ્રાdવ્યાશ્રય, શ્રી મહાવીરચરિત્ર, શ્રીશ્રીપાવલથા વગેરે વિવિધ ચરિત્રો, પંચમી-એકાદશી વગેરે પર્વની કથા આજે પણ વિદ્યમાન છે. વીસમી સદીના પ્રાકૃત સાહિત્યકાર વિજય કસ્તૂરસૂરિજી : છેલ્લા કેટલાય વર્ષોથી પ્રાકૃતમાં કથાસાહિત્યનું નવું સર્જન પ્રાયઃ કરીને થતું નહોતું, તે કાર્ય વીસમી સદીમાં શરૂ કર્યું તપાગચ્છાધિપતિ જૈનાચાર્ય શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર સમયજ્ઞ જૈનાચાર્ય શ્રી વિજય વિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર સિદ્ધાતમહોદધિ આચાર્ય શ્રી વિજય કસ્તૂરસૂરીશ્વરજી મહારાજે.. વર્તમાન કાળમાં પ્રાકૃતભાષાના થતા હાસને જોઈને પ્રાકૃતને જીવંત કરવા પોતાનું જીવન સમર્પણ કર્યું. - પૂજ્ય આચાર્ય શ્રી વિજય કસ્તૂરસૂરીશ્વરજી મ.નું સંક્ષિપ્ત જીવન : આ જંબૂદ્વીપમાં ભારત દેશમાં ધર્મ-કર્મમાં નિરત ગુજરાત રાજ્યમાં અમદાવાદ-રાજનગર નામે ગુજરાતનું પાટનગર છે. ત્યાં માણેકચોકની બાજુમાં ખેતરપાળની પોળ નામે પોળ છે. ત્યાં ફતેહચંદ નાનચંદ કીનખાબવાળા નામે પ્રસિદ્ધ કુટુંબમાં પિતા અમીચંદભાઈ, માતા ચંપાબેનની કુક્ષિએ વિ. સં. ૧૯૫૭ના પોષ વદ-૧ના દિવસે પુત્રરત્ન ઉત્પન્ન થયો. તેમનું “કાંતિલાલ' એ નામ પાડ્યું. રતિભાઈ, હિંમતભાઈ, એ બે તેમના ભાઈઓ હતા. આચાર્ય શ્રી વિજય સિદ્ધિસૂરીશ્વરજી મ. (પૂ. બાપજી મ.) તેમના સંસારી કાકાના દીકરા પિત્રાઈ ભાઈ થાય. અને સાધ્વીજી શાંતિશ્રીજી તેમના ફોઈબા થાય. પૂર્વના પુણ્યોદયથી શાસનસમ્રાટ્ આચાર્ય શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજના શિષ્ય પંન્યાસ શ્રી વિજ્ઞાનવિજયજીના પરિચયથી
SR No.004268
Book TitlePaiavinnankaha Part 01
Original Sutra AuthorN/A
AuthorKastursuri, Somchandrasuri
PublisherRander Road Jain Sangh
Publication Year2005
Total Pages224
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy