SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આદિનાથાય નમઃ || અનંતલબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામિને નમઃ | શાસનસમ્રાટ્ શ્રી વિજય નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરિભ્યો નમઃ || આ પ્રસ્તાવના થાક દૂર કરે, તે કથા... વ્યથા અંતરની અને બહારની દૂર કરે, તે કથા... પ્રથા-પદ્ધતિ, જીવન જીવવાની કળા શીખવાડે, તે કથા... શ્યથા-શિથિલ કરે ભવભ્રમણ અને જીવનની ચિંતા-ટેન્શન, તે કથા... ધર્મશાસ્ત્રમાં કથાનું માહાત્મ : જગતના કોઈપણ દર્શનના ધર્મશાસ્ત્રોમાં કથા-દૃષ્ટાંતો અવશ્ય આવતા જ હોય છે. ધર્મશાસ્ત્રોના પદાર્થોને સમજાવવામાં-સ્થિર કરવામાં કથા જ સહાયક-ઉપયોગી બને છે. તેથી જ તો કહી શકાય ધર્મશાસ્ત્રો કથાથી શોભે છે અને ધર્મશાસ્ત્રોની વાતોથી કથા રસપ્રદ બને છે. કથાનું શ્રવણ આબાલ-ગોપાલ સૌને ગમે છે. તે કથાનું શ્રવણ, રટણ અને મનન મનને શાંતિનો અનુભવ કરાવે છે. વર્ષો પહેલા થયેલ રામાયણ અને મહાભારતના પ્રસંગો આજે પણ ઘરે ઘરે સંભળાય છે. સાચે જ “ઈતિહાસ કોઈક વીરપુરુષની કથાથી રચાય છે અને કોઈક વિરલાની કથા ઈતિહાસને સમૃદ્ધ (જીવંત) બનાવે છે.” જૈનાગમમાં કથાનુયોગ : જૈનદર્શનમાં પણ આગમોમાં ચાર અનુયોગ બતાવ્યા છે. (1) દ્રવ્યાનુયોગ, (2) ગણિતાનુયોગ, (3) ચરણ-કરણાનુયોગ, (4) કથાનુયોગ. તેમાં ય કથાનુયોગ નાના-મોટા સહુને ઉપકારક બને છે. દરેક આગમોમાં- પછી તે શ્રી આચારાંગ, શ્રી સૂત્રકૃતાંગ કે શ્રી ભગવતીસૂત્ર કેમ ન હોય ? તેમાં પણ તત્કાલીન ચરિત્રો વિસ્તારથી વર્ણવ્યા છે. સાંભળવા પ્રમાણે માત્ર શ્રી જ્ઞાતાધર્મકથાંગસૂત્રમાં જ 3 કરોડ કથાઓ પહેલા હતી. શ્રી ઉપાસકદશાંગસૂત્રમાં દસ શ્રાવકોની કથા આવે છે. તો શ્રી રાજપ્રશ્નીયસૂત્રમાં રાજા પ્રદેશોની વાત આલેખી છે. તે બધી કથાના શ્રવણથી જીવન ધન્ય બની જાય છે. જીવનમાં નવી દિશા
SR No.004268
Book TitlePaiavinnankaha Part 01
Original Sutra AuthorN/A
AuthorKastursuri, Somchandrasuri
PublisherRander Road Jain Sangh
Publication Year2005
Total Pages224
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy